![]()
– સિહોર પોલીસ ઊંઘતી ઝડપાઈ
– પેરોલ ફર્લો સ્કવોડે પટમાં પડેલા રોકડા રૂપિયા, બાઈક મળી કુલ રૂ. 2.22 લાખનો મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર : સિહોરના નેસડા ગામની સીમમાં તળાવ બાજુમાં આવેલ આલાભાઇ આહિરની વાડીના શેઢે આવેલ ઇલેક્ટ્રીક લાઇટના થાંભલા નીચે જાહેર ખુલ્લી જગ્યામાં લાઇટના અંજવાળે જુગાર રમતા ૬ શખ્સને પેરોલ ફર્લો સ્ક્વોર્ડે રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા. સિહોર પોલીસના નાક નીચે આવડો મોટો જુગાર રમતો હતો. પરંતુ સિહોર પોલીસ અજાણ હતી. સિહોર પોલીસ ઊંઘતી રહી હતી. જ્યારે સાત શખ્સ ફરાર થઈ ગયા હતા.
ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ ભાવનગર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે, નેસડા ગામની સીમમાં તળાવ બાજુમાં આવેલ આલાભાઇ આહિરની વાડીના શેઢે આવેલ ઇલેક્ટ્રીક લાઇટના થાંભલા નીચે જાહેર ખુલ્લી જગ્યાંમા લાઇટના અંજવાળે અમુક ઇસમો પૈસા પાનાવતી તીનપત્તીનો હારજીતનો જુગાર રમે છે. જે બાતમીના આધારે દરોડો પાડી ગંજીપતાના પાના પૈસાથી તીનપત્તીનો હારજીતનો જુગાર રમતાં જગદીશ ઉકાભાઇ ડાંગર (રહે.મેઇન બજાર, શંકર ભગવાનના મંદીર પાસે, નેસડા ગામ, તા.શિહોર), રવી જસાભાઇ હુંબલ (રહે.મેઇન બજાર, શંકર ભગવાનના મંદીર પાસે, નેસડા ગામ, તા.શિહોર), કલ્પેશ ભનુભાઇ સાંગા (રહે.ઉંડવી ), રાજુ મનસુખભાઇ સોલંકી (રહે.મફતનગર, પોર્ટ કોલોની પાછળ, બોરતળાવ), ઉકા વાઘાભાઇ ચાવડા (રહે.ઉંડવી) ને પટમાં પડેલા રોકડા રૂ.૧,૦૨,૭૦૦ અને ચાર મોટરસાયકલ મળી કુલ રૂ. ૨,૨૨,૭૦૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. જ્યારે જયદેવ ઉર્ફે ટી.સી ચીથરભાઇ દુધકીયા (રહે.ભોળાદ ગામ, તા.શિહોર), ઉમેશ ડાંગર (રહે.ભોળનાથના મંદીર પાછળ, ભોળાદ ગામ, તા.શિહોર), ધીરૂ અરજણભાઇ કુવાડીયા (રહે.ખાખરીયા ગામ, તા.શિહોર), ચિરાગ પ્રતાપભાઇ (રહે.ભાવનગર ), હીતેષ ડાંગર (રહે.કરદેજ ગામ), અશોક ડાંગર (રહે.કરદેજ), પ્રકાશ મહારાજ (રહે.ભાવનગર), જીવણ ઉર્ફે જીંગો સનાભાઇ બારૈયા (રહે.ભાવનગર ) ફરાર થવામાં સફળ રહ્યા હતા. પેરોલ ફર્લો સ્કવોડે ૧૩ ઇસમ વિરૂધ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










