gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદના એન્જિનિયર સાથે શેરબજારમાં રોકાણના નામે રૂ. 75 હજારની છેતરપિંડી | Engineer from Nadiad cheat…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2026
in GUJARAT
0 0
0
નડિયાદના એન્જિનિયર સાથે શેરબજારમાં રોકાણના નામે રૂ. 75 હજારની છેતરપિંડી | Engineer from Nadiad cheat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વોટ્સએપ દ્વારા લિંક મોકલી અલગ અલગ પેકેજ દર્શાવ્યા

– ઊંચા વળતરની લાલચ આપી રોકાણ કરાવ્યા બાદ ટિપ્સ આપવાનું બંધ કરી ઠગાઈ આચરતા 5 વિરુદ્ધ ફરિયાદ 

નડિયાદ : નડિયાદ શહેરની રાજદીપ સોસાયટીમાં રહેતા અને સરકારી વિભાગમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા એક યુવાનને શેરબજારમાં ઇક્વિટીના બદલે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં રોકાણ કરી મોટો નફો મેળવવાની લાલચ આપી રૂપિયા ૭૫,૦૦૦ની છેતરપિંડી આચરવામાં આવી છે. ધ કેપિટલ સર્વિસ રિસર્ચ એનાલિસ્ટ કંપનીના નામે સંપર્ર્ક કરી ભેજાબાજોએ યુવાન પાસેથી અલગ અલગ હપ્તે નાણાં પડાવી લીધા હતા. આ મામલે યુવાને સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ કર્યા બાદ હવે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે પાંચ શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

નડિયાદની વૈશાલી સિનેમા પાછળ આવેલી રાજદીપ સોસાયટીમાં રહેતા અને સરકારી વિભાગમાં આઉટસોર્સ એન્જિનિયર તરીકે નોકરી કરતા યુવાનના મોબાઈલ ફોન પર ગત સપ્ટેમ્બર મહિનામાં એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર મહિલાએ પોતાની ઓળખ રાખીબેન તરીકે આપી પોતે ધ કેપિટલ સર્વિસ રિસર્ચ એનાલિસ્ટ કંપનીમાંથી બોલતી હોવાનું જણાવ્યું હતું. તેણે યુવાનને શેરબજારમાં રોકાણ અંગે પૂછપરછ કરી ઇક્વિટી કરતા ફ્યુચર એન્ડ ઓપ્શનમાં વધુ નફો મળતો હોવાનું જણાવી રોકાણ કરવા લલચાવ્યા હતા. શરૂઆતમાં વોટ્સએપ દ્વારા કંપનીની લિંક મોકલી હતી જેમાં રોકાણ માટે ૭૫૦૦૦થી લઈને ૨.૫૦ લાખ સુધીના અલગ અલગ પેકેજ દર્શાવવામાં આવ્યા હતા. એન્જિનિયર યુવાને રૂપિયા ૭૫૦૦૦ વાળું પેકેજ પસંદ કરતા પ્રથમ હપ્તા તરીકે ૩૭૦૦૦ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. નાણાં ટ્રાન્સફર કર્યા બાદ કંપનીના એકાઉન્ટ વિભાગમાંથી બોલતા હોવાનું કહી અન્ય શખ્સોએ આધાર કાર્ડ અને ઇમેઇલ એડ્રેસ મેળવ્યા હતા. ત્યારબાદ શેરબજારની ટિપ્સ આપવાનું શરૂ કરાયું હતું. જેમાં શરૂઆતના ૬ દિવસમાં ૨૫૦૦૦ જેટલો નફો થતા એન્જિનિયરને વિશ્વાસ બેઠો હતો. આથી તેમણે બાકી રહેલા ૩૮૦૦૦ પણ ઓનલાઇન ટ્રાન્સફર કરી દીધા હતા. આમ કુલ ૭૫૦૦૦ની રકમ કંપનીમાં જમા થયા બાદ ૧૭ સપ્ટેમ્બરના રોજ આપેલી એક ટિપ્સમાં યુવાને ૧.૨૦ લાખનું રોકાણ કર્યું હતું, પરંતુ તેમાં મોટું નુકસાન ગયું હતું. આ નુકસાનને નફામાં બદલી આપવાની ખાતરી આપી ફરી ૭૫૦૦૦ની માંગણી કરવામાં આવી હતી. જોકે એન્જલ વન અને ગ્રો એપના એક્ઝિક્યુટિવ હોવાની ઓળખ આપતા શખ્સો પર શંકા જતા તપાસ કરતા આવી કોઈ સ્કીમ ન હોવાનું બહાર આવ્યું હતું.

પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા એન્જિનિયર યુવાને નાણાં પરત માંગ્યા હતા, પરંતુ સામે પક્ષે ટિપ્સ આપવાનું બંધ કરી દીધું હતું અને નાણાં પણ પરત આપ્યા નહોતા. છેવટે આ મામલે સાયબર ક્રાઈમમાં અરજી કરવામાં આવી હતી. જેના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે મોબાઈલ નંબર ધારકો અને જે બેંક એકાઉન્ટમાં નાણાં જમા થયા હતા તે કેનેરા બેંક અને ઉજીવન સ્મોલ ફાઈનાન્સ બેંકના એકાઉન્ટ ધારકો સહિત કુલ ૫ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં 3.2નો ધરતીકંપ, મવડી-વાવડી પાસે કેન્દ્રબિંદુ
GUJARAT

રાજકોટમાં 3.2નો ધરતીકંપ, મવડી-વાવડી પાસે કેન્દ્રબિંદુ

March 25, 2026
ધ્રાંગધ્રામાં સેવા-સદન સામે ભૂગર્ભ ગટરના અધૂરા કામથી લોકોને હાલાકી | People are suffering due to inc…
GUJARAT

ધ્રાંગધ્રામાં સેવા-સદન સામે ભૂગર્ભ ગટરના અધૂરા કામથી લોકોને હાલાકી | People are suffering due to inc…

March 25, 2026
નડિયાદ મહાનગરપાલિકા હસ્તકના સંતરામ નિલયમ કોમ્પ્લેક્સમાં ભાડાપટ્ટો પૂર્ણ થયો હોવા છતાં તંત્ર મૌન | De…
GUJARAT

નડિયાદ મહાનગરપાલિકા હસ્તકના સંતરામ નિલયમ કોમ્પ્લેક્સમાં ભાડાપટ્ટો પૂર્ણ થયો હોવા છતાં તંત્ર મૌન | De…

March 25, 2026
Next Post
ક્રૂડ આંચકા પચાવી 103 ડોલર: સોનામાં રૂ.5000,ચાંદીમાં રૂ.15000ની તેજી

ક્રૂડ આંચકા પચાવી 103 ડોલર: સોનામાં રૂ.5000,ચાંદીમાં રૂ.15000ની તેજી

જમણવાવના શખ્સને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

જમણવાવના શખ્સને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી

એક માસમાં મ્યુ. ફંડો દ્વારા રૂ. 35,600 કરોડના સરકારી બોન્ડનું થયેલું વેચાણ | Government bonds worth …

એક માસમાં મ્યુ. ફંડો દ્વારા રૂ. 35,600 કરોડના સરકારી બોન્ડનું થયેલું વેચાણ | Government bonds worth ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂપિયો 90ને પહોંચવાની તૈયારીમાં : મોંઘવારી વકરશે

રૂપિયો 90ને પહોંચવાની તૈયારીમાં : મોંઘવારી વકરશે

4 months ago
ધ્રાંગધ્રામાં મારામારીના બનાવમાં 5 શખ્સ સામે ગુનો | Crime against 5 people in Dhrangadhra fight inci…

ધ્રાંગધ્રામાં મારામારીના બનાવમાં 5 શખ્સ સામે ગુનો | Crime against 5 people in Dhrangadhra fight inci…

5 months ago
વડોદરામાં ડ્રેનેજની કામગીરી માટે વિશ્વામિત્રી રેલવે સ્ટેશનથી સનસીટી સુધી માર્ગ બંધ, ડાયવર્ઝન આપ્યું …

વડોદરામાં ડ્રેનેજની કામગીરી માટે વિશ્વામિત્રી રેલવે સ્ટેશનથી સનસીટી સુધી માર્ગ બંધ, ડાયવર્ઝન આપ્યું …

3 months ago
વિશ્વ હૃદય દિવસ : ગુજરાતમાં 57 ટકા પુરુષોને હૃદયની સમસ્યા, યુવાનોમાં વધ્યુ પ્રમાણ | world heart day …

વિશ્વ હૃદય દિવસ : ગુજરાતમાં 57 ટકા પુરુષોને હૃદયની સમસ્યા, યુવાનોમાં વધ્યુ પ્રમાણ | world heart day …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News