![]()
તિરુઅનંથપુરમ,૧૯ સપ્ટેમ્બર,૨૦૨૫,શુક્રવાર
કેરલમાં મગજ ખાઇ જતા અમીબાનો પ્રકોપ વધતા હાહાકાર મચી ગયો છે. જો કે નિષ્ણાતોનું માનવું છે કે આ ઇન્ફેકશન કોઇ નવું નથી પરંતુ એક બીજાની નજીક આવવાથી પણ ફેલાતી નથી. કેરલમાં મગજ ખાતા અમીબાના પ્રકોપથી ૧૯ લોકોના મોત થયા છે. બ્રેન ઇન્ફેકશનથી પીડાતા લોકોના ટેસ્ટ થઇ રહયા છે. આ ટેસ્ટને વેટ માઉટ કહેવામાં આવે છે જેનાથી માણસના દિમાંગમાં અમીબા છે કે નહી તેનો ખ્યાલ આવે છે. આ ટેસ્ટ માટે કમરના હાડકામાં સોય નાખીને ફલુઇડનો ઉપયોગ કરવામાં આવે છે.
વેટ માઉંટ ટેસ્ટની સંખ્યા વધારવામાં આવતા માલૂમ પડયું કે આ ટેસ્ટ મોટા પાયા પર શરુ થયો છે. કેરલમાં ફેલાયેલી આ બીમારી એક સુક્ષ્મ પરજીવી છે જે નેગલેરિયા ફાઇલેરી નામથી ઓળખાય છે. સામાન્ય રીતે મગજ ખાનારા અમીબા તરીકે ઓળખાય છે. આ સુક્ષ્મ જીવ અમીબિક મેનિંગોએન્સેફેલાઇટિસ કે પીએએમ નામની સ્થિતિ ઉભી કરે છે. પાણી જયારે નાકમાં જાય છે ત્યારે પરજીવી નાકના રસ્તે મગજમાં પ્રવેશ કરી શકે છે. પરજીવીના લીધે મગજમાં આવતો સોજો વિનાશનું કારણ બને છે.આ સંક્રમણ મોટે ભાગે જીવલેણ સાબીત થાય છે.
સંક્રમણ થયા પછી મુત્યુ થવાની શકયતા ૯૮ ટકા જેટલી રહે છે. કેરલમાં છેલ્લા એક વર્ષમાં ૭૦ થી વધુ કેસ નોંધાયા છે. આ એક એવી બીમારી છે જેનો દુનિયામાં કોઇ દવા નથી. આરોગ્ય અધિકારીઓએ હોસ્પિટલને નિર્દેશ આપ્યો છે કે તાજા પાણીના સંપર્કમાં આવ્યા હોય એવા વ્યકિતમાં જો મેનેટાઇટિસ જેવા લક્ષણો દેખાય તો તરત જ પીસીઆર પરિક્ષણ દ્વારા પુષ્ટી કરવામાં આવે. સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર અમીબાના લક્ષણો અંગે જાણકારી આપવામાં આવી છે. આ બીમારીમાં શરુઆતમાં તાવ, માથાનો દુખાવો, ઉલટી અને ગરદનમાં દુખાવો થાય છે. ખૂબ જ ઝડપથી દર્દી પર બ્રેઇન એટેક આવે છે અથવા તો કોમામાં જતો રહે છે. ડૉકટરનું કહેવું છે કે જયારે બેકટીરિયલ મેનિંજાઇટિસની ખબર પડે ત્યારે દર્દીને બચાવવામાં ખૂબજ વાર થઇ હોય છે.










