gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પંચમહાલમાં રાતે 4 જ કલાકમાં 4 ઈંચ વરસાદ, બાપ્પાના ભક્તો ટસના મસ ન થયા | Panchmahal Receives 4 Inches…

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in GUJARAT
0 0
0
પંચમહાલમાં રાતે 4 જ કલાકમાં 4 ઈંચ વરસાદ, બાપ્પાના ભક્તો ટસના મસ ન થયા | Panchmahal Receives 4 Inches…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rain in Panchmahal: પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે શનિવારે (30મી ઓગસ્ટ) મોડી રાતે ધમાકેદાર વરસાદ શરૂ થતા ચાર કલાકમાં 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. જેના કારણે જનજીવન પર માઠી અસર જોવા મળી છે, રસ્તા પર બે ફૂટ કરતા પણ વધારે પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. બજી તરફ વરસાદી માહોલ વચ્ચે શહેરામાં ગણેશોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. 

વરસાદી માહોલ વચ્ચે ગણેશ મહોત્સવના પંડાલમાં ડાયરાની મોજ

મળતી માહિતી અનુસાર, ડગબર સમાજ દ્વારા ગણેશ મહોત્સવ પંડાલમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શહેરામાં ધમાકેદાર વરસાદ શરૂ થયો હતો. જો કે, વરસાદી માહોલ વચ્ચે ગણેશ મહોત્સવના પંડાલમાં ડગબર સમાજના લોકોએ ડાયરાની મોજ માડી હતી.

શહેરામાં એક કાચું મકાન ધરાશાયી થતા મહિલાનું મોત 

પંચમહાલ જિલ્લામા શહેરાના ખોજલવાસા ગામમાં મોડી રાતે ધમાકેદાર વરસાદ વરસતા એક કાચું મકાન ધરાશાયી થતા એક મહિલાનું મોત થયું હતું. રાત્રી દરમિયાન 42 વષીય કૈલાશબેન બારીયા મકાનમાં સુઈ રહી હતી. આ દરમિયાન ભારે વરસાદના કારણે કાચું મકાન ધરાશાયી થતાં સૂઈ રહેલી મહિલાનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા સરપંચ તલાટી સહિતનાઓને જાણ કરતા તાત્કાલિક ઘટનાસ્થળ પહોંચીને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે,મહિલાના પતિ અંબાજી પદયાત્રા ગયા હોવાથી મહિલા એકલી સુઈ રહી હતી.

પંચમહાલમાં રાતે 4 જ કલાકમાં 4 ઈંચ વરસાદ, બાપ્પાના ભક્તો ટસના મસ ન થયા 2 - image

પંચમહાલના તમામ જળાશયો થયા છલોછલ 

પંચમહાલ જિલ્લામાં છેલ્લા સાત દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જેના કારણે પંચમહાલના તમામ જળાશયો છલોછલ થયા છે. મોરવા હડફ તાલુકાના હડફ ડેમના તમામ દરવાજા ખોલાયા હતા. ડેમમાંથી 26,880 ક્યુસેક પાણી હડફ નદીમાં છોડાયું હતું અને નદી કિનારાના ગામે સાવચેત કરાયા હતા. હાલ ડેમનું લેવલ 165.90 મીટર, જ્યારે ડેમનું રૂલ લેવલ 166.11 મીટર રાખવામાં આવ્યું છે.

પંચમહાલમાં રાતે 4 જ કલાકમાં 4 ઈંચ વરસાદ, બાપ્પાના ભક્તો ટસના મસ ન થયા 3 - image

રાજ્યમાં સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો 

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે 28મી ઓગસ્ટની સ્થિતિએ સરેરાશ 85 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 89 ટકા વરસાદ, કચ્છમાં 85.14 ટકા, સૌરાષ્ટ્રમાં 83.84 ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં 81.03 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો: દાહોદના સિંગવડમાં 4 કલાકમાં અઢી ઈંચ વરસાદ, અમદાવાદમાં દોઢ ઈંચ, જાણો લેટેસ્ટ અપડેટ્સ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) અનુસાર, સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 78.03 ટકા ભરાયેલો છે. સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ  206 ડેમમાંથી 75 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 70 ડેમ 70થી 100 ટકા, 25 ડેમ 50થી 70 ટકા, 20 ડેમ 25 ટકાથી 50 ટકા વચ્ચે અને 16 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં હાલમાં 100 ડેમ હાઈ ઍલર્ટ, 28 ડેમ એલર્ટ તથા 17 ડેમ વોર્નિંગ ઍલર્ટ પર રાખવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…
GUJARAT

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…

March 28, 2026
LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …
GUJARAT

LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …

March 28, 2026
નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…
GUJARAT

નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…

March 28, 2026
Next Post
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સૈન્યએ પકડ્યા બે આતંકી, Ak-47 અને હેન્ડગ્રેન્ડ પણ જપ્ત કર્યા | Army arrests …

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સૈન્યએ પકડ્યા બે આતંકી, Ak-47 અને હેન્ડગ્રેન્ડ પણ જપ્ત કર્યા | Army arrests ...

કાલાવડ નજીક નિકાવા ગામ પાસે એસટી બસ બોરવેલના ટ્રકની પાછળ ઘૂસી જતાં સર્જાયેલા અકસ્માતમાં એક દંપતિ અને…

કાલાવડ નજીક નિકાવા ગામ પાસે એસટી બસ બોરવેલના ટ્રકની પાછળ ઘૂસી જતાં સર્જાયેલા અકસ્માતમાં એક દંપતિ અને...

લખનઉમાં મોટી દુર્ઘટના, ફટાકડાં ફેક્ટરીમાં બ્લાસ્ટમાં, 6 લોકોના મોતની આશંકા | 6 dead in blast at fire…

લખનઉમાં મોટી દુર્ઘટના, ફટાકડાં ફેક્ટરીમાં બ્લાસ્ટમાં, 6 લોકોના મોતની આશંકા | 6 dead in blast at fire...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાહન ચાલકોને મોટો ઝટકો : સરકારે 20 વર્ષ જૂના વાહનોની રજિસ્ટ્રેશન ફીમાં કર્યો બમણો વધારો | Government…

વાહન ચાલકોને મોટો ઝટકો : સરકારે 20 વર્ષ જૂના વાહનોની રજિસ્ટ્રેશન ફીમાં કર્યો બમણો વધારો | Government…

7 months ago
ગુજરાતના વિકાસ મોડલનું વરવું રૂપ, 41 લાખના વધારા સાથે 5 વર્ષમાં 3.34 કરોડ લોકો મફત અનાજ લેતા થયા | G…

ગુજરાતના વિકાસ મોડલનું વરવું રૂપ, 41 લાખના વધારા સાથે 5 વર્ષમાં 3.34 કરોડ લોકો મફત અનાજ લેતા થયા | G…

2 weeks ago
બિલોદરા અને કઠલાલ રેલવે ફાટક પર રબરની સીટો બેસી જતા મુશ્કેલી | Rubber seats at Bilodara and Kathlal …

બિલોદરા અને કઠલાલ રેલવે ફાટક પર રબરની સીટો બેસી જતા મુશ્કેલી | Rubber seats at Bilodara and Kathlal …

3 months ago
નોકરિયાતો માટે ગુડ ન્યૂઝ! હવે 5 નહીં, માત્ર 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુટી, સરકારે બદલ્યો કાયદો |…

નોકરિયાતો માટે ગુડ ન્યૂઝ! હવે 5 નહીં, માત્ર 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુટી, સરકારે બદલ્યો કાયદો |…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News