gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદ અને મહુધામાં ગૌવંશના કતલની આશંકા : નહેરમાંથી 50 થી વધુ ગૌવંશના અવશેષો મળ્યાં | Cow slaughter …

G METRO NEWS by G METRO NEWS
February 9, 2026
in GUJARAT
0 0
0
નડિયાદ અને મહુધામાં ગૌવંશના કતલની આશંકા : નહેરમાંથી 50 થી વધુ ગૌવંશના અવશેષો મળ્યાં | Cow slaughter …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પોલીસે એફ.એસ.એલની મદદથી તપાસનો ધમધમાટ તેજ કર્યો

– છેલ્લા એક મહિનામાં ગૌવંશ સાથે જોડાયેલી આ 10 મી ઘટના હોવાનું સામે આવતા ગૌભક્તોમાં રોષ : ગૌવંશના ટાર્ગેટ કિલિંગ પાછળ સક્રિય કોઈ ચોક્કસ ટોળકી હોવાના આક્ષેપ સાથે કાર્યવાહી કરવા માંગ

નડિયાદ : નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં માઈ માતાના ગરનાળા પાસે ગૌવંશનો મૃતદેહ મળતા ચકચાર મચી છે. તો બીજી તરફ મહુધાથી આગળ નર્મદાની મુખ્ય નહેરમાંથી ગૌવંશના અવશેષો મળી આવ્યા છે. જેના કારણે હિન્દુ સંગઠનોમાં ભારોભાર રોષ વ્યાપ્યો છે. આ મામલે તંત્ર દ્વારા તત્કાલ યોગ્ય તપાસ કરી અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની માંગણી પ્રબળ બની છે.

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારને જોડતા માઈ મંદિર નજીકના ગરનાળા પાસે ગૌવંશનો મૃતદેહ મળી આવવાની ઘટના સામે આવી છે. આ બાબતની જાણ થતા જ હિન્દુ ધર્મ સેનાના પ્રદેશ પ્રમુખ સ્થળ પર પહોંચ્યા હતા અને વીડિયો રજૂ કરી આ સમગ્ર મામલે આક્રોષ ઠાલવ્યો હતો. ગૌવંશનો મૃતદેહ હોય અને કાપીને માંસ કાઢી નાખી દીધો હોવાની પરીસ્થિતિ જણાતા આ મૃતદેહનું એફ.એસ.એલ. કરાવવાની તજવીજ હાથ ધરી હતી. સમગ્ર મામલે તત્કાલ યોગ્ય તપાસ કરવા માટે પોલીસને જાણ કરવામાં આવી હતી, પોલીસે સ્થળ પર પહોંચી જાણવાજોગ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીજીતરફ મહુધા તાલુકાના વડથલ ગામ નજીક પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાંથી આશરે ૫૦થી વધુ ગૌવંશના કપાયેલા અંગો ભરેલા પોટલા મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. નડિયાદમાં છેલ્લા એક મહિનામાં ગૌવંશ સાથે જોડાયેલી આ ૧૦મી ઘટના હોવાનું સામે આવતા ગૌભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વડથલ નજીક નહેરમાં જે પોટલા મળી આવ્યા છે, તેમાંથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે અને પ્રાથમિક દ્રષ્ટિએ ગૌવંશના પગ, માથા અને કાન જેવા અંગો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે, જે સૂચવે છે કે આ કોઈ મોટા પાયે આચરેલું ક્રૂર કતલકાંડ હોઈ શકે છે. આ ઘટનાની જાણ થતા જ હિન્દુ ધર્મ સેના ગુજરાત પ્રદેશના પ્રમુખ કાર્યકરો સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાની ગંભીરતા જોઈ જેસીબીની મદદથી નહેરમાંથી પોટલા બહાર કાઢવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનાને પગલે એફ.એસ.એલની ટીમ પણ કાર્યરત કરવામાં આવી છે અને નમૂનાઓ લઈ કાયદેસરની તપાસ શરૂ કરાઈ છે.

પીવાના પાણીના સ્ત્રોત પર ખતરો

અમદાવાદના પૂર્વ અને દક્ષિણ ઝોનના વિસ્તારો જેવા કે, વસ્ત્રાલ, રામોલ, વટવા અને મણિનગર સહિતની ૩૦ ટકા વસ્તીને રાસ્કા વિયર યોજના હેઠળ પીવાનું પાણી પૂરું પાડતી શેઢી કેનાલ અને તેની સાથે જોડાયેલી આ નહેર વ્યવસ્થામાં ગૌવંશના અવશેષો ફેંકવાના કારણે પાણી દૂષિત થવાની ભીતિ સેવાઈ રહી છે. શુદ્ધ પાણીના સ્ત્રોતમાં આ પ્રકારે કતલ કરેલા પ્રાણીઓના અવશેષો પધરાવીને લોકોના આરોગ્ય સાથે પણ ગંભીર ચેડાં કરવામાં આવી રહ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલ

નડિયાદ પંથકમાં ટૂંકા ગાળામાં ગૌવંશને નુકસાન પહોંચાડવાની દસ જેટલી ઘટનાઓ બનવા છતાં તંત્ર દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો આક્ષેપ હિન્દુ સંગઠનોએ કર્યો છે. ગૌવંશના ટાર્ગેટ કિલિંગ પાછળ સક્રિય કોઈ ચોક્કસ ટોળકી સામે કડક હાથે કામ લેવાને બદલે પોલીસ માત્ર પંચનામા અને પ્રાથમિક તપાસમાં જ અટવાયેલી રહેતી હોવાનું પણ સંગઠનના અગ્રણીઓએ જણાવ્યુ છે. ત્યારે આવા અસામાજિક તત્વો સામે તત્કાલ યોગ્ય કાર્યવાહી કરાય, તેવી માંગણી વ્યાપી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌર્ય પહોંચ્યું પોરબંદર
GUJARAT

ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌર્ય પહોંચ્યું પોરબંદર

April 3, 2026
GPSCના ચેરમેન, સેક્રેટરીનો અહંકાર માઉન્ટ એવરેસ્ટથી પણ વધુ, ગુજરાત હાઇકોર્ટનું રૂબરૂ હાજર રહેવા ફરમાન…
GUJARAT

GPSCના ચેરમેન, સેક્રેટરીનો અહંકાર માઉન્ટ એવરેસ્ટથી પણ વધુ, ગુજરાત હાઇકોર્ટનું રૂબરૂ હાજર રહેવા ફરમાન…

April 3, 2026
સુરતના કતારગામમાં સિંગણપોર ખાતેની સોલિડ વેસ્ટ સાઈડ પર કચરાના ઢગલાથી લોકોના આરોગ્ય સામે ખતરો | Garbag…
GUJARAT

સુરતના કતારગામમાં સિંગણપોર ખાતેની સોલિડ વેસ્ટ સાઈડ પર કચરાના ઢગલાથી લોકોના આરોગ્ય સામે ખતરો | Garbag…

April 3, 2026
Next Post
કલોલના સાંતેજમાં મંદિરની આડમાં ચાલતું વિદેશી દારૃનું નેટવર્ક ઝડપાયું

કલોલના સાંતેજમાં મંદિરની આડમાં ચાલતું વિદેશી દારૃનું નેટવર્ક ઝડપાયું

૨૪ કલાકના વાયદા વચ્ચે સે-૧૨માં સવારે કલાક પણ પાણી મળતું નથી | Despite promises of 24 hours water is …

૨૪ કલાકના વાયદા વચ્ચે સે-૧૨માં સવારે કલાક પણ પાણી મળતું નથી | Despite promises of 24 hours water is ...

ઇવનિંગ વોક કરવા નીકળેલા યુવકનું મોટર સાઇકલની ટક્કરથી કરૃણ મોત | A young man who went out for an even…

ઇવનિંગ વોક કરવા નીકળેલા યુવકનું મોટર સાઇકલની ટક્કરથી કરૃણ મોત | A young man who went out for an even...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપ નેતા સહિત 10 ડિરેક્ટરોને નોટિસ છતાં કોર્ટમાં ગેરહાજર, 8 એપ્રિલની મુદત | 10 directors including …

ભાજપ નેતા સહિત 10 ડિરેક્ટરોને નોટિસ છતાં કોર્ટમાં ગેરહાજર, 8 એપ્રિલની મુદત | 10 directors including …

2 weeks ago
મોડીરાત્રે શટલ રિક્ષામાં બેઠેલા મુસાફરને ધમકાવી લૂંટી લીધો | A passenger sitting in a shuttle ricksh…

મોડીરાત્રે શટલ રિક્ષામાં બેઠેલા મુસાફરને ધમકાવી લૂંટી લીધો | A passenger sitting in a shuttle ricksh…

2 months ago
જવલ્લે જોવા મળે તેવી ઘટના, મહી કિનારે માનવ સર્જિત બાંધકામમાં શાહીન બાજે ઈંડા મૂકયા | shahin falcon n…

જવલ્લે જોવા મળે તેવી ઘટના, મહી કિનારે માનવ સર્જિત બાંધકામમાં શાહીન બાજે ઈંડા મૂકયા | shahin falcon n…

6 months ago
કરોડોના ડિજિટલ ફ્રોડ : વળતર માત્ર રૂ.25 હજાર | Digital fraud worth crores: Compensation only Rs 25 t…

કરોડોના ડિજિટલ ફ્રોડ : વળતર માત્ર રૂ.25 હજાર | Digital fraud worth crores: Compensation only Rs 25 t…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News