
રાષ્ટ્રપતિ સાથે અચાનક મુલાકાતની અનેક અટકળો
ભારત પર ટ્રમ્પના ટેરિફ, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી, બિહાર મુદ્દે વિપક્ષના વિવાદ વચ્ચે મુલાકાત યોજાઇ
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મુલાકાત લીધી હતી. મોદીની મુલાકાતના થોડા જ સમય બાદ ગૃહમંત્રી અમિત શાહે પણ રાષ્ટ્રપતિની મુલાકાત કરી હતી. જોકે આ મુલાકાતોનો ઉદ્દેશ્ય શું હતો તેને લઇને કોઇ જ સ્પષ્ટતા કરવામાં નથી આવી પરંતુ અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે.










