
– ઘુસણખોરોને કારણે કેટલાક રાજ્યોમાં સ્થિતિ ચિંતાજનક : પીએમ
– સંરક્ષણ ક્ષેત્રે ભાવી પડકારોને પહોંચી વળવા આત્મનિર્ભરતા અને નવિનતા પર ભાર મૂકવા વડાપ્રધાનની હાકલ
પટણા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે બિહાર, આસામ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં ગેરકાયદે વસાહતીઓને કારણે સ્થાનિક લોકો પોતાની માતાઓ બહેનોની સુરક્ષાને લઇને ચિંતામાં મુકાયા છે. જ્યારે બીજી તરફ વિરોધી પક્ષો ગેરકાયદે વસાહતીઓને રક્ષણ આપી રહ્યા છે. બિહારના પૂર્ણિયામાં રેલીને સંબોધતા મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. સાથે તેમણે ૩૬,૦૦૦ કરોડના પ્રોજેક્ટ ખુલ્લા મુક્યા હતા.










