![]()
મુંબઈ : ભારત માટે અમેરિકાનું બજાર જેટલું મહત્વનું છે, એટલું જ અમેરિકા માટે ભારતનું બજાર છે. જેથી અમેરિકા હાલ તુરત ભારત પર ભીંસ વધારવાના પ્રયાસમાં ઘરઆંગણે ટ્રમ્પ ભીંસમાં મૂકાવાના વધતાં જોખમને જોતાં આગામી દિવસોમાં પરિસ્થિતિ યુ-ટર્ન લે તો પણ નવાઈ ન પામશો. ભારતમાં વિકાસની વિપુલ તકો પડેલી હોઈ અમેરિકા પણ ભારતને અવગણી શકે એમ નથી. આગામી સપ્તાહમાં ૨૭, ઓગસ્ટ ૨૦૨૫ના ગણેશ ચતુર્થીના શેર બજારો બંધ રહેનાર છે. જેથી ચાર દિવસનું ટ્રેડિંગ સપ્તાહ રહેશે. વૈશ્વિક પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૮૦૫૫૫ની ટેકાની સપાટીએ ૮૨૧૧૧ ઉપર બંધ થતાં ૮૨૮૮૮ અને નિફટી ૨૪૬૬૬ની ટેકાની સપાટીએ ૨૫૧૧૧ ઉપર બંધ થતાં ૨૫૩૩૩ જોવાઈ શકે છે.
અર્જુનની આંખે : (૧) SWELECT ENERGY SYSTEMS
બીએસઈ(૫૩૨૦૫૧) અને એનએસઈ (SWELECTES) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, IMS CERTIFIED, ISO 9001:2015, ISO 45001:2018 & ISO 50001:2018, Certified, BIS CERTIFIED PV MODULES 14286:2010/IES 61215:2005, IS/IEC 61730 (PART 1) : 2004 & IS/IEC 61730 (PART 2) : 2004, સ્વિલેક્ટ એનજી સિસ્ટમ્સ લિમિટેડ (SWELECT ENERGY SYSTEMS LIMITED), પાવર ઈલેક્ટ્રોનિક્સ અને રિન્યુએબલ એનજીૅ સિસ્ટમ્સમાં ૨૫૦ સ્થળોએ ચાર દાયકાના શ્રેષ્ઠતા અને સર્વિસ કેન્દ્રો સાથે સૌર, પવન અને ઈલેક્ટ્રોનિક્સમાં ઉચ્ચ ગુણવતાવાળા ઉત્પાદનોથી લઈ ગ્રીન એનજીૅ જનરેશન સહિતમાં અગ્રણી પૈકી એક છે. ન્યુમેરિક પાવર સિસ્ટમ્સ લિમિટેડ તરીકે સ્થાપીત થયેલી સ્વિલેક્ટ ગુણવતા, નવીનતા અને સસ્ટેઈનેબલ-ટકાઉપણા પ્રત્યેની કંપની અતૂટ પ્રતિબદ્વતાએ ઉચ્ચ-કાર્યક્ષમતા અને ઉચ્ચ ગુણવતાવાળા સોલાર પીવી મોડયુલ્સ, મોડયુલ માઉન્ટિંગ સ્ટ્રકચર્સ અને ઈલેક્ટ્રિકલ બેલેન્સ ઓફ સિસ્ટમ્સ (બીઓએસ)ના વિશ્વસનીય પ્રદાતા તરીકે કંપનીની પ્રતિષ્ઠાને મજબૂત બનાવી છે. સ્વિલેક્ટની અત્યાધુનિક સુવિધાઓ, જેમાં સંપૂર્ણપણે સ્વચાલિત એક ગીગાવોટ પ્લસ સોલાર પીવી મોડયુલ મેન્યુફેકચરીંગ પ્લાન્ટનો સમાવેશ થાય છે. કોલ્ડ રોલ ફોર્મિંગ અને સીએનસી ફેબ્રિકેશનનો ઉપયોગ કરીને એમએમએસ અને બીઓએસ ઉત્પાદન સુવિધા દ્વારા સમર્થિત ઉચ્ચ-સ્તરીય ઉત્પાદન ધોરણો સુનિશ્ચિત કરે છે.
ભારતના મેક ઈન ઈન્ડિયા પહેલમાં યોગદાન આપવાનો અને વર્ષ ૨૦૩૦ સુધીમાં ૩૦૦ ગીગાવોટથી વધુ સૌર ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરવાના રાષ્ટ્રના લક્ષ્યને સમર્થન આપવાનો કંપનીને ગર્વ છે. કંપનીનું વૈશ્વિક અસ્તિત્વ યુ.એસ.એ., કેનેડા, યુ.કે., જાપાન, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરમાં છે, જેમાં ૧૦,૭૦૦થી વધુ ઈન્સ્ટોલેશન અને એક ગીગાવોટથી વધુનો અનુભવ છે. કોઈમ્બતુર ખાતે સંપૂર્ણપણે સ્વચાલિત પીવી મેન્યુફેકચરિંગ સુવિધા, સ્વિલેક્ટ એચએચવી સોલાર ફોટોવોલેટિક્સ પ્રાઈવેટ લિમિટેડ (એસએચપીવી), કોઈમ્બતુરમાં વિશ્વ કક્ષાની એક ગીગાવોટ પ્લસ પીવી મોડયુલ ઉત્પાદન સુવિધા કાર્યરત છે. આ સુવિધા મોનોફેશિયલ અને બાયફેશિયલ બન્ને એપ્લિકેશન માટે ૩૬૫ ડબલ્યુપી થી ૬૩૦ ડબલ્યુપી સુધીના મોને પીઈઆરસી અને ટોપકોન મોડયુલ્સનું ઉત્પાદન કરે છે.
તમિલનાડુ ખાતે બેલેન્સ ઓફ સિસ્ટમ્સ (બીઓએસ) મેન્યુફેકચરિંગ સુવિધા, સેલમ નજીક અત્યાધુનિક સુવિધા ડિઝાઈન, એન્જિનિયરીંગ, ઉત્પાદન, પુરવઠો અને વિશિષ્ટ સોલાર મોડયુલ માઉન્ટિંગ સ્ટ્રકચર્સ (એમએમએસ) અને બેલેન્સ ઓફ સિસ્ટમ્સ (બીઓએસ) કોમ્પોનન્ટ્સ સાથે નિષ્ણાત છે. કંપનીની એમએમએસ ઉત્પાદન સુવિધા રૂફટોપ અને ગ્રાઉન્ડ-માઉન્ટેડ ઈન્સ્ટોલેશન માટે મજબૂત મોડયુલ માઉન્ટિંગ સ્ટ્રકચર્સનું ઉત્પાદન કરે છે. અદ્યતન રોલ ફોર્મિંગ મશીનો સાથે, પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ૦.૫ ગીગાવોટ પ્લસ છે, જે શ્રેષ્ઠ સૂર્યપ્રકાશ, ટકાઉપણું અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરે છે. કંપની સી પુર્લિન્સ, એચએટી પુર્લિન્સ અને કસ્ટમાઈઝ્ડ એમએમએસ ૨૦ વર્ષથી વધુ લાઈફટાઈમ ઓફર કરે છે.
બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૨ના રૂ.૪૬૯, માર્ચ ૨૦૨૩ના રૂ.૪૮૫, માર્ચ ૨૦૨૪ના રૂ.૫૧૭, માર્ચ ૨૦૨૫ના રૂ.૫૨૧, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૫૮૦
ઓપરેટીંગ આવક : માર્ચ ૨૦૨૨ના રૂ.૨૮૬ કરોડ, માર્ચ ૨૦૨૩ના રૂ.૨૨૯ કરોડ, માર્ચ ૨૦૨૪ના રૂ.૨૪૬ કરોડ, માર્ચ ૨૦૨૫ના રૂ.૪૩૧ કરોડ, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૭૫૦ કરોડ
શેર દીઠ આવક-ઈપીએસ (રૂ.) : માર્ચ ૨૦૨૨ના રૂ.૨૨.૨૯, માર્ચ ૨૦૨૩ના રૂ.૬.૧૬, માર્ચ ૨૦૨૪ના રૂ.૩૩.૮૫, માર્ચ ૨૦૨૫ના રૂ.૫.૬૬, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૬૦
બોનસ ઈતિહાસ : વર્ષ ૨૦૦૯માં ૧:૧ શેર, વર્ષ ૨૦૧૯માં ૧:૨ શેર બોનસ. આમ બોનસ શેરોની ૭૫ ટકા ઈક્વિટી ધરાવે છે.
શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર બાલન ફેમિલી પાસે ૫૬.૩૭ ટકા, કોર્પોરેટ/ફંડો/એચએનઆઈઝ પાસે ૨૩.૮૫ ટકા અને રિટેલ શેરધારકો પાસે ૧૯.૭૮ ટકા છે.
નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ : ઓપરેટીંગ આવક ૧૫૫ ટકા વધીને રૂ.૬૨૨ કરોડ ડેફર્ડ ટેક્ષ ૨૫ ટકા કોર્પોરેટ ટેક્ષની તુલનાએ સૌથી વધુ ૬૮ ટકા થવાના કારણે ચોખ્ખો નફો રૂ.૧૪ કરોડ નોંધાવી શેર દીઠ કમાણી-ઈપીએસ રૂ.૯.૨૨ હાંસલ કરી હતી.
(૨) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૫ થી જૂન ૨૦૨૫ : પ્રથમ ત્રિમાસિકમાં ઓપરેટીંગ આવક ૫૬ ટકા વધીને રૂ.૧૭૭ કરોડ નોંધાવી એનપીએમ ૧૧.૯૫ ટકા થકી ચોખ્ખો નફો ૨૨૦ ટકા વધીને રૂ.૨૧.૧૪ કરોડ હાંસલ કરી શેર દીઠ ત્રિમાસિક આવક રૂ.૧૩.૯૫ નોંધાવી છે.
(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૬ : અપેક્ષિત ઓપરેટીંગ આવક ૨૦ ટકા વધીને રૂ.૭૫૦ કરોડ મેળવી ૧૨.૦૨ ટકા નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ થકી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૯૧ કરોડ મેળવીને પૂર્ણ વર્ષની શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૬૦ અપેક્ષિત છે.
(૨) INTERNATIONAL TRAVEL HOUSE LTD.
માત્ર બીએસઈ(૫૦૦૨૧૩) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ,આઈટીસી લિમિટેડ ગુ્રપના ૬૧.૬૯ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગની, ISO 9001:2015, Certified, અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનારી, ઈન્ટરનેશનલ ટ્રાવેલ હાઉસ લિમિટેડ (INTERNATIONAL TRAVEL HOUSE LTD.), વર્ષ ૧૯૮૧માં ભારતની પ્રથમ પબ્લિક લિસ્ટેડ ટ્રાવેલ કંપની તરીકે શરૂ થયેલી ભારતની સૌથી પ્રતિષ્ઠિત કંપનીઓ પૈકી એક છે. કંપની કાર રેન્ટલ, બિઝનેસ ટ્રાવેલ, એમ.આઈ.સી.ઈ., લીઝર, ઈન્ફિનિટી-ટ્રાવેલ કોનસીઅર્જ સર્વિસિઝ પૂરી પાડવા ક્ષેત્રે સક્રિય છે. ૧૯ શહેરોમાં ૩૯ ઓફિસો અને ૧૨૦૦થી વધુ કર્મચારીઓ, ૩૦૦૦થી વધુ ક્લાયન્ટ અને અત્યાર સુધીમાં ૧૧ લાખથી વધુ ટ્રાન્ઝેકશન્સ કરી ચૂકેલી કંપની છે. આઈટીસી હોટલ્સ લિમિટેડની એક સહયોગી કંપની તરીકે ૮૫થી વધુ સ્થળોએ છ બ્રાન્ડ્સની હોટલો આઈટીસી હોટલ્સ, મેમેન્ટોસ, વેલ્કમહોટલ, સ્ટેર્રી, ફોર્ચ્યન હોટલ્સ, વેલ્કમહેરીટેજ હેઠળ ૧૧૫થી વધુ હોટલો ઓપરેટ કરી રહી હોઈ આ લક્ઝરી હોટલ્સ ચેઈન થકી કંપની મોટો બિઝનેસ મેળવી રહી છે. (નોંધ : ગત સપ્તાહમાં ગુજરાતમાં જાહેર રજાને લઈ રવિવાર ૧૭, ઓગસ્ટ ૨૦૨૫નો અંક પ્રકાશિત થઈ શક્યો નહોતો. એ દિવસે અન્ય મુંબઈ આવૃતિમાં ઈન્ટરનેશનલ ટ્રાવેલ હાઉસ લિમિટેડ વિશે લેખ પ્રકાશિત થયો હતો. ૧૭, ઓગસ્ટના શેરનો ભાવ રૂ.૪૭૧ હતો, જે અત્યારે ૨૨, ઓગસ્ટ ૨૦૨૫ના રૂ.૪૯૭ પ્રવર્તિ રહ્યો છે.) આઈટીસી લિમિટેડ, ગુ્રપના ૬૧.૬૯ ટકા પ્રમોટર હોલ્ડિંગની, ૧૦૦ ટકા ડેટ ફ્રી, ઈન્ટરનેશનલ ટ્રાવેલ હાઉસ લિમિટેડ (આઈટીએચએલ) અપેક્ષિત પૂર્ણ વર્ષ ૨૦૨૫-૨૬ની અપેક્ષિત શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૪૨.૪૧ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૨૫૦ સામે માત્ર બીએસઈ પર રૂ.૧૦ પેઈડ-અપ શેર રૂ.૪૯૭ ભાવે ૧૧.૭૧ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.
આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં.(૨) સ્વિલેક્ટ એનજીૅ સિસ્ટમ્સ લિમિટેડ (જૂનું નામ ન્યુમેરિક પાવર સિસ્ટમ્સ લિ.), બે બોનસ ઈસ્યુ થકી કુલ ઈક્વિટીમાં ૭૫ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી, પૂર્ણ વર્ષ ૨૦૨૫-૨૬ની અપેક્ષિત ઈપીએસ રૂ.૬૦ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૫૮૦ સામે મજબૂત બોનસ ઉમેદવાર, રૂ.૧૦ પેઈડ-અપ શેર એનએસઈ, બીએસઈ પર રૂ.૭૫૨ ભાવે ૧૨.૫૩ના પી/ઈએ ઉપલબ્ધ છે.










