
Supreme Court on Household Expense: પતિ-પત્નીના સંબંધોમાં નાની-નાની બાબતો જ્યારે કોર્ટ સુધી પહોંચે છે ત્યારે ઘણીવાર કાયદાનો દુરુપયોગ થતો હોવાનું જોવા મળે છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, જો પતિ તેની પત્નીને ઘરના ખર્ચનો હિસાબ રાખવા માટે કહે, તો તેને ‘ક્રૂરતા’ માની શકાય નહીં. આ આધારે પતિ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી થઈ શકે નહીં.
શું હતો સમગ્ર મામલો?
આ કેસમાં એક પત્નીએ તેના પતિ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે FIR નોંધાવી હતી, જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે પતિ તેને ઘરના દરેક નાના-મોટા ખર્ચની વિગત રાખવા અને તેની એક્સેલ શીટ બનાવવા માટે મજબૂર કરતો હતો.










