![]()
ન્યુ વીઆઇપી રોડ પર રાજનગરમાં રહેતા ડ્રાઇવર વિનોદભાઈ રમેશચંદ્ર શર્માએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા મિત્ર અજય ભરવાડના નાનાભાઈ રાહુલ હનુભાઈ ભરવાડે મને ફોન કરીને વીઆઇપી રોડ પર મળવા બોલાવ્યો હતો. જેથી, હું અજય ભરવાડ સાથે રાહુલને મળવા ગયો હતો. રાહુલે મને જણાવ્યું હતું કે તું પોલીસને જુગારની કેમ ખોટી બાતમી આપે છે ? મેં તેને કહ્યું કે હું કોઈનો બાતમીદાર નથી અને કોઈને બાતમી આપતો નથી. અમારી વાતચીત દરમિયાન અજય થોડે દૂર જઈને ઉભો રહ્યો હતો, તે દરમિયાન રાહુલે મને ગાળો બોલી તેના હાથમાં પહેરેલા કળા વડે માથા પર ઇજા પહોંચાડી હતી. રાહુલે મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ જોઈને અજય દોડી આવ્યો હતો અને રાહુલને પકડી લીધો હતો. ત્યારબાદ અજય મને તેના મોપેડ પર બેસાડીને પોલીસ સ્ટેશન લઈ આવ્યો હતો.










