gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પુરાવા વગર જ આરોપો લગાવવા ઇડીની પેટર્ન બની ગઇ છે : સુપ્રીમ | ED’s pattern of making allegations with…

G METRO NEWS by G METRO NEWS
May 6, 2025
in INDIA
0 0
0
પુરાવા વગર જ આરોપો લગાવવા ઇડીની પેટર્ન બની ગઇ છે : સુપ્રીમ | ED’s pattern of making allegations with…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– છત્તીસગઢના લીકર કૌભાંડના એક આરોપીની જામીન અરજી પર સુનાવણી

– આરોપી 10 મહિનાથી કસ્ટડીમાં, ઇડીની તપાસ ચાલુ, ચાર ચાર્જશીટો છતા કોઇ પુરાવા રજુ ના થતા સુપ્રીમે  ઉધડો લીધો

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીને ફટકાર લગાવતા કહ્યું હતું કે પુરાવા વગર આરોપો લગાવવા ઇડીની પેટર્ન બની ગઇ છે. અમે ઇડીના ઘણા મામલાઓમાં આવું જોયું છે. છત્તીસગઢના દારુ કૌભાંડના આરોપી અરવિંદ સિંહની જામીન અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. 

ન્યાયાધીશ અભય એસ ઓક અને ન્યાયાધીશ ઉજ્જલ ભુઇયાંની બેંચે કહ્યું હતું કે અમે ઇડીની અનેક ફરિયાદો જોઇ છે, પુરાવા વગર જ આરોપો લગાવવા તેની એક પેટર્ન બની ગઇ છે. 

છત્તીસગઢના દારુ કૌભાંડના આરોપી અરવિંદ સિંહ દ્વારા સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અપીલ કરવામાં આવી હતી, જેની સુનાવણી દરમિયાન ઇડી તરફથી હાજર એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુ અરવિંદસિંહ સામેના આરોપોના પુરાવા દેખાડવામાં નિષ્ફળ રહ્યા હતા. અરવિંદસિંહ પર આરોપ હતો કે તેમણે આ કૌભાંડથી ૪૦ કરોડ રૂપિયા મેળવ્યા હતા, જોકે તેના કોઇ પુરાવા રજુ નહોતા થઇ શક્યા. જેને પગલે સુપ્રીમ કોર્ટે ઇડીની ઝાટકણી કાઢી હતી. 

આરોપી અરવિંદ સિંહના વકીલે દલીલ કરી હતી કે અરવિંદે ૧૦ મહિના કસ્ટડીમાં વિતાવ્યા છે, જ્યારે ઇડીએ આ મામલામાં મુખ્ય અને અન્ય ત્રણ વધારાની ચાર્જશીટ દાખલ કરી છે અને હજુ પણ તપાસ ચાલુ છે. આ કેસમાં ૨૧ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. જેમાં દસ્તાવેજોના ૨૫ હજારથી વધુ પેજ છે, તેમજ ૧૫૦થી વધુ સાક્ષીઓના નિવેદનો છે. જ્યારે ઇડીએ એવી દલીલ કરી હતી કે દસ્તાવેજોના પેજ કેટલા છે તેના આધારે જામીન મંજૂર ના કરી શકાય. આ ૨૦૦૦ કરોડનું કૌભાંડ છે, આરોપી અરવિંદ સિંહની ધરપકડને હજુ એક વર્ષ પણ નથી થયું.

બાદમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અભય એસ ઓકે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે જામીન મંજૂર કરવા માટે એક વર્ષની કસ્ટડી હોવી જરૂરી જ છે તેવી કાયદામાં ક્યાંય જોગવાઇ નથી. જોકે તેમ છતા ઇડીએ જામીનનો વિરોધ કરવાનું શરૂ રાખ્યું હતું, બાદમાં ન્યાયાધીશ અભય એસ ઓકે ઇડી પર પુરાવા રજુ કરવા દબાણ વધાર્યું હતું અને કહ્યું હતું કે આ બહુ જ સામાન્ય આરોપો છે, તમારી પાસે પુરાવા શું છે કે તેણે આ કૌભાંડથી ૪૦ કરોડ રૂપિયા મેળવ્યા હતા? આરોપી પરના આરોપો સાબિત કરવા માટે તમારી પાસે કોઇ જ પુરાવા નથી. અમે ઇડીની એવી અનેક ફરિયાદો જોઇ છે કે જેમાં એક પેટર્ન બની ગઇ છે જેમાં કોઇ જ મુદ્દાસર પુરાવા વગર આરોપો લગાવી દેવાય છે. બાદમાં ઇડી વતી હાજર એડિ. સોલિસિટર જનરલે વધુ સમય માગ્યો હતો. હવે શુક્રવારે વધુ સુનાવણી કરવામાં આવશે.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સંકટ સમયે ભારતીયોના જીવ જોખમમાં મૂકી રહી છે કોંગ્રેસ: કેરલમમાં PM મોદીનું મોટું નિવેદન | pm modi pal…
INDIA

સંકટ સમયે ભારતીયોના જીવ જોખમમાં મૂકી રહી છે કોંગ્રેસ: કેરલમમાં PM મોદીનું મોટું નિવેદન | pm modi pal…

March 29, 2026
વિશ્વમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ, આપણે એક થઈને પડકારોનો સામનો કરીશું: ‘મન કી બાત’માં PM મોદીની અપીલ | p…
INDIA

વિશ્વમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ, આપણે એક થઈને પડકારોનો સામનો કરીશું: ‘મન કી બાત’માં PM મોદીની અપીલ | p…

March 29, 2026
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…
INDIA

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…

March 29, 2026
Next Post
‘યુદ્ધવાર્તા’ સાથે નાગરીકો માટે મોક ડ્રીલ !! | Mock drill for citizens with ‘War Stories’

'યુદ્ધવાર્તા' સાથે નાગરીકો માટે મોક ડ્રીલ !! | Mock drill for citizens with 'War Stories'

એઇમ્સના એમબીબીએસ કોર્સમાં વિકલાંગને પ્રવેશ આપવા સુપ્રીમનો આદેશ | diabled aiims mbbs admission

એઇમ્સના એમબીબીએસ કોર્સમાં વિકલાંગને પ્રવેશ આપવા સુપ્રીમનો આદેશ | diabled aiims mbbs admission

સોનામાં રૂ.1500 તથા ચાંદીમાં રૂ.1000નો ઉછાળો : ક્રૂડમાં ઘટાડો

સોનામાં રૂ.1500 તથા ચાંદીમાં રૂ.1000નો ઉછાળો : ક્રૂડમાં ઘટાડો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બી.સી.એ. સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ પ્રેક્ટિસ કરી | Indian and New Zealand player…

બી.સી.એ. સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ પ્રેક્ટિસ કરી | Indian and New Zealand player…

3 months ago
PM મોદીને અપશબ્દ બોલવા મામલે પટનામાં હોબાળો, ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી | /row over abu…

PM મોદીને અપશબ્દ બોલવા મામલે પટનામાં હોબાળો, ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી | /row over abu…

7 months ago
ફેસબુક પર પરિણીતાનું ફેક એકાઉન્ટ બનાવી ન્યુડ ફોટા અને કોમેન્ટ્સ મુકનાર સામે FIR | FIR against man wh…

ફેસબુક પર પરિણીતાનું ફેક એકાઉન્ટ બનાવી ન્યુડ ફોટા અને કોમેન્ટ્સ મુકનાર સામે FIR | FIR against man wh…

8 months ago
ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર વિદેશ મંત્રી એસ.જયશંકરની પહેલી પ્રતિક્રિયા, આતંકવાદ અંગે કરી સ્પષ્ટ વાત…

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર વિદેશ મંત્રી એસ.જયશંકરની પહેલી પ્રતિક્રિયા, આતંકવાદ અંગે કરી સ્પષ્ટ વાત…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News