gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નિકોલમાં છરીના ઘા મારી બિલ્ડરની હત્યા લાશ ડેકીમાં છૂપાવી કાર ઓઢવમાં પાર્ક કરી | Ewe chon kau imw a n…

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in GUJARAT
0 0
0
નિકોલમાં છરીના ઘા મારી બિલ્ડરની હત્યા લાશ ડેકીમાં છૂપાવી કાર ઓઢવમાં પાર્ક કરી | Ewe chon kau imw a n…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, રવિવારનિકોલમાં છરીના ઘા મારી બિલ્ડરની હત્યા લાશ ડેકીમાં છૂપાવી કાર ઓઢવમાં પાર્ક કરી 1 - image

 અમદાવાદમાં અસામાજિક તત્વોને પોલીસનો ડરના હોય તેમ બિહારના જેમ સરેઆમ હત્યા કરવામાં આવી રહી છે. પાલડીમાં સરાજાહેર હત્યા બાદ નિકોલમાં બિલ્ડરની હત્યા કરવામાં આવી છે. ૪૫ કરોડ રૃપિયાના વિવાદમાં પૂર્વ ભાગીદાર બિલ્ડરે સોપારી આપી હતી. છરીના ઘા ઝીંકી બિલ્ડર હિમ્મતભાઈ રૃડાણીની હત્યા કર્યા તેમની જ મર્સિડીસ કારની ડેકીમાં મૃતદેહ બાદ સોપારી કીલર્સ બે કલાક સુધી ફરતાં રહ્યાં હતાં. નિકોલમાં હત્યા પછી ડેકીમાં લાશ સાથેની કાર ઓઢવમાં  વિરાટનગર ઓવરબ્રિજ નીચે પાર્ક કરી દેવામાં આવી હતી. ગણતરીના કલાકોમાં જ ઓઢવ પોલીસે બનાસકાંઠા પોલીસની મદદ લઈને ત્રણ હત્યારાને પકડી પાડયા છે. જ્યારે, સોપારી આપનાર બિલ્ડર મનસુખ લાખાણીની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે. એક સમયના ભાગીદાર એવા બે બિલ્ડર વચ્ચે દોઢ-બે વર્ષથી ચાલતા વિવાદમાં આખરે હત્યાની ઘટના બની હોવાનું ઓઢવ પીઆઇ,પી.એન.ઝીંઝુવાડીયા એ જણાવ્યું હતું.

૧૦૦ સીસીટીવી ચેક કરી રાજસ્થાન સિરોહીથી હત્યારાને પકડયાઃ હિમ્મત રૃડાણીની હત્યામાં ભાગીદાર બિલ્ડર મનસુખ લાખાણી સહિત ૪ સકંજામાં

બાપુનગરમાં ઇન્ડીયા કોલોની પાસે કૈલાશધામ સોસાયટીમાં રહેતા અને ડી.વી. ડેવલોપર્સ તથા ક્રિષ્ના હેરીટેજના નામે કન્ટ્રશનના વ્યવસાય કરતા ધવલભાઇ હિંમતભાઇ રૃડાણી (ઉ.વ.૩૧)એ ઓઢવ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ ગઇકાલે નરોડા હંસપુરા ખાતે સાઇટ ઉપર જતા હતા ત્યારે બપોરે તેમના પિતા હિંમતભાઇ રૃડાણી (ઉ.વ.૬૩) કાર લઇને સામે મળ્યા હતા. વાતચીત કરીને પિતા-પુત્ર છૂટા પડયા બાદ બાદમાં બપોરે સાથે જમતા હોવાથી પુત્રએ પિતાને ફોેન કરતા ફોન સ્વીચ ઓફ આવતો હતો. વારંવાર ફોેન કરવા છતાં સ્વીચ ઓફ આવતો હોવાથી માતાને ફોેન કરીને પિતા ઘરે આવ્યા કે કેમ કહેતા માતાએ ઘરે નહી હોવાનું કહ્યું હતું. 

ત્યારબાદ પુત્રએ સગા સબંધીની મદદથી પિતાની શોધખોળ હાથ ધરતાં ઓઢવમાં વિરાટનગર ઓવરબ્રિજ નીચેથી મર્સિડીસ કાર પાર્ક કરેલી મળી હતી જેને લઇને આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરતાં પિતાની ક્યાં ગયેલા તે જાણવા માટે પ્રયાસ કરવા છતાં કોઇ માહિતી મળી ન હતી. બીજીતરફ કારની બીજી ચાવી મંગાવી હતી દરમિયાન મોબાઇલ લાઇટથી કારમાં જોતા પાછળની સીટ ઉપર લોહી વાળો રૃમાલ અને મોબાઇલ દેખાતા શંકા ગઇ હતી અને ગભરાઇ ગયા હતા બાદમાં પોલીસને જાણ કરી હતી અને કારની ડેકી ચેક કરતાં તેમાં યુવકના પિતાની લોહીથી લથપથ હાલતમાં હત્યા કરેલી લાશ મળી હતી. જેમાં મૃતક વૃદ્ધ બિલ્ડરને છાતી, પેટ અને પડખામાં છરીના ઘા મારેલા હતા. પોલીસે બ્રિજ નીચે પાર્ક કરેલા બાઇક આધારે તપાસ કરતા મિત્રની બાઇક લઇને આવ્યા હતા. પોલીસે જેના લોકેશન આધારે પોલીસે  બનાસકાંઠા પોલીસની મદદથી રાજસ્થાનના સિરોહી ખાતેથી લકઝરી બસમાંથી એક સગીર અને હીરાવાડી ચાર રસ્તા પાસે રહેતા હિમાંશુ ઉર્ફે રાહુલ હરીશભાઇ રાઠોડ તથા જાવલ શિરોહીના પપ્પુ હિરાજી મેઘવાલની ધરપકડ કરી હતી. તેઓની પૂછપરછમાં મૃતક બિલ્ડરની પૂર્વ ભાગીદાર મનસુખભાઇ લાખાણી ઉર્ફે જેકીએ ચાર દિવસ પહેલા હિમતભાઇ રૃડાણીની હત્યા કરવા માટે સોપારી આપી હતી. તેમની રેકી કરીને નિકોલમાં સરધામના બેઝમેન્ટમાં હત્યા કરી હતી અને લાશને ડેકીમાં મૂકીને ઓઢવ ખાતે પાર્ક કરીને નાસી ગયા હતા.

પોલીસે ગણતરીના કલાકોમાં હત્યા કરનારાં ત્રણ આરોપીને પકડી પાડયા છે. જ્યારે, ૪૫ કરોડની લેવડદેવડના મુદ્દે ચાલતા વિવાદમાં સોપારી આપનાર બિલ્ડર મનસુખ લાખાણીને પણ સકંજામાં લઈને સોપારી આપી હત્યા કેસના તમામ રહસ્યો ખોલવા તપાસ હાથ ધરી છે.

—–

આરોપી હિમાંશું પૂર્વ ભાગીદારનો ગાર્ડ રહ્યો હતો

દોઢ વર્ષ પહેલા હાથપગ તોડવા ૫૦ હજારની સોપારી આપી હતી

અમદાવાદ, રવિવાર

 નિકોલમાં બિલ્ડરની હત્યાની ઘટનાથી બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે, કરોડો રૃપિયાની લેતી દેતીમાં મૃતક હિમતભાઇના હાથ પગ તોડવા માટેે પૂર્વ ભાગીદારે તેમના ત્યાં ગાર્ડ તરીકે નોકરી કરતા હિમાંશુને રૃા. ૫૦ હજારની સોપારી આપી હતી પરંતું જે તે સમયે મોકો મળ્યો ન હતો.

બિલ્ડર હિંમતભાઇ રૃડાણી અને મનસુખભાઇ લાખાણી ધંધામાં ભાગીદાર હતા ત્યારથી રૃપિયા ૪૫ કરોડનો વિવાદ ચાલી રહ્યો હતો.ચાર દિવસ પહેલા ફરીથી તેમની હત્યા કરવા માટે લોખો રૃપિયાની સોપારી આપવાનું નક્કી કર્યું હતું, જેને લઇને આરોપીઓ બિલ્ડરની રેકી કરતા હતા ગઇકાલે બપોરે તેઓ એકલા નિકોલ સરધામ કોમ્પલેક્ષમાં ગયા હતા અને મીટીંગ પૂરી કરીને આવતાં બેઝમેન્ટમાં આરોપીઓ તેમના ઉપરથી હુમલો કરીને હત્યા કરી હતી.

———

પિતાનો ફોન સ્વીચ ઓફ આવતાં પુત્રએ મિત્રો સાથે શોધખોળ શરુ કરતાં હત્યાનો ઘટસ્ફોટ

પુત્ર સવારે પોતાના કામ ધધે હંસપુરા ખાતે ગયો હતો રસ્તામાં પિતા મળ્યા તેમની સાથે વાતચીત કરીને છૂટા પડયા બાદ બપોરે સાથે જમતા હોવાથી પિતાને ફોેન કર્યો હતો. પરંતુ ફોન સતત સ્વીચ ઓફ આવતો હતો. પુત્રએ મિત્રોની મદદથી શોધખોળ કરતાં હત્યાનો ઘટસ્ફોટ થયો હતો.

ઓઢવમાં કારની સીટમાં લોહી વાળો રૃમાલ જોઇને શંકા ગઇ ઃ ડેકી ખોલતા પિતાનો મૃતદેહ મળ્યો 

બિલ્ડર હિંમતભાઇ અને તેમના પુત્ર બન્ને એક જ સ્થળે કન્ટ્રકશનનો વ્યવસાય કરતા હતા. નિયમીત બપોરે સાથે જમતા હતા ગઇકાલે પુત્ર પોતાના કામ પૂર્ણ કરીને બપોરે ૩ વાગે હંસપુરા ખાતે પરત આવ્યા બાદ જમવા બોલાવવા માટે પિતાને ફોેન કર્યો હતો પરંતુ પિતાનો ફોેન સ્વીચ ઓફ આવતો હતો. કામમાં વ્યસ્ત પુત્ર સાંજે ૭.૪૫ વાગે આફિસથી નીકળીને પિતાને શોધવા માટે નિકોલમાં તપાસ કરી હતી બાદમાં મિત્ર સાથે શોધખોળ કરતા કરતા ઓઢવ વિરાટનગર બ્રિજ નીચે પિતાની કાર પાર્ક કરેલી નજરે પડી હતી.

મોબાઇલની બેટરીથી કારમાં જોતા કારની પાછળની સીટ ઉપર લોહી વાળો રૃમાલ જોઇને શંકા ગઇ હતી ત્યારબાદ પોલીસને જાણ કરીને કારની ડેકી ખોલતા હત્યાનો ઘટસ્ફોટ થયો હતો.

———–

બાઇક નંબરથી આરોપી સુધી પોલીસ પહોંચી

બિલ્ડરની હત્યા કર્યા બાદ આરો હિમાંશું સહિતના આરોપીઓ બાઇક બિજ નીચે પાર્ક કરીને નાસી છૂટયા હતા. હત્યાની જાણ થતાં ઓઢવ, નિકોલ અને રામોલ પોલીસ સહિતની ટીમે સીસીટીવી ચેક કરતા બપોરે ૨.૩૦ વાગે  મૃતકની કાર અને બાઇક નજરે પડી હતી. જેને લઇને પોલીસે બાઇકના નંબર આધારે બાઇક માલિકના ત્યાં જઇને પૂછપરછ કરતાં તેણ તેના મિત્રને બાઇક આપી હતી તે સમયે તેની સાથે તેના સાગરીતો પણ હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS
GUJARAT

રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

March 23, 2026
૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …
GUJARAT

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

March 23, 2026
Next Post
ચૂંટણી પંચે રાહુલના વોટ ચોરીના આક્ષેપોની તપાસ કરાવવી જોઈએ

ચૂંટણી પંચે રાહુલના વોટ ચોરીના આક્ષેપોની તપાસ કરાવવી જોઈએ

તલાટીની પરીક્ષાનું પેપર સરળ અને નિયત સમયમાં પૂર્ણ થાય તેવું | talati exam over and paper was easy

તલાટીની પરીક્ષાનું પેપર સરળ અને નિયત સમયમાં પૂર્ણ થાય તેવું | talati exam over and paper was easy

કોંગ્રેસને ભારતીય સૈન્ય કરતા પાક.ના આતંકવાદ પર વધુ વિશ્વાસ છે : મોદી

કોંગ્રેસને ભારતીય સૈન્ય કરતા પાક.ના આતંકવાદ પર વધુ વિશ્વાસ છે : મોદી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

SpiceJet ફ્લાઈટ અચાનક નીચે આવવા લાગી… શ્રીનગર એરપોર્ટ પર કરાયું ઈમરજન્સી લેન્ડિંગ | SpiceJet fligh…

SpiceJet ફ્લાઈટ અચાનક નીચે આવવા લાગી… શ્રીનગર એરપોર્ટ પર કરાયું ઈમરજન્સી લેન્ડિંગ | SpiceJet fligh…

7 months ago
ગીરીરાજ ડેવલોપર્સનું બેંક લોનમાં કરોડોનું કૌભાંડ: રણોલી BOB શાખામાં 3.47 કરોડની છેતરપિંડી, 8 સામે ગુ…

ગીરીરાજ ડેવલોપર્સનું બેંક લોનમાં કરોડોનું કૌભાંડ: રણોલી BOB શાખામાં 3.47 કરોડની છેતરપિંડી, 8 સામે ગુ…

4 months ago
થાન અને ધ્રાંગધ્રામાંથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા-રમાડતા ત્રણ ઝડપાયા | Three arrested for betting on…

થાન અને ધ્રાંગધ્રામાંથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા-રમાડતા ત્રણ ઝડપાયા | Three arrested for betting on…

12 months ago
વિશ્વ ચકલી દિવસ: અમદાવાદમાં ‘એક પ્રયાસ ચકલી બચાવવાનો’ અભિયાન, પરિમલ ગાર્ડન ખાતે વિનામૂલ્યે ચકલીના મા…

વિશ્વ ચકલી દિવસ: અમદાવાદમાં ‘એક પ્રયાસ ચકલી બચાવવાનો’ અભિયાન, પરિમલ ગાર્ડન ખાતે વિનામૂલ્યે ચકલીના મા…

3 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News