gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દારૂની મહેફિલ ફાર્મ હાઉસમાં અને નાસ્તો પોલીસ સ્ટેશનમાં! સાણંદમાં ઝડપાયેલા નબીરાઓનો ‘VIP’ અંદાજ | Ahm…

G METRO NEWS by G METRO NEWS
February 5, 2026
in GUJARAT
0 0
0
દારૂની મહેફિલ ફાર્મ હાઉસમાં અને નાસ્તો પોલીસ સ્ટેશનમાં! સાણંદમાં ઝડપાયેલા નબીરાઓનો ‘VIP’ અંદાજ | Ahm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: ‘પીવો ફાર્મ હાઉસમાં અને જમો પોલીસ સ્ટેશનમાં’ – સાણંદ પોલીસે મોડી રાત્રે ગોરજ ગામની સીમમાં પાડેલા દરોડા બાદ આ વાક્ય સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. હાઈ-પ્રોફાઈલ દારૂની મહેફિલમાંથી ઝડપાયેલા નબીરા માટે જાણે જેલના સળિયા નહીં, પણ પોલીસ સ્ટેશનનું સંકુલ પિકનિક સ્પોટ બની ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

પોલીસ સ્ટેશનમાં નાસ્તાની લિજ્જત: કાયદાનો ડર ક્યાં?

સાણંદ પોલીસ 81 નબીરાને બસમાં બેસાડીને પોલીસ સ્ટેશન લાવી, ત્યારે દ્રશ્યો કંઈક અલગ જ હતા. સામાન્ય રીતે આરોપીઓમાં પોલીસનો જે ખૌફ હોવો જોઈએ, તેના બદલે આ નબીરા પોલીસ સ્ટેશનના કેમ્પસમાં બિનધાસ્ત નાસ્તાના પડીકા લઈને ફરતા અને લિજ્જત માણતા જોવા મળ્યા હતા.

દારૂની મહેફિલ ફાર્મ હાઉસમાં અને નાસ્તો પોલીસ સ્ટેશનમાં! સાણંદમાં ઝડપાયેલા નબીરાઓનો 'VIP' અંદાજ 2 - image

સોશિયલ મીડિયામાં વાઇરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, પોલીસની હાજરીમાં જ આ શખસો કોઈ પણ રોકટોક વગર નાસ્તો કરી રહ્યા છે. ચર્ચા તો એવી પણ છે કે આ માલેતુજારો માટે પોલીસ સ્ટેશનમાં જ તમામ ‘સગવડ’ મળી રહી હતી. આ ઘટનાએ નિષ્પક્ષ પોલીસ કાર્યવાહી સામે સવાલો ઊભા કર્યા છે કે, શું પૈસાદાર આરોપીઓ માટે પોલીસ સ્ટેશનના નિયમો બદલાઈ જાય છે?

ઘટનાની વિગત: સાળાની પાર્ટીમાં જીજાજી ફસાયા

અમદાવાદના ઉદ્યોગપતિ આદર્શ અગ્રવાલ અને તેમની પત્નીની 25મી વેડિંગ એનિવર્સરી નિમિત્તે આ ભવ્ય આયોજન કરાયું હતું. આ પાર્ટીનું આયોજન મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારમાં રહેતા તેમના સાઢુ (સાળા) અમિત પચેરીવાલે કર્યું હતું. ‘સફલ નિર્વાણા ગ્રીન્સ’ના પ્લોટ નંબર 200 પર ચાલી રહેલી આ મહેફિલમાં વિદેશી દારૂ અને હુક્કાની રેલમછેલ હતી.

દારૂની મહેફિલ ફાર્મ હાઉસમાં અને નાસ્તો પોલીસ સ્ટેશનમાં! સાણંદમાં ઝડપાયેલા નબીરાઓનો 'VIP' અંદાજ 3 - image

પોલીસે કાર્યવાહી કરીને 81 લોકોની અટકાયત કરી 

સાણંદના ગોરજ ગામની સીમમાં આવેલી સફલ નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમમાં પોલીસે દરોડા પાડ્યા હતા. આ કેસમાં પોલીસે કુલ 81 લોકોની અટકાયત કરી છે જેમાં 43 પુરુષ અને 38 મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે વાહનો, દારૂ અને અન્ય ચીજવસ્તુઓ મળીને અંદાજે ₹2,91,84,250નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

અફરાતફરી અને મેડિકલ ટેસ્ટ

પોલીસે જ્યારે દરોડો પાડ્યો ત્યારે ફાર્મ હાઉસમાં ભાગદોડ મચી ગઈ હતી. વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે મહિલાઓને અને સાડા પાંચ વાગ્યે પુરુષોને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા. મહિલાઓને નોટિસ આપીને મુક્ત કરાઈ હતી, જ્યારે પુરુષો પોલીસ સ્ટેશનમાં જ હતા. આ દરમિયાન કેટલાક શખસો પોતાની કાર લઈને બહાર જતા હોવાનું પણ નજરે પડ્યું હતું, જે પોલીસની ઢીલી નીતિ તરફ આંગળી ચીંધે છે.

આ પણ વાંચો: મનસુખ વસાવા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી, સાંસદના જમાઈની ફરિયાદ બાદ એક આરોપીની ધરપકડ

જ્યારે સામાન્ય માણસ પોલીસ સ્ટેશનના પગથિયાં ચઢતા ગભરાય છે, ત્યારે આ હાઈ-પ્રોફાઈલ પાર્ટીના આરોપીઓ પોલીસ સ્ટેશનમાં જે રીતે બિન્દાસ જોવા મળ્યા તે ચર્ચાનો વિષય બન્યો છે. સવાલ એ છે કે શું ખરેખર કાયદો બધા માટે સમાન છે?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS
GUJARAT

રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

March 23, 2026
૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …
GUJARAT

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

March 23, 2026
Next Post
પંચમહાલ: મંડપ બાંધતી વખતે માથા પર વીજ તાર અડક્યો, બાહી ગામના 29 વર્ષીય યુવાનનું મોત | Panchmahal New…

પંચમહાલ: મંડપ બાંધતી વખતે માથા પર વીજ તાર અડક્યો, બાહી ગામના 29 વર્ષીય યુવાનનું મોત | Panchmahal New...

મનસુખ વસાવા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી, સાંસદના જમાઈની ફરિયાદ બાદ એક આરોપીની ધરપકડ | Nar…

મનસુખ વસાવા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણી, સાંસદના જમાઈની ફરિયાદ બાદ એક આરોપીની ધરપકડ | Nar...

રાજમહેલના જાહેર રોડ પર જમીન બેસી જતા તોતિંગ ટ્રક ફસાઈ | Truck Gets Stuck in Cave in on Rajmahal Road

રાજમહેલના જાહેર રોડ પર જમીન બેસી જતા તોતિંગ ટ્રક ફસાઈ | Truck Gets Stuck in Cave in on Rajmahal Road

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશભરમાં વીજળી વધુ મોંઘી થઇ શકે : સુપ્રીમનો કંપનીઓની તરફેણમાં ચુકાદો

દેશભરમાં વીજળી વધુ મોંઘી થઇ શકે : સુપ્રીમનો કંપનીઓની તરફેણમાં ચુકાદો

8 months ago
ગુજરાતના તટ નજીક નૌસેનાનું ‘ગ્રીન નોટિફિકેશન’, યુદ્ધ જહાજો પણ ઍલર્ટ પર: રિપોર્ટ | Navy Warships Land…

ગુજરાતના તટ નજીક નૌસેનાનું ‘ગ્રીન નોટિફિકેશન’, યુદ્ધ જહાજો પણ ઍલર્ટ પર: રિપોર્ટ | Navy Warships Land…

11 months ago
બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને રાતે 10 વાગે ડીજે બંધ કરાવવા પોલીસને સૂચના,ડીજે ઓપરેટરો સાથે મીટિંગ | C…

બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને રાતે 10 વાગે ડીજે બંધ કરાવવા પોલીસને સૂચના,ડીજે ઓપરેટરો સાથે મીટિંગ | C…

1 month ago
રણોલીમાં લેબર કોન્ટ્રાક્ટરની હત્યા કરનાર હત્યારો 16 વર્ષે પકડાયો | Murderer who killed labor contrac…

રણોલીમાં લેબર કોન્ટ્રાક્ટરની હત્યા કરનાર હત્યારો 16 વર્ષે પકડાયો | Murderer who killed labor contrac…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News