
PanMasala Ad: બોલિવૂડ અભિનેતા સલમાન ખાન પાન મસાલાની જાહેરાત કરવા બદલ કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા છે. યુવાનોને ગેરમાર્ગે દોરતી પાન મસાલાની એડ કરી રહ્યાની ફરિયાદ નોંધાતા કોટાની કન્ઝ્યૂમર કોર્ટ (ગ્રાહક અદાલત) દ્વારા અભિનેતા સલમાન ખાન અને કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે.
યુવાનો ગેરમાર્ગે દોરાય છે
અહેવાલો અનુસાર, આ ફરિયાદ ભાજપના નેતા અને રાજસ્થાનના એડવોકેટ ઈન્દર મોહનસિંઘ હનીએ નોંધાવી છે. ફરિયાદમાં રાજશ્રી પાન મસાલા કંપની અને તેના બ્રાન્ડ એમ્બેસેડર સલમાન ખાન પર ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.










