
પુતિને સામે ચાલીને ફોન કર્યો : તેમાં ટ્રમ્પની ૨૦ મુદ્દાની ગાઝા શાંતિ યોજના તેમજ સીરીયાની પરિસ્થિતિ વિષે પણ ઘણી વાત થઇ
નવી દિલ્હી: રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિન અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ વચ્ચે શનિવારે ફોન ઉપર લંબાણ વાતચીત થઇ હતી. જેમાં ગાઝાને કેન્દ્રમાં રાખી મધ્યપૂર્વની ઘટનાઓ આવરી લેવામાં આવી હતી. તે ઉપરાંત ઇરાનના પરમાણુ કાર્યક્રમ અને સીરીયાની પરિસ્થિતિ વિષે પણ વાત થઇ હતી.
રશિયાનાં વિદેશ મંત્રાલયે પણ આ અહેવાલોની પુષ્ટિ આપી હતી.










