gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 86088 ઉપર બંધ થતાં 86944 જોવાશે | The new week will see Sensex close at 8608…

G METRO NEWS by G METRO NEWS
November 23, 2025
in Business
0 0
0
નવા સપ્તાહમાં સેન્સેક્સ 86088 ઉપર બંધ થતાં 86944 જોવાશે | The new week will see Sensex close at 8608…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઐતિહાસિક ઊંચાઈને આંબવા મથતાં ભારતીય શેર બજારોમાં ગત સપ્તાહના અંતે તેજીની દોટને વિરામ આપવામાં આવ્યો છે. વૈશ્વિક પરિબળો નેગેટીવમાંથી પોઝિટીવ બનવા લાગી ટેરિફ મામલે ટ્રમ્પ કૂણા પડીને ઘર આંગણે  અમેરિકામાં જ વધતાં જતાં ફુગાવા અને મોંઘવારીથી ત્રસ્ત જનતાનો આક્રોશ ઠારવા ઘણી ચીજો પરની આકરી ટેરિફને પાછી ખેંચવાની ફરજ પડી છે. જીઓપોલિટીકલ ટેન્શન અત્યારે હળવું બન્યું છે, છતાં ડ્રેગનને અંકુશમાં લેવા ટ્રમ્પ જાપાનનું ખુલ્લું સમર્થન કરીને એશીયામાં પોતાનું આધિપત્ય જમાવવાની કોશીષ કરી રહ્યા છે. રશીયાને પણ અંકુશમાં લેવા રશીયા પાસેથી ઓઈલ ખરીદીને વેચનારા દેશો પર આકરાં ટેરિફની ચીમકી આપીને કંઈક અંશે ભારત સહિત ઘણા દેશોને રશીયા પાસેથી આયાત ઘટાડવા ટ્રમ્પ સફળ રહ્યા છે. બીજી તરફ અમેરિકાની નારાજગી દૂર કરવા ભારતે પણ અમેરિકા સાથે એલપીજીનો પુરવઠો ખરીદવાના કરાર કર્યા છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની હાઈપ બાદ વિશ્વને હવે ડોટકોમ બસ્ટની જેમ એઆઈ પરપોટાની ચિંતા થવા લાગી છે, ત્યારે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ ક્ષેત્રે પાછલા સપ્તાહમાં તેજીનો ચમકારો જોવાયો છે. ટેકનોલોજી ક્ષેત્રે ઝડપી બદલાવની સાથે વૈશ્વિક બજારોમાં જોવાઈ રહેલી ઉથલપાથલ આગામી દિવસોમાં પણ જળવાઈ રહેવાની શકયતા છે. ફોરેક્સ માર્કેટમાં અઠવાડિયાના અંતે યુ.એસ. ડોલર સામે ભારતના રૂપિયાનું રેકોર્ડ ધોવાણ થતાં એક તરફ વિશ્વ બજારમાં  ભારતીય નિકાસોને સ્પર્ધાત્મક બનાવવા રૂપિયાના પતનને પોઝિટીવ લેવાઈ રહ્યું છે. પરંતુ ક્રુડ ઓઈલ સહિતની મોટી આયાત પર નિર્ભર ભારત માટે રૂપિયો નબળો પડવો એ આયાત મોંઘી બનવાનું અને મોંઘવારી વધવાનું જોખમ હોઈ નેગેટીવ લેખાઈ રહ્યું છે. વૈશ્વિક બજારોમાં સોના, ચાંદી, બિટકોઈન સહિતની તેજીના વળતાં પાણી સામે આગામી દિવસોમાં ઈક્વિટીમાં આકર્ષણ વધવાની જાણકારો અપેક્ષા મૂકી રહ્યા છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની વેચવાલી ધીમી પડી ખરીદી થઈ રહી હોવાના  આંકડાને  જોતાં સમયાંતરે આંચકા સાથે બજારમાં તેજીનો દોર આગળ વધવાની અપેક્ષા છે. સ્થાનિક અને  વૈશ્વિક પરિબળોને જોતાં વૈશ્વિક બજારોમાં ઉથલપાથલની શકયતાએ આગામી નવા સપ્તાહમાં સેન્સેક્સ ૮૪૩૮૮ના સપોર્ટે ૮૬૦૮૮ ઉપર બંધ થતાં ૮૬૯૪૪ અને નિફટી સ્પોટ ૨૫૭૮૮ના ટેકાએ ૨૬૩૩૩ ઉપર બંધ થતાં ૨૬૬૧૧ જોવાઈ શકે છે.

અર્જુનની આંખે : GILLETTE INDIA LTD.

બીએસઈ (૫૦૭૮૧૫), એનએસઈ (GILLETTE) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, જીલેટ ઈન્ડિયા લિમિટેડ(GILLETTE INDIA LIMITED), કંપનીઝ એક્ટ ૧૯૫૬ની જોગવાઈઓ હેઠળ સ્થાપિત એક પબ્લિક કંપની છે. કંપની ગુ્રમિંગ અને ઓરલ કેર સેગમેન્ટમાં તેના વિવિધ બ્રાન્ડ્સ હેઠળ પેકેજ્ડ ફાસ્ટ મુવિંગ ગુડ્ઝનું ઉત્પાદન અને વેચાણ કરવામાં સક્રિય છે. જીલેટ રેઝર અને બ્લેડ, શેવિંગ જેલ, શેવિંગ ક્રીમ અને આફ્ટર શેવનું વેચાણ ડ્રગ સ્ટોર્સ, ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ, કરિયાણાની દુકાનો, માસ મર્ચેન્ડાઈઝર્સ, મેમ્બરશીપ ક્લબ સ્ટોર્સ જેવા વિવિધ માધ્યમો દ્વારા કરે છે.

પ્રમુખ મુદ્દાઓ : જાણીતા બ્રાન્ડ્સનો પોર્ટફોલિયો જીલેટ વીનસ, બ્રૌન, ઓરલ બી. બ્લેડ્સ અને રેઝર શ્રેણીમાં અગ્રણી.

ઉત્પાદનો : જિલેટ ઈન્ડિયા લિમિટેડ પાસે ત્રણ પ્રમુખ ઉત્પાદનો છે, એટલે કે બ્લેડ અને રેઝર, ઓરલ કેર અને ટોયલેટરીઝ.

ગુ્રમિંગ સેગ્મેન્ટ : જિલેટ મેન્સ માટે બ્લેડ અને રેઝર સેગ્મેન્ટમાં માર્કેટ લીડર બની રહી છે. કંપનીના ઉત્પાદન પોર્ટફોલિયોમાં શેવ પ્રેપ્સ, શેવિંગ બ્લેડ, ફીમેલ શેવિંગ બ્લેડ, ઈલેક્ટ્રિક ગુ્રમિંગ રેઝર અને પ્રીમિયમ બ્લેડનો સમાવેશ થાય છે.

નાણાકીય વર્ષ ૨૦૨૪માં કંપનીએ જીલેટ લેબ્સ રેઝર, વિનસ બિકીની સેન્સિટિવ રેઝર લોન્ચ કર્યા હતા.

પોર્ટફોલિયો : જીલેટ ગાર્ડ, જીલેટ મેક-૩, જિલેટ ફયુઝન, જીલેટ વિનસ અને બ્રૌન.

ઓરલ કેર સેગ્મેન્ટ : કંપની આ સેગ્મેન્ટમાં ઓરલ બી બ્રાન્ડ હેઠળ કાર્યરત છે અને ઈલેક્ટ્રિક ટુથબ્રશિશ, સેન્સિટીવ બ્રશિસ, ડીપ ક્લિન, બેઝ ક્લિન અને કિડ્સ બ્રશનું વેચાણ કરે છે.

સેગ્મેન્ટ પ્રમાણે નાણા વર્ષ ૨૦૨૪માં આવક : ગુ્રમિંગ ૮૦ ટકા અને ઓરલ કેર ૨૦ ટકા.

મેન્યુફેકચરીંગ સવલતો : કંપની ભિવાડી-રાજસ્થાન અને બદી-હિમાચલ પ્રદેશમાં બે મેન્યુફેકચરીંગ પ્લાન્ટો ધરાવે છે.

વેચાણ વિસ્તારો : કંપની તેના ઉત્પાદનોનું ભારતભરમાં વેચાણ અને ૧૩ દેશોમાં નિકાસ કરે છે. આવકમાં નિકાસનો હિસ્સો ૫.૫ ટકા જેટલો છે.

મે ૨૦૨૪ કુમાર વેંકટાસુબ્રમ્ણિયમની પાંચ વર્ષ માટે ડિરેકટર અને મેનેજિંગ ડિરેકટર તરીકે નિમણૂક થઈ હતી.

ટ્રાન્સફર પ્રાઈસીંગ પદ્વતિમાં ફેરફાર : કંપનીએ માર્ચ ૨૦૨૪માં તેની ટ્રાન્સફર પ્રાઈસીંગ પદ્વતિમાં ફેરફાર કરતાં વધારાની રૂ.૮ કરોડની વેરા જવાબદારી આવી હતી, પરંતુ કંપનીની નાણા વર્ષ ૨૦૧૪-૧૫ અને નાણા વર્ષ ૨૦૧૬-૧૭ માટેની રૂ.૨૫૦ કરોડની કન્ટીજન્ટ જવાબદારીમાં ઘટાડો થયો છે.

આર એન્ડ ડી અને મૂડી ખર્ચ : કંપની પી એન્ડ જી ગુ્રપના વિશ્વભરના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ-આર એન્ડ ડીના લાભ મેળવી રહી છે એટલે કંપનીએ નાણા વર્ષ ૨૦૨૪માં આર એન્ડ ડી અને મૂડીખર્ચ કર્યો નથી.

કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :

(૧) નવ માસિક જુલાઈ ૨૦૨૪થી માર્ચ ૨૦૨૫ : કુલ આવક રૂ.૨૨૬૩ કરોડ મેળવીને કરવેરા પૂર્વે નફો રૂ.૫૫૪ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએ ૧૮.૭૧ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૪૧૮ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૨૮.૧૭ હાંસલ કરી, બુક વેલ્યુ રૂ.૩૫૭ નોંધાવી છે.

(૨) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૫થી જૂન ૨૦૨૫ : કુલ આવક રૂ.૭૧૩ કરોડ મેળી કરવેરા પૂર્વેનો નફો રૂ.૧૯૫ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૨૦.૬૮ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૪૬ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૪૪.૭૧ હાંસલ કરી છે.

(૩) બીજા ત્રિમાસિક જુલાઈ ૨૦૨૫થી સપ્ટેમ્બર ૨૦૨૫ : કુલ આવક રૂ.૮૨૦ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો રૂ.૧૯૩ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૭.૮૦ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૪૪ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૪૪.૦૮ હાંસલ કરી છે.

(૪) પ્રથમ છમાસિક એપ્રિલ ૨૦૨૫થી સપ્ટેમ્બર ૨૦૨૫ : કુલ આવક રૂ.૧૫૩૩ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો રૂ.૩૮૮ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૯.૨૦ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૨૯૦ કરોડ હાંસલ કરી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૮૮.૭૯ હાંસલ કરી છે.

(૫) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ : અપેક્ષિત કુલ આવક રૂ.૩૨૦૦ કરોડ થકી કરવેરા પૂર્વેનો નફો રૂ.૮૩૨ કરોડ અને અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૯.૫ ટકા થકી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૬૨૪ કરોડ મેળવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૯૧  અને બુક વેલ્યુ રૂ.૫૪૮ અપેક્ષિત છે.

(૬) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬થી માર્ચ ૨૦૨૭ : અપેક્ષિત કુલ આવક રૂ.૩૬૫૦ કરોડ થકી કરવેરા પૂર્વેનો નફો રૂ.૯૬૩ કરોડ મેળવી અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૨૦.૦૬ ટકા થકી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૭૨૨ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૨૨ અને બુક વેલ્યુ રૂ.૭૭૦ અપેક્ષિત છે.

બોનસ ઈતિહાસ : વર્ષ ૧૯૮૯માં ૧:૧ શેર બોનસ

શેર હોલ્ડિંગ પેટર્ન : જીલેટ ડાઈવર્સિફાઈડ પાસે ૩૫ ટકા, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ ઓવરસીઝ ઈન્ડિયા બી.વી. ૪૦ ટકા મળી પ્રમોટર્સ પાસે ૭૫ ટકા, મ્યુચ્યુઅલ ફંડો પાસે ૫.૦૩ ટકા, રિટેલ રોકાણકારો પાસે ૫.૬૧ ટકા, એચએનઆઈ, કોર્પોરેટ અને ફોરેન કંપનીઓ પાસે ૫.૨૪ ટકા છે.

ડિવિડન્ડ : વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૧૯૦ ટકા, વર્ષ ૨૦૨૧-૨૨માં ૬૯૦ ટકા, વર્ષ ૨૦૨૨-૨૩માં ૮૫૦ ટકા, વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૩૦૦ ટકા, વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૧૨૦ ટકા (૯ મહિના).

બુક વેલ્યુ : ૨૦૨૧માં રૂ.૨૩૯, વર્ષ ૨૦૨૨માં રૂ.૨૬૦, વર્ષ ૨૦૨૩માં રૂ.૨૯૭, વર્ષ ૨૦૨૪માં રૂ.૨૯૨, વર્ષ ૨૦૨૫માં રૂ.૩૫૭, અપેક્ષિત વર્ષ ૨૦૨૬માં રૂ.૫૪૮, અપેક્ષિત વર્ષ ૨૦૨૭માં રૂ.૭૦૦

શેર દીઠ આવક-ઈપીએસ : જૂન ૨૦૨૧ના રૂ.૯૫.૨૪, જૂન ૨૦૨૨ના રૂ.૮૮.૭૮, જૂન ૨૦૨૩ના રૂ.૧૦૯.૧૪, જૂન ૨૦૨૪ના રૂ.૧૨૬.૩૩, માર્ચ ૨૦૨૫ના રૂ.૧૨૮.૧૬(૯મહિના), અપેક્ષિત માર્ચ૨૦૨૬ના રૂ.૧૯૧, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૨૨૨

આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨)  જીલેટ ઈન્ડિયા લિમિટેડ, અપેક્ષિત ડિવિડન્ડ ૧૫૦૦ ટકા વર્ષ ૨૦૨૫-૨૬ અને ૨૦૨૬-૨૭ માટે, પૂર્ણ નાણા વર્ષ ૨૦૨૬-૨૭માં અપેક્ષિત શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૨૨ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૭૦૦ સામે શેર એનએસઈ, બીએસઈ પર રૂ.૮૨૬૬ ભાવે, પર્સનલ કેર-મલ્ટિનેશનલ ઈન્ડસ્ટ્રીઝના સરેરાશ ૫૫ના પી/ઈ સામે૩૭.૨૩ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીયોના ઘરોમાં અમેરિકા-ચીન કરતાં પણ અનેક ગણું વધારે સોનું, જુઓ ટોપ-5 દેશોની યાદી | gold reserves m…
Business

ભારતીયોના ઘરોમાં અમેરિકા-ચીન કરતાં પણ અનેક ગણું વધારે સોનું, જુઓ ટોપ-5 દેશોની યાદી | gold reserves m…

February 9, 2026
રશિયા પાસેથી ભારત ઓઈલ ખરીદશે કે નહીં? વિદેશ મંત્રાલયે આપ્યો સ્પષ્ટ જવાબ | India to Buy Russian Oil F…
Business

રશિયા પાસેથી ભારત ઓઈલ ખરીદશે કે નહીં? વિદેશ મંત્રાલયે આપ્યો સ્પષ્ટ જવાબ | India to Buy Russian Oil F…

February 9, 2026
સોના-ચાંદીનું બજાર ફરી ગરમ, સિલ્વરમાં પ્રતિ કિલો 8,736 રૂપિયાનો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ | gold silve…
Business

સોના-ચાંદીનું બજાર ફરી ગરમ, સિલ્વરમાં પ્રતિ કિલો 8,736 રૂપિયાનો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ | gold silve…

February 9, 2026
Next Post
‘લડીને જીતવાની તાકાત નથી એટલે…’ દિલ્હી બ્લાસ્ટ મામલે ભારતીય સૈન્ય પ્રમુખની પાક.ને ચેતવણી | Army Ch…

'લડીને જીતવાની તાકાત નથી એટલે...' દિલ્હી બ્લાસ્ટ મામલે ભારતીય સૈન્ય પ્રમુખની પાક.ને ચેતવણી | Army Ch...

વાયુ પ્રદૂષણે દિલ્હીની દશા બગાડી, AQI 400 પાર, 50% કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સલાહ | AQI Above 400…

વાયુ પ્રદૂષણે દિલ્હીની દશા બગાડી, AQI 400 પાર, 50% કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સલાહ | AQI Above 400...

દિલ્હીમાં 11ની જગ્યાએ 13 જિલ્લા થઈ જશે, 7ના નામ બદલાશે, 2 નવા ઉમેરાશે, જુઓ યાદી | Delhi will now hav…

દિલ્હીમાં 11ની જગ્યાએ 13 જિલ્લા થઈ જશે, 7ના નામ બદલાશે, 2 નવા ઉમેરાશે, જુઓ યાદી | Delhi will now hav...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2.50 લાખ સામે 15.94 લાખ ચૂકવ્યા છતાં વધુ 10 લાખ માંગી ધમકી આપી | Despite paying 15 94 lakhs against …

2.50 લાખ સામે 15.94 લાખ ચૂકવ્યા છતાં વધુ 10 લાખ માંગી ધમકી આપી | Despite paying 15 94 lakhs against …

4 months ago
કેન્દ્રિય કેબિનેટના ત્રણ મોટા નિર્ણય: PM ધન-ધાન્ય કૃષિ યોજના માટે 24 હજાર કરોડની મંજૂરી | 24000 cror…

કેન્દ્રિય કેબિનેટના ત્રણ મોટા નિર્ણય: PM ધન-ધાન્ય કૃષિ યોજના માટે 24 હજાર કરોડની મંજૂરી | 24000 cror…

7 months ago
ઘાસચારા કૌભાંડમાં દોષિત લાલુ યાદવની સંપત્તિ જપ્ત કરાશે? સમ્રાટ ચૌધરીના નિવેદને ચર્ચા જગાવી | bihar n…

ઘાસચારા કૌભાંડમાં દોષિત લાલુ યાદવની સંપત્તિ જપ્ત કરાશે? સમ્રાટ ચૌધરીના નિવેદને ચર્ચા જગાવી | bihar n…

11 months ago

Explainer: ‘પ્લેનેટરી હેલ્થ ડાયેટ’, જાણો કેવી રીતે આ ભોજન પૃથ્વી અને પર્યાવરણને બચાવી શકે છે | Planetary Health Diet: The Global Meal Plan That Can Save Both Earth and Humans

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News