gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગ: માત્ર 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, દ્વારકા સહિત 8 જિલ્લામાં રેડ એલર્ટ …

G METRO NEWS by G METRO NEWS
August 19, 2025
in GUJARAT
0 0
0
દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગ: માત્ર 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, દ્વારકા સહિત 8 જિલ્લામાં રેડ એલર્ટ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Dwarka Rain News : દેવભૂમિ દ્વારકામાં સતત ત્રીજા દિવસે પણ ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો છે. લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. બપોરે 2 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં જ પાંચ ઇંચ વરસાદ ખાબકતા શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પવનના સુસવાટા સાથે પડેલા સાંબેલાધાર વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉલ્લેખનીય હવામાન વિભાગ દ્વારા રાજ્યના દ્વારકા સહિત રાજ્યના 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

બપોરે 2 વાગ્યાથી 4 સુધીના વરસાદના આંકડા 

આજે બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં 27 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 2 કલાકમાં દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છના માંડવીમાં 1.61 ઇંચ, જામનગરના જામજોધપુરમાં 1.42 ઇંચ, કચ્છના નખત્રાણામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકામાં સરેરાશ 1 ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે.  
દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગ: માત્ર 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, દ્વારકા સહિત 8 જિલ્લામાં રેડ એલર્ટ 2 - image

દ્વારકા નગરીમાં પાણી ભરાયા

દ્વારકાના ઇસ્કોન ગેટ અને ભદ્રકાળી ચોકમાં પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત, ભગવાન દ્વારકાધીશના જગત મંદિર અને છપ્પન સીડી પરથી વહેતા વરસાદી પાણીનો અદભુત નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભારે વરસાદને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો બેટ બન્યા

દ્વારકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ મન મૂકીને વરસ્યા છે. જામ કલ્યાણપુર અને લાંગા જેવા ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ભાટિયા, રાવલ, ટંકારિયા, પાનેલી, ભોગાત, નાવદ્રા, લાંબા, ધૂમથર સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો છે.
દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગ: માત્ર 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, દ્વારકા સહિત 8 જિલ્લામાં રેડ એલર્ટ 3 - image

રેડ એલર્ટ 

હવામાન વિભાગ દ્વારા 4 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. 

ઓરેન્જ એલર્ટ 

જ્યારે બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગ જિલ્લામાં ઓરેજ એલર્ટ જાહેર કરવામાં કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્ય અન્ય જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીના વરસાદના આંકડા

આજે સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં દ્વારકાના કલ્યાણપુરમાં 4.25 ઇંચ, જૂનાગઢના માંગરોળમાં 3.75 ઇંચ અને વલસાડના ઉમરગામમાં 1.75 ઇંચ વરસાદ પડ્યો છે. કુલ 39 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાંથી 23 તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. કલ્યાણપુર તાલુકામાં થયેલા સાર્વત્રિક વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાક માટે આ વરસાદ ‘કાચા સોના’ સમાન સાબિત થયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે AAP ઉમેદવારોની વધુ એક યાદી જાહેર, જુઓ કોને કોને મળી ટિકિટ | aap gujar…
GUJARAT

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે AAP ઉમેદવારોની વધુ એક યાદી જાહેર, જુઓ કોને કોને મળી ટિકિટ | aap gujar…

April 6, 2026
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને LPG પુરવઠાની હાલની સ્થિતિ શું છે? રાજ્ય સરકારે આપી તમામ માહિતી | importan…
GUJARAT

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને LPG પુરવઠાની હાલની સ્થિતિ શું છે? રાજ્ય સરકારે આપી તમામ માહિતી | importan…

April 6, 2026
ખોરાક શાખાના વિવિધ વિસ્તારોમાં દરોડા, ૪૫ સેમ્પલમાંથી ૪ ફેલ | Raids in various areas of food branch 4…
GUJARAT

ખોરાક શાખાના વિવિધ વિસ્તારોમાં દરોડા, ૪૫ સેમ્પલમાંથી ૪ ફેલ | Raids in various areas of food branch 4…

April 6, 2026
Next Post
ટ્રેનની મુસાફરીમાં વિમાન જેવા નિયમો: સામાનના વજનના નિયમનું કડકાઈથી પાલન કરાવાશે | indian railways to…

ટ્રેનની મુસાફરીમાં વિમાન જેવા નિયમો: સામાનના વજનના નિયમનું કડકાઈથી પાલન કરાવાશે | indian railways to...

સુરત હીરા ચોરી કેસ: 5 તસ્કરો ચોરી કરી 2 રિક્ષામાં થયા હતા ફરાર, બેથી ત્રણ લોકોના ફિંગર પ્રિન્ટ મળ્યા…

સુરત હીરા ચોરી કેસ: 5 તસ્કરો ચોરી કરી 2 રિક્ષામાં થયા હતા ફરાર, બેથી ત્રણ લોકોના ફિંગર પ્રિન્ટ મળ્યા...

પ્રાઈવેટ નોકરી ને સરકારી પૈસા! ‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના’નું પોર્ટલ લોન્ચ | Employment …

પ્રાઈવેટ નોકરી ને સરકારી પૈસા! ‘પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના’નું પોર્ટલ લોન્ચ | Employment ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપના એંધાણ! ઠાકરે બંધુઓ હાથ મિલાવે તો બદલાઈ જશે સમીકરણ | what will change…

મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપના એંધાણ! ઠાકરે બંધુઓ હાથ મિલાવે તો બદલાઈ જશે સમીકરણ | what will change…

12 months ago
વિદેશી દારૂનો જથ્થો ભરેલ બોલેરો પિકઅપ વાહન સાથે શખ્સ ઝબ્બે | Man arrested with Bolero pickup truck l…

વિદેશી દારૂનો જથ્થો ભરેલ બોલેરો પિકઅપ વાહન સાથે શખ્સ ઝબ્બે | Man arrested with Bolero pickup truck l…

2 months ago
દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક કાર્યવાહી, જમ્મુ-કાશ્મીરમાં ઇલેક્ટ્રિશિયનની ધરપકડ

દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક કાર્યવાહી, જમ્મુ-કાશ્મીરમાં ઇલેક્ટ્રિશિયનની ધરપકડ

5 months ago
‘પહેલા ટોઇલેટ મેનર્સ શીખો, પછી જ વંદે ભારતમાં બેસજો’; રેલવે અધિકારીની પોસ્ટથી વિવાદ | use vande bhar…

‘પહેલા ટોઇલેટ મેનર્સ શીખો, પછી જ વંદે ભારતમાં બેસજો’; રેલવે અધિકારીની પોસ્ટથી વિવાદ | use vande bhar…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News