
– પાયલોટ પર કામના કલાકનું નિયંત્રણ મૂકાયા બાદ ઇન્ડિગોની વિમાન કટોકટીનો પાંચમો દિવસ
– દેશભરમાં 850થી વધુ ફ્લાઈટ રદ : એરલાઈન કંપનીઓ ડોમેસ્ટિક ફ્લાઈટ માટે કોઈપણ રૂટ પર રૂ. 18,000થી વધુ ભાડું વસૂલી શકશે નહીં
– ઈન્ડિગોને આજે જ રિફન્ડનો આદેશ
નવી દિલ્હી : ઘરેલુ એરલાઈન ઈન્ડિગોની ફ્લાઈટના સંચાલનમાં બેદરકારીના પગલે સતત પાંચમા દિવસે શનિવારે ૮૫૦થી વધુ ફ્લાઈટ રદ કરાઈ હતી. વ્યાપક પ્રમાણમાં ફ્લાઈટ્સ રદ થવાથી દેશના વિવિધ એરપોર્ટ્સ પર હજારો પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.










