
– દિલ્હી વિસ્ફોટમાં આંતરરાજ્ય આતંકી નેટવર્કનો પર્દાફાશ, એનઆઈએને તપાસ
– ફરિદાબાદમાં દરોડા પછી ડો. ઉમર પકડાઈ જવાના ડરથી એમોનિયમ નાઈટ્રેટ-આઈઈડી સાથે ભાગવા જતા અકસ્માતે વિસ્ફોટ થયાનો એજન્સીઓનો દાવો
નવી દિલ્હી : રાજધાની દિલ્હી સોમવારે સાંજે એનડીએ સરકારના શાસનમાં પહેલી વખત આતંકી હુમલાથી હચમચી ઊઠી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે અધિકારીઓ સાથે બેઠક કરીને આ વિસ્ફોટની તપાસ એનઆઈએને સોંપી છે. આ કથિત આતંકી હુમલાની કડીઓ પુલવામાના ડોક્ટર ઉમર મોહમ્મદ સુધી લંબાઈ છે, જેણે આત્મઘાતી હુમલો કર્યો હોવાનું મનાય છે.










