gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પતિની હત્યા બાદ લાશના ટુકડાં કર્યા અને ડ્રમમાં ભરી સિમેન્ટ ભરી દીધો, પત્ની અને પ્રેમીની ભયાનક ક્રૂરતા | after killing her husband the body was cut into pieces and filled with cement in a drum

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
March 19, 2025
in INDIA
0 0
0
પતિની હત્યા બાદ લાશના ટુકડાં કર્યા અને ડ્રમમાં ભરી સિમેન્ટ ભરી દીધો, પત્ની અને પ્રેમીની ભયાનક ક્રૂરતા | after killing her husband the body was cut into pieces and filled with cement in a drum
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image: Freepik

Murder in Meerut: ઉત્તર પ્રદેશમાં મેરઠના એક ઘરમાં સિમેન્ટથી ભરેલા પ્લાસ્ટિકના ડ્રમમાં મૃતદેહના ટુકડા હોવાના સમાચારથી હોબાળો મચી ગયો. મર્ચેન્ટ નેવીમાં નોકરી કરનાર વ્યક્તિ સૌરભ રાજપૂતની હત્યાના આ મામલે કોઈ અન્યની નહીં પરંતુ તેની જ પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે.

ડ્રમમાં નાખ્યા મૃતદેહના ટુકડા અને સિમેન્ટ ભરી દીધો

સૌરભની પત્નીએ પોતાના બોયફ્રેન્ડની સાથે મળીને તેની હત્યા કરી દીધી. પછી મૃતદેહના ટુકડા કર્યા અને મૃતદેહને એક પ્લાસ્ટિકના ડ્રમમાં મૂકીને તેમાં સિમેન્ટ ભરી દીધો. પોલીસે આ મામલે બંનેને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી તો સમગ્ર મામલો સામે આવી ગયો. 2 કલાકની જહેમત બાદ પણ ડ્રમ ખુલી શક્યો નહીં તો ડ્રમને પોલીસે કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ હાઉસ મોકલ્યો જ્યાં ડ્રમને કાપીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો. જણાવાઈ રહ્યું છે કે સિમેન્ટના કારણે મૃતદેહ જામી ગયો હતો. આ દરમિયાન મૃતકના ઘરની બહાર લોકોની ભીડ જમા થઈ ગઈ હતી.

પરિવાર છોડીને કર્યા હતાં લવ મેરેજ, 5 વર્ષની પુત્રી છે

મામલો મેરઠના બ્રહ્મપુરી વિસ્તારના ઈન્દિરાનગરનો છે જ્યાં મર્ચેન્ટ નેવીમાં કામ કરનાર સૌરભ રાજપૂત પોતાની પત્ની મુસ્કાન રસ્તોગી અને 5 વર્ષની પુત્રીની સાથે રહેતો હતો. હાલ તેનું પોસ્ટિંગ લંડનમાં હતું. સૌરભ થોડા દિવસ પહેલા જ લંડનથી મેરઠ આવ્યો હતો. સૌરભ કુમારે 2016માં લવ મેરેજ કર્યા હતા અને તે બાદ તેનો પરિવારજનો સાથે વિવાદ ચાલી રહ્યો હતો. તે 3 વર્ષ પહેલા મુસ્કાનની સાથે ઈન્દિરાનગરમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યો. તેની એક 5 વર્ષની પુત્રી પણ છે જે બીજા ધોરણમાં ભણે છે.

આ પણ વાંચો: પૂણેમાં કરુણાંતિકા : ભડભડ કરતી સળગી મિની બસ, ઓફિસે જતાં 4 કર્મચારી જીવતા ભૂંજાયા

મોહલ્લાવાળાથી 10 દિવસથી ખોટું બોલી રહી હતી

4 માર્ચે સૌરભ મેરઠ આવ્યો હતો. મુસ્કાને 10 દિવસ પહેલા મોહલ્લાના લોકોને જણાવ્યું કે હું પતિની સાથે ફરવા માટે હિમાચલ પ્રદેશ જઈ રહી છું અને તે બાદ ઘરના દરવાજાને તાળું લગાવી દેવાયું. તે બાદ કોઈએ મુસ્કાન કે સૌરભને જોયા નહીં. આ દરમિયાન મુસ્કાને સમગ્ર ઘટનાક્રમ પોતાની માતાને જણાવ્યો કે કેવી રીતે તેણે પોતાના પ્રેમીની સાથે મળીને સૌરભની હત્યા કરી દીધી છે. તે બાદ મુસ્કાનની માતાએ પોલીસ સ્ટેશન પહોંચી અને સમગ્ર ઘટના પોલીસને જણાવી.

પોલીસે મુસ્કાનને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી તો સમગ્ર મામલો સામે આવ્યો. તપાસમાં જાણ થઇ કે પત્ની મુસ્કાને પોતાના પ્રેમી સાહિલની સાથે મળીને સૌરભની હત્યા કરી દીધી. તેનો મૃતદેહ એક પ્લાસ્ટિકના ડ્રમમાં મૂક્યો અને પછી ડ્રમમાં સિમેન્ટ ઓગાળીને નાખી દીધો. જેનાથી મૃતદેહ અંદર જામી ગયો અને લોકોને જાણ ન થાય તે માટે તેને મકાનની અંદર જ સંતાડી દીધો.

ડ્રમને કાપવો પડ્યો

પોલીસે મુસ્કાનના પ્રેમી સાહિલને પણ કસ્ટડીમાં લઈ લીધો છે અને બંનેને ઘટના સ્થળે લઈને પહોંચ્યા. લગભગ 30 મિનિટ સુધી બધાં અંદર રહ્યાં તે બાદ મુસ્કાન અને તેના પ્રેમી સાહિલને પોલીસ લઈ ગઈ. 2 કલાક પ્રયત્ન કર્યાં છતાં મૃતદેહને ડ્રમથી બહાર કાઢવામાં આવી શક્યો નહીં અંતે પોલીસે ડ્રમને મૃતદેહની સાથે પોસ્ટમોર્ટમ હાઉસ મોકલી દીધો અને આકરી જહેમત બાદ ડ્રમને કાપીને મૃતદેહને કાઢવામાં આવ્યો.

આ મામલે મેરઠના એસપીએ જણાવ્યું કે મોડી સાંજે બ્રહ્મપુરી પોલીસને ઈન્દિરા નગરમાં એક હત્યાની માહિતી મળી હતી. માહિતીના આધારે પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને તપાસ અને પૂછપરછ કરવામાં આવી તો જાણ થઈ કે સૌરભ રાજપૂત છે જે મર્ચેન્ટ નેવીમાં કામ કરતો હતો. તે 4 તારીખે પોતાના ઘરે આવ્યો હતો. ત્યારથી જ નજર આવી રહ્યો નહોતો. 

ચાકુ મારીને કરી હતી હત્યા અને મૃતદેહ જમાવી દીધો હતો

શંકાના આધારે તેની પત્ની મુસ્કાન અને મુસ્કાનના પ્રેમી સાહિલને પૂછપરછ માટે પોલીસે બોલાવ્યા અને પૂછપરછ દરમિયાન આ લોકોએ પોતાનો ગુનો કબૂલ કરી દીધો અને જણાવ્યું કે 4 તારીખે સાહિલે મુસ્કાનની સાથે મળીને સૌરભની ચપ્પાથી હત્યા કરી દીધી. હત્યા કર્યા બાદ તેમણે મૃતદેહના ટુકડા કરીને એક ડ્રમમાં નાખીને તેને સિમેન્ટથી ભરી દીધો હતો. પોલીસ દ્વારા મૃતદેહને રિકવર કરી લેવાયો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોર્ચરી મોકલાયો છે. સાહિલ અને મુસ્કાનની ધરપકડ કરી દેવાઈ છે અને પરિવારજનોની તપાસના આધારે સુસંગત કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે. 

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

નરેન્દ્ર મોદી સૌથી લાંબો સમય સરકાર ચલાવનારા નેતા બન્યા, 8931 દિવસ પૂર્ણ કર્યા, પવન ચામલિંગને પણ પાછળ…
INDIA

નરેન્દ્ર મોદી સૌથી લાંબો સમય સરકાર ચલાવનારા નેતા બન્યા, 8931 દિવસ પૂર્ણ કર્યા, પવન ચામલિંગને પણ પાછળ…

March 22, 2026
નકલી દૂધ પીવાથી 16ના મોત, 3 દર્દી ICUમાં! આંધ્ર પ્રદેશમાં ‘સફેદ ઝેર’નો આતંક | Fake Milk Horror in An…
INDIA

નકલી દૂધ પીવાથી 16ના મોત, 3 દર્દી ICUમાં! આંધ્ર પ્રદેશમાં ‘સફેદ ઝેર’નો આતંક | Fake Milk Horror in An…

March 22, 2026
હવાઈ મુસાફરી મોંઘી થશે? સરકારે ઈન્ડિગો સંકટ સમયે લગાવેલી પ્રાઈસ કેપ હટાવી | aviation ministry withdr…
INDIA

હવાઈ મુસાફરી મોંઘી થશે? સરકારે ઈન્ડિગો સંકટ સમયે લગાવેલી પ્રાઈસ કેપ હટાવી | aviation ministry withdr…

March 22, 2026
Next Post
અમદાવાદમાં ભેળસેળ-નકલી વસ્તુઓનો ધીકતો વેપાર છતાં 22000માંથી ફક્ત 39 ફૂડ સેમ્પલ ‘અનસેફ’ | Only 39 out of 22 000 food samples unsafe in Ahmedabad

અમદાવાદમાં ભેળસેળ-નકલી વસ્તુઓનો ધીકતો વેપાર છતાં 22000માંથી ફક્ત 39 ફૂડ સેમ્પલ 'અનસેફ' | Only 39 out of 22 000 food samples unsafe in Ahmedabad

પૂણેમાં કરુણાંતિકા : ભડભડ કરતી સળગી મિની બસ, ઓફિસે જતાં 4 કર્મચારી જીવતા ભૂંજાયા | pune private tempo traveller bus carrying employees catches fire in hinjewadi four dead

પૂણેમાં કરુણાંતિકા : ભડભડ કરતી સળગી મિની બસ, ઓફિસે જતાં 4 કર્મચારી જીવતા ભૂંજાયા | pune private tempo traveller bus carrying employees catches fire in hinjewadi four dead

મહાત્મા મંદિર ‘ધોળા હાથી’ સમાન, 2.32 કરોડની ભાડા વસૂલી બાકી, ગમે ત્યારે તાળાં વાગી શકે! | Mahatma Mandir more than two Crores in Rent Dues Risk of Closure

મહાત્મા મંદિર 'ધોળા હાથી' સમાન, 2.32 કરોડની ભાડા વસૂલી બાકી, ગમે ત્યારે તાળાં વાગી શકે! | Mahatma Mandir more than two Crores in Rent Dues Risk of Closure

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી પછી સાબરમતી રિવરફ્રન્ટનો વહીવટ રાજય સરકાર લે તેવી સંભાવના | After the Mun…

મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણી પછી સાબરમતી રિવરફ્રન્ટનો વહીવટ રાજય સરકાર લે તેવી સંભાવના | After the Mun…

4 months ago
પશ્ચિમ બંગાળમાં SIR મુદ્દે ચૂંટણી પંચની TMCને કડક ચેતવણી, કહ્યું- ‘બૂથ અધિકારીઓને ધમકી ન આપો’ | Do N…

પશ્ચિમ બંગાળમાં SIR મુદ્દે ચૂંટણી પંચની TMCને કડક ચેતવણી, કહ્યું- ‘બૂથ અધિકારીઓને ધમકી ન આપો’ | Do N…

4 months ago
વર્તમાન નાણાં વર્ષમાં દેશનું ગોલ્ડ રિઝર્વ અત્યાર સુધીમાં 31 અબજ ડોલર વધ્યું | The country’s gold res…

વર્તમાન નાણાં વર્ષમાં દેશનું ગોલ્ડ રિઝર્વ અત્યાર સુધીમાં 31 અબજ ડોલર વધ્યું | The country’s gold res…

5 months ago
ધ્રાંગધ્રા શાકમાર્કેટ રોડ પર પાકગ કરવા બાબતે માથકૂટ | Controversy over parking on Dhrangadhra Vegeta…

ધ્રાંગધ્રા શાકમાર્કેટ રોડ પર પાકગ કરવા બાબતે માથકૂટ | Controversy over parking on Dhrangadhra Vegeta…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News