gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ફાર્મા શેરોની આગેવાનીએ સેન્સેક્સ 143 પોઈન્ટ વધીને 82001 | Sensex rises 143 points to 82 001 led by p…

G METRO NEWS by G METRO NEWS
August 22, 2025
in Business
0 0
0
ફાર્મા શેરોની આગેવાનીએ સેન્સેક્સ 143 પોઈન્ટ વધીને 82001 | Sensex rises 143 points to 82 001 led by p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વિક્લી એક્સપાયરીના ઈન્ડેક્સ બેઝડ વોલેટીલિટીના અંતે સતત છઠ્ઠા દિવસે સુધારો

મુંબઈ : ભારતને આત્મનિર્ભર બનાવવાના મિશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્યોગોને રાહત આપવા જીએસટી દરોના સરળીકરણ સાથે ઘટાડાના આપેલા સંકેત અને બીજી તરફ અમેરિકા પરની નિર્ભરતા ઘટાડીને રશીયા સહિતના દેશોના સંગઠન સાથે દ્વીપક્ષી વેપાર વધારવાને મહત્વ આપતાં અને ચાઈના સાથે સંબંધો સુધારવાના પોઝિટીવ પરિબળે આજે ફોરેન ફંડો અને લોકલ ફંડોની બન્નેની ખરીદીએ ભારતીય શેર બજારોમાં તેજીનો દોર આગળ વધ્યો હતો. વૈશ્વિક મોરચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત પર ૫૦ ટકા ટેરિફ લાદીને ભારતને રશીયાથી દૂર કરવાના પ્રયાસ છતાં યુક્રેન મામલે હજુ કોકડું ગૂંચવાયેલું રહેતાં અને જેકશન હોલ કોન્ફરન્સ પૂર્વે યુ.એસ. ફેડરલ આ વખતે ફુગાવાના જોખમને મહત્વ આપીને રેટ કટ કરવાથી દૂર રહેશે એવા ઘણા નિષ્ણાંતોના મતે વૈશ્વિક બજારોમાં સાવચેતી રહી હતી. નિફટીમાં આજે વિક્લી એક્સપાયરીને લઈ ઈન્ડેક્સ બેઝડ વોલેટીલિટીના અંતે આજે સતત છઠ્ઠા દિવસે સુધારો જોવાયો હતો. ડેરિવેટીવ્ઝ કોન્ટ્રાક્ટસની મુદ્દત લંબાવવાની સેબીની વિચારાણાએ આજે બ્રોકિંગ-ફાઈનાન્સ શેરોમાં વેચવાલી થઈ હતી. ઓટો શેરો પણ ઘટયા હતા. નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૫૧૫૪થી ૨૫૦૫૪ વચ્ચે અથડાઈ અંતે ૩૩.૨૦ પોઈન્ટ વધીને ૨૫૦૮૩.૭૫ બંધ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ ૮૨૨૩૨થી ૮૧૯૨૧ વચ્ચે અથડાઈ અંતે ૧૪૨.૮૭ પોઈન્ટ વધીને ૮૨૦૦૦.૭૧ બંધ રહ્યો હતો. હેલ્થકેર શેરોમાં પસંદગીની તેજી સામે ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ, એફએમસીજી શેરોમાં પ્રોફિટ બુકિંગ થયું હતું.

હેલ્થકેર ઈન્ડેક્સ ૨૭૦ પોઈન્ટ વધ્યો : કેપલિન પોઈન્ટ, મેનકાઈન્ડ, કોન્કોર્ડ બાયો, ઓર્ચિડ ફાર્મા, સિપ્લા વધ્યા

ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં ફંડોએ આજે પસંદગીની ખરીદી કરી હતી. કેપલિન પોઈન્ટ રૂ.૮૯.૮૫ વધીને રૂ.૨૨૦૫, મેનકાઈન્ડ રૂ.૯૫.૭૫ વધીને રૂ.૨૬૦૧.૩૫, કોન્કોર્ડ બાયો રૂ.૬૪.૫૦ વધીને રૂ.૧૭૫૭.૪૦, ઓર્ચિડ ફાર્મા રૂ.૨૭ વધીને રૂ.૭૮૫.૧૫, સિપ્લા રૂ.૪૭.૬૫ વધીને રૂ.૧૫૯૩.૫૦, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ રૂ.૩૦.૯૫ વધીને રૂ.૧૨૭૬.૫૫, હેસ્ટર બાયો રૂ.૪૫.૨૦ વધીને રૂ.૨૦૬૦, આરતી ફાર્મા રૂ.૧૭.૯૫ વધીને રૂ.૮૫૮.૬૫, સનોફી રૂ.૧૦૮.૫૫ વધીને રૂ.૫૨૭૬.૫૦, મેક્સ હેલ્થ રૂ.૨૩.૧૦ વધીને રૂ.૧૨૪૯ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૬૯.૯૭ પોઈન્ટ વધીને ૪૪૭૬૭.૨૦ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં પ્રોફિટ બુકિંગ : ટીઆઈ ઈન્ડિયા રૂ.૮૪ ઘટયો : બજાજ ઓટો, હ્યુન્ડાઈ, અશોક લેલેન્ડ ઘટયા

ચોમાસાની સારી પ્રગતિ, તહેવારોની સીઝન છતાં જીએસટી દરોમાં ઘટાડાની તૈયારીએ વાહનોની ખરીદી હાલ તુરત અટકે એવી શકયતાએ ઓટોમોબાઈલ શેરોમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ થયું હતું. ટીઆઈ ઈન્ડિયા રૂ.૮૪ ઘટીને રૂ.૩૦૯૭, સોના બીએલડબલ્યુ રૂ.૭.૩૦ ઘટીને રૂ.૪૪૨.૮૫, બજાજ ઓટો રૂ.૧૪૦.૭૫ ઘટીને રૂ.૮૬૮૫.૫૦, અશોક લેલેન્ડ રૂ.૨.૧૦ ઘટીને રૂ.૧૩૧, હ્યુન્ડાઈ ઈન્ડિયા રૂ.૩૫.૭૦ ઘટીને રૂ.૨૪૪૯, બોશ રૂ.૩૩૦.૩૫ ઘટીને રૂ.૩૯,૫૯૮.૮૫, હીરો મોટોકોર્પ રૂ.૩૮.૬૫ ઘટીને રૂ.૫૦૯૭, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨૦.૮૫ ઘટીને રૂ.૩૩૭૩.૨૦ , એમઆરએફ રૂ.૮૨૩.૬૫ ઘટીને રૂ.૧,૪૭,૯૧૩.૩૦, ભારત ફોર્જ રૂ.૫.૫૦ ઘટીને રૂ.૧૧૫૩.૫૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૩૧.૭૫ પોઈન્ટ ઘટીને ૫૬૭૭૪.૬૨ બંધ રહ્યો હતો.

એફએમસીજી શેરોમાં નફો બુક થયો : ડાબર, હેરીટેજ, સનડ્રોપ, ટીઆઈ, બ્રિટાનીયા, પરાગ મિલ્ક ઘટયા

એફએમસીજી શેરોમાં પણ આજે તેજીવાળાઓએ આજે પ્રોફિટ બુકિંગ કર્યું હતું. ડાબર ઈન્ડિયા રૂ.૧૮.૦૫ ઘટીને રૂ.૫૧૭, હેરીટેજ ફૂડ રૂ.૧૩.૩૦ ઘટીને રૂ.૪૭૫, સનડ્રોપ રૂ.૧૯.૦૫ ઘટીને રૂ.૮૧૪.૫૫, ટીઆઈ રૂ.૧૦.૩૫ ઘટીને રૂ.૪૮૬.૨૫, બ્રિટાનીયા રૂ.૯૯.૭૦ ઘટીને રૂ.૫૬૦૩.૫૦, મેરિકો રૂ.૧૨.૪૦ ઘટીને રૂ.૭૩૯.૧૫, પરાગ મિલ્ક રૂ.૩.૯૫ ઘટીને રૂ.૨૪૦.૦૫, ટાટા કન્ઝયુમર રૂ.૧૭.૭૫ ઘટીને રૂ.૧૦૮૭.૮૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૧૦૯.૯૨ પોઈન્ટ ઘટીને ૨૦૭૩૭.૧૭ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં તેજીને બ્રેક : બર્જર પેઈન્ટ, ક્રોમ્પ્ટન, બ્લુ સ્ટાર, બાટા, ડિક્સન ઘટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ તેજીને આજે બ્રેક લાગી હતી. બર્જર પેઈન્ટ રૂ.૧૩.૯૫ ઘટીને રૂ.૫૩૦.૫૦, ક્રોમ્પ્ટન રૂ.૭.૧૦ ઘટીને રૂ.૩૨૧.૧૦, બ્લુ સ્ટાર રૂ.૨૩.૮૫ ઘટીને રૂ.૧૯૦૪, બાટા ઈન્ડિયા રૂ.૧૨.૪૦ ઘટીને રૂ.૧૧૧૯.૫૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૧૪૭.૬૦ ઘટીને રૂ.૧૬,૭૨૬.૩૦, હવેલ્સ ઈન્ડિયા રૂ.૧૨.૧૦ ઘટીને રૂ.૧૫૫૪.૮૦, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૪૧ ઘટીને રૂ.૭૩૨૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૪૪.૧૭ પોઈન્ટ ઘટીને ૬૦૯૭૦.૧૫ બંધ રહ્યો હતો.

સેબીના નિવેદને એન્જલ, એમસીએક્સ, બીએસઈ ઘટયા : આઈડીબીઆઈ ડિસઈન્વેસ્ટમેન્ટ ન્યુઝે વધ્યો

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે મિશ્ર ટ્રેન્ડ જોવાયો હતો. આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૫.૫૫ વધીને રૂ.૧૪૪૫.૮૦, આઈડીબીઆઈ બેંકમાં ડિસઈન્વેસ્ટમેન્ટ કરવાની યોજના કાયમ હોવાના ડીઆઈપીએએમ સચિવના નિવેદને આજે શેર રૂ.૭.૪૮ ઉછળીને રૂ.૯૭.૬૧ રહ્યો હતો. હોમ ફર્સ્ટ રૂ.૨૧.૮૫ વધીને રૂ.૧૨૭૮.૮૦, એચડીએફસી એએમસી રૂ.૮૦.૭૦ વધીને રૂ.૫૭૯૦ રહ્યા હતા. જ્યારે માસ્ટર ટ્રસ્ટ રૂ.૧૨.૭૫ ઘટીને રૂ.૧૪૯.૨૦, ડેરિવેટીવ્ઝ કોન્ટ્રાક્ટસની મુદ્દત લંબાવવાના સેબીના નિવેદને નેગેટીવ અસરે એન્જલ વન રૂ.૧૮૧.૯૦ ઘટીને રૂ.૨૫૩૯.૦૫, એમસીએક્સ રૂ.૨૯૩.૧૦ ઘટીને રૂ.૭૯૨૭.૩૦, બીએસઈ લિમિટેડ રૂ.૧૯૨.૯૦ તૂટીને રૂ.૨૩૩૦.૧૦, પૂનાવાલા ફિન રૂ.૧૨.૨૦ ઘટીને રૂ.૪૫૦.૬૫ રહ્યા હતા.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૨ વધી રૂ.૧૪૨૫ : ઈન્દ્રપ્રસ્થ ગેસ, ઓઈલ ઈન્ડિયા, એચપીસીએલ વધ્યા

ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૨.૧૦ વધીને રૂ.૨૦૭.૩૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૨.૨૦ વધીને રૂ.૧૪૨૪.૬૫, ઓઈલ ઈન્ડિયા રૂ.૨.૩૦ વધીને રૂ.૪૧૦.૫૦, એચપીસીએલ રૂ.૨.૧૫ વધીને રૂ.૩૯૨.૭૦ રહ્યા હતા.

FPIs/FIIની કેશમાં રૂ.૧૨૪૬ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૨૫૪૬ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે ગુરૂવારે શેરોમાં કેશમાં રૂ.૧૨૪૬.૫૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૧૪,૯૬૦.૧૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૭૧૩.૬૩ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૨૫૪૬.૨૭ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૪,૫૧૪.૮૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૯૬૮.૫૯ કરોડની વેચવાલી કરી હતી.

 ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ છતાં પસંદગીના શેરોમાં જળવાયેલું આકર્ષણ : ૨૦૯૪ શેરો પોઝિટીવ બંધ

સેન્સેક્સ, નિફટી બેઝડ  સતત મજબૂતી સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીનું આકર્ષણ જળવાઈ રહ્યા છતાં ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. અલબત માર્કેટબ્રેડથ સાધારણ પોઝિટીવ રહી હતી.  બીએસઈમાં આજે કુલ ટ્રેડિંગ થયેલી ૪૨૫૭  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૦૯૪ અને ઘટનારની ૨૦૦૦ રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧૦ હજાર કરોડ વધીને રૂ.૪૫૬.૨૭ લાખ કરોડ

શેરોમાં ઈન્ડેક્સ બેઝડ તેજી સાથે આજે ઉંચા મથાળે ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ અને પસંદગીના શેરોમાં આકર્ષણ જળવાઈ રહ્યું હોવા છતાં રોકાણકારોની સંપતિ પણ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં સાધારણ ૧૦ હજાર કરોડ વધીને રૂ.૪૫૬.૨૭ લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોરોના કાળની જેમ શું ફરી બેંક લોનના હપ્તા ભરવામાં રાહત મળશે? RBIએ આપ્યું મોટું નિવેદન | Loan Morator…
Business

કોરોના કાળની જેમ શું ફરી બેંક લોનના હપ્તા ભરવામાં રાહત મળશે? RBIએ આપ્યું મોટું નિવેદન | Loan Morator…

April 13, 2026
અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં ક્રૂડ ઓઈલના ભાવમાં ‘બ્લાસ્ટ’, ફરી 100 ડૉલરને પાર | Crud…
Business

અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં ક્રૂડ ઓઈલના ભાવમાં ‘બ્લાસ્ટ’, ફરી 100 ડૉલરને પાર | Crud…

April 13, 2026
શેરબજારમાં ભૂકંપ: અમેરિકા-ઈરાન મંત્રણા ફેઈલ થતા સેન્સેક્સ 1680 અને નિફ્ટી 495 પોઈન્ટ તૂટ્યા | Indian…
Business

શેરબજારમાં ભૂકંપ: અમેરિકા-ઈરાન મંત્રણા ફેઈલ થતા સેન્સેક્સ 1680 અને નિફ્ટી 495 પોઈન્ટ તૂટ્યા | Indian…

April 13, 2026
Next Post
વાઘોડિયા તાલુકાના દત્તપુરા ગામે બિનખેતીની જમીન પચાવી પાડતા બે ભાઇઓ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો | land…

વાઘોડિયા તાલુકાના દત્તપુરા ગામે બિનખેતીની જમીન પચાવી પાડતા બે ભાઇઓ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો | land...

મહિલાનો નિર્વસ્ત્ર વીડિયો વાયરલ થવાની ઘટનામાં આરોપીને પાસા | Accused detained in case of woman’s nak…

મહિલાનો નિર્વસ્ત્ર વીડિયો વાયરલ થવાની ઘટનામાં આરોપીને પાસા | Accused detained in case of woman's nak...

રાણપુરમાં તલાટી મંત્રી સાથે સફાઇ કર્મીના અસભ્ય વર્તનના વિરોધમાં શહેર સજ્જડ બંધ | City shut down in p…

રાણપુરમાં તલાટી મંત્રી સાથે સફાઇ કર્મીના અસભ્ય વર્તનના વિરોધમાં શહેર સજ્જડ બંધ | City shut down in p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મૃતક વ્યક્તિના નામે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી જમીન વેચી દેવાનું કૌભાંડ | Scam of selling land by cre…

મૃતક વ્યક્તિના નામે બોગસ પાવર ઓફ એટર્ની બનાવી જમીન વેચી દેવાનું કૌભાંડ | Scam of selling land by cre…

3 months ago
રસ્તા પર નમાજ બાદ મીટની દુકાનો મુદ્દે હંગામો… તહેવાર પહેલા દિલ્હીથી યુપી સુધી રાજકીય ગરમાવો

રસ્તા પર નમાજ બાદ મીટની દુકાનો મુદ્દે હંગામો… તહેવાર પહેલા દિલ્હીથી યુપી સુધી રાજકીય ગરમાવો

1 year ago
ટેન્ડરના નામે કરોડોના કૌભાંડમાં ઠગ નિરવ દવેના પિતા અને પુત્રની ધરપકડ | Father and son of thug Nirav …

ટેન્ડરના નામે કરોડોના કૌભાંડમાં ઠગ નિરવ દવેના પિતા અને પુત્રની ધરપકડ | Father and son of thug Nirav …

1 month ago
ભારતની સરહદ નજીક નેપાળમાં ભયાનક અકસ્માત, જાનૈયાઓ ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 13 મોત, 34ને ઈજા | Nepa…

ભારતની સરહદ નજીક નેપાળમાં ભયાનક અકસ્માત, જાનૈયાઓ ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 13 મોત, 34ને ઈજા | Nepa…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News