gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં રાહુલ-સોનિયા સામે ઇડીની ચાર્જશીટ | ED charges Rahul Sonia in Nati…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in INDIA
0 0
0
નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં રાહુલ-સોનિયા સામે ઇડીની ચાર્જશીટ | ED charges Rahul Sonia in Nati…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દિલ્હીના વિશેષ જજે ચાર્જશીટની ચકાસણી કરી, 25મીએ સુનાવણી

– સોનિયાને આરોપી નંબર 1, રાહુલને આરોપી નંબર 2 બનાવાયા : અન્ય કેસમાં વાડ્રાની ઇડી દ્વારા બે કલાક પૂછપરછ, આજે ફરી હાજર થશે

નવી દિલ્હી : નેશનલ હેરાલ્ડ કેસમાં ૯૮૮ કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ બદલ કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને વર્તમાન સાંસદ રાહુલ ગાંધી સામે પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં કોંગ્રેસના આ બન્ને નેતાઓને આરોપી બનાવવામાં આવ્યા છે. સોનિયા ગાંધીને આરોપી નંબર ૧ અને રાહુલને આરોપી નંબર ૨ બનાવાયા છે. જેને કારણે આ મામલે ભારે હોબાળો જોવા મળી રહ્યો છે. દિલ્હીના રાઉઝ એવન્યૂ કોર્ટના વિશેષ જજ વિશાલ ગોગણે દ્વારા ચાર્જશીટની તપાસ કરાઇ હતી, આ મામલે હવે ૨૫મી એપ્રીલે વધુ સુનાવણી કરવામાં આવશે.  

ઇડીની ચાર્જશીટમાં માત્ર સોનિયા અને રાહુલ ગાંધી જ નહીં સાથે રાહુલ ગાંધીના ખાસ મનાતા સામ પિત્રોડા અને સુમન દુબેને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. અન્ય આરોપીઓમાં યંગ ઇન્ડિયન, ડોટેક્સ મર્કન્ડાઇઝ પ્રા. લિ. અને સુનિલ ભંડારીનો પણ સમાવેશ કરાયો હોવાના અહેવાલો છે. આ ચાર્જશીટ મની લોન્ડરિંગના કાયદાની કલમ ૩ (મની લોન્ડરિંગ), કલમ ૪ (મની લોન્ડરિંગ બદલ સજા) હેઠળ ઇડીના વકીલ એન કે મટ્ટા દ્વારા દાખલ કરાઇ હતી. જજે કહ્યું હતું કે ઇડી આગામી સુનાવણી પૂર્વે ફરિયાદની સોફ્ટ કોપી અને દસ્તાવેજો વાંચી શકાય તેવા ફોર્મેટમાં દાખલ કરે. 

આ ચાર્જશીટ એવા સમયે દાખલ કરાઇ છે જ્યારે ઇડીએ થોડા દિવસ પૂર્વે જ રાહુલ અને સોનિયા ગાંધી સાથે સંકળાયેલી અસોસિએટેડ જર્નલ્સ લિ. (એજેએલ) સાથે સંકળાયેલી ૭૦૦ કરોડ રૂપિયાની સંપત્તિનો કબજો લીધો હતો. આ જ કંપની નેશનલ હેરાલ્ડ અખબાર પ્રકાશિત કરવાનો અધિકાર ધરાવે છે, જ્યારે માલિકી યંગ ઇન્ડિયા પ્રા. લિ. પાસે છે. કંપનીમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી બન્ને ૩૮-૩૮ ટકા શેર ધરાવે છે. હાલ બન્ને નેતાઓની સામે આ કેસમાં ઇડીએ ચાર્જશીટ દાખલ કરી છે, એટલુ જ નહીં સોનિયા ગાંધીના જમાઇ અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા સામે પણ ઇડીએ સકંજો કસ્યો છે, હરિયાણાના શિખોપુરમાં જમીન સોદાના મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રાને ઇડીએ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા, જેને પગલે વાડ્રા ઇડીની કચેરીએ હાજર થયા હતા. 

વાડ્રા દિલ્હી સ્થિત ઇડીની ઓફિસે સમર્થકો સાથે પહોંચ્યા હતા જેમણે સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા. વાડ્રાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે મારા પરના આરોપો જુઠા છે, અગાઉ અનેક વખત એજન્સી સમક્ષ હાજર થઇ ચુક્યો છું. વાડ્રા સાથેનો આ કેસ વર્ષ ૨૦૦૮નો છે. વાડ્રાની કંપની સ્કાયલાઇટ હોસ્પિટાલિટીએ ગુડગાંવમાં ત્રણ એકર જમીન ખરીદી હતી, કમર્શિયલ હેતુના ઉપયોગની મંજૂરી મળી ગયા બાદ આ જમીનને તેમની કંપનીએ ૫૮ કરોડ રૂપિયામાં ડીએલએફને વેંચી હતી. તેથી એક તરફ ઇડીએ પ્રિયંકા ગાંધીને બાદ કરતા ગાંધી પરિવારના ત્રણ લોકોને સકંજામાં લીધા છે. વાડ્રાની ઇડીએ બે કલાક પૂછપરછ કરી હતી જે બુધવારે પણ શરૂ રહે તેવી શક્યતા છે. તેથી બુધવારે પણ વાડ્રાએ હાજર થવું પડશે.  

ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીની વર્ષ ૨૦૧૪ની ફરિયાદના આધારે ઇડીએ હેરાલ્ડ કેસની તપાસ હાથમાં લીધી હતી, સ્વામીનો આરોપ હતો કે સોનિયા, રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓએ અસોસિએટેડ જર્નલ્સ લિ.ની સંપત્તિ માત્ર ૫૦ લાખમાં પોતાના નામે કરી લીધી જ્યારે માર્કેટ વેલ્યૂ ૨૦૦૦ કરોડ રૂપિયાની હતી. નેશનલ હેરાલ્ડનું પ્રકાશન આ કંપની પાસે છે. જ્યારે યંગ ઇન્ડિયા પાસે માલિકી છે જેમાં રાહુલ-સોનિયાના શેર છે. આ સંપત્તિનો બાદમાં વધુ કૌભાંડ માટે ઉપયોગ થયાનો આરોપ લગાવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લૉકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ: કેન્દ્રીય મંત્રીએ કહ્યું – ‘આવો કોઈ પ્રસ્તાવ નથી’ | No Lockdown Pla…
INDIA

લૉકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ: કેન્દ્રીય મંત્રીએ કહ્યું – ‘આવો કોઈ પ્રસ્તાવ નથી’ | No Lockdown Pla…

March 27, 2026
જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી | Chaos in J&K As…
INDIA

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી | Chaos in J&K As…

March 27, 2026
પેટ્રોલ-ગેસની અછત માત્ર અફવા વચ્ચે 60 દિવસનો સ્ટોક હોવાનો સરકારનો દાવો | Government claims to have 6…
INDIA

પેટ્રોલ-ગેસની અછત માત્ર અફવા વચ્ચે 60 દિવસનો સ્ટોક હોવાનો સરકારનો દાવો | Government claims to have 6…

March 27, 2026
Next Post
અમદાવાદના જુહાપુરામાં કારચાલકે 7-8 વાહનોને અડફેટે લીધા, ગુસ્સામાં ટોળાએ પકડીને મારતાં મોત | In Juhap…

અમદાવાદના જુહાપુરામાં કારચાલકે 7-8 વાહનોને અડફેટે લીધા, ગુસ્સામાં ટોળાએ પકડીને મારતાં મોત | In Juhap...

ભારતીય બનાવટનાં પરપ્રાંત ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલ નંગ-૩૩૬ કિં.રૂ.૪૭,૯૫૨/- તથા બિયરના ટીન નંગ-૧૨…

ભારતીય બનાવટનાં પરપ્રાંત ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલ નંગ-૩૩૬ કિં.રૂ.૪૭,૯૫૨/- તથા બિયરના ટીન નંગ-૧૨...

આણંદમાં વિદેશમંત્રી જયશંકરે કહ્યું – ‘કોઈ પણ દેશના વિકાસ-પ્રગતિનું સારી યુનિવર્સિટીઓ પણ એક માપદંડ’ |…

આણંદમાં વિદેશમંત્રી જયશંકરે કહ્યું - 'કોઈ પણ દેશના વિકાસ-પ્રગતિનું સારી યુનિવર્સિટીઓ પણ એક માપદંડ' |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, 30 બાળકો સવાર સ્કૂલ બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, એકનું મોત | Ma…

VIDEO: મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, 30 બાળકો સવાર સ્કૂલ બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, એકનું મોત | Ma…

5 months ago
પૂરપાટ ઈકોની ટક્કરે બાઈક ચાલક યુવાનનું મોત નિપજ્યું | A young biker died after being hit by a full s…

પૂરપાટ ઈકોની ટક્કરે બાઈક ચાલક યુવાનનું મોત નિપજ્યું | A young biker died after being hit by a full s…

2 months ago
આરટીઓના ટ્રેક પર એઆઇ ‘ટેસ્ટીંગ’ શરૃઃરેકોર્ડિંગના પરિક્ષણ બાદ અમલી | AI ‘testing’ begins on RTO track…

આરટીઓના ટ્રેક પર એઆઇ ‘ટેસ્ટીંગ’ શરૃઃરેકોર્ડિંગના પરિક્ષણ બાદ અમલી | AI ‘testing’ begins on RTO track…

4 months ago
દિવાળીએ દિલ્હી ‘ગેસ ચેમ્બર’ બન્યું, AQI 400 પાર થતાં શ્વાસ લેવો પણ મુશ્કેલ, કેરળમાં વરસાદ

દિવાળીએ દિલ્હી ‘ગેસ ચેમ્બર’ બન્યું, AQI 400 પાર થતાં શ્વાસ લેવો પણ મુશ્કેલ, કેરળમાં વરસાદ

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News