gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બજેટ દિવસના કડાકા બાદ શોર્ટ કવરિંગની તેજી : સેન્સેક્સ 943 પોઈન્ટ ઉછળી 81666 | Short covering surges …

G METRO NEWS by G METRO NEWS
February 3, 2026
in Business
0 0
0
બજેટ દિવસના કડાકા બાદ શોર્ટ કવરિંગની તેજી : સેન્સેક્સ 943 પોઈન્ટ ઉછળી 81666 | Short covering surges …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઘટવાના સંકેત અને વિશ્વ બજારમાં સોના-ચાંદીમાં તેજીનો  સટ્ટો વિખેરાતાં વૈશ્વિક ફંડો ઈક્વિટી તરફ વળ્યાના અહેવાલ અને કેન્દ્રિય બજેટ ૨૦૨૬-૨૭માં ગઈકાલે નાણા મંત્રી નિર્મલા સીતારામને શેર બજારને એફ એન્ડ ઓમાં સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ (એસટીટી) વધારીને આપેલા આંચકાના વસવસામાં બજાર ધડામ પછડાયા બાદ હવે બજેટની જોગવાઈઓના અર્થશાસ્ત્રીઓ અને કોર્પોરેટ જગત દ્વારા પોઝિટીવ અર્થઘટન અને હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિની અપેક્ષા સાથે ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ આગામી દિવસોમાં થવાની અપેક્ષાએ આજે બજારે બજેટથી પડેલું ગાબડું લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો સાથે મહારથીઓની ખરીદી અને શોર્ટ કવરિંગે પૂરાયું હતું. આંતરરાષ્ટ્રીય કોમાડિટીઝ બજારમાં સોના-ચાંદીમાં સતત કડાકા સાથે ક્રુડ ઓઈલના ભાવ ઘટી આવતાં  ભારત માટે પોઝિટીવ પરિબળે પણ શેરબજારમાં રિકવરી આવી હતી. ફંડોએ આજે ઓટોમોબાઈલ શેરો, કેપિટલ ગુડઝ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ શેરોમાં કવરિંગ સાથે મોટી ખરીદી કરી હતી. ફંડો આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, હેલ્થકેર સિવાયના તમામ સેકટર શેરોમાં આજે ખરીદી કરી હતી. સેન્સેક્સ ૯૪૩.૫૨ પોઈન્ટની છલાંગે ૮૧૬૬૬.૪૬ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૬૨.૯૫ પોઈન્ટ વધીને ૨૫૦૮૮.૪૦ બંધ રહ્યા હતા.

ઓટો ઈન્ડેક્સની ૧૧૫૩ પોઈન્ટની છલાંગ : ટાટા મોટર્સ, ભારત ફોર્જ, ઉનો મિન્ડા, મહિન્દ્રા ઉછળ્યા

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે ફંડોએ મોટાપાયે શોર્ટ કવરિંગ કરવા સાથે ક્રુડ ઓઈલના ભાવો તૂટતાં પોઝિટીવ પરિબળે ખરીદી રહી હતી. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૧૮.૪૦ ઉછળીને રૂ.૩૬૨.૯૦, ભારત ફોર્જ રૂ.૬૭.૦૫ વધીને રૂ.૧૪૪૩.૮૫, ઉનો મિન્ડા રૂ.૩૪.૬૦ વધીને રૂ.૧૧૭૯.૬૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૦૦ વધીને રૂ.૩૪૬૩.૨૫, અશોક લેલેન્ડ રૂ.૫.૨૫ વધીને રૂ.૧૯૪.૪૫, હીરો મોટોકોર્પ રૂ.૧૧૪.૪૫ વધીને રૂ.૫૬૨૨.૫૫, સોના કોમ રૂ.૯.૨૫ વધીને રૂ.૪૯૯.૪૦, ટીવીએસ મોટર રૂ.૫૮.૪૦ વધીને રૂ.૩૬૪૫.૬૫, મારૂતી સુઝુકી રૂ.૧૮૬.૩૫ વધીને રૂ.૧૪,૩૮૭.૦૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૧૫૨.૭૦ પોઈન્ટ ઉછળીને ૫૯૨૭૮.૩૬ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૦૦૪ પોઈન્ટ ઉછળ્યો : પ્રીમિયર એનજીૅ રૂ.૪૪, વારી એનજીૅ રૂ.૧૪૮ ઉછળ્યા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ આજે ફંડોએ શોર્ટ કવરિંગ સાથે કેટલાક શેરોમાં મોટી ખરીદી કરી હતી. પ્રીમિયર એનજીૅ રૂ.૪૩.૭૦ ઉછળીને રૂ.૭૩૪.૯૦, વારી એનજીૅ રૂ.૧૪૭.૬૦ વધીને રૂ.૨૭૯૪.૨૦, પાવર ઈન્ડિયા રૂ.૮૬૩.૬૦ વધીને રૂ.૧૮,૯૮૦.૩૦, સિમેન્સ રૂ.૧૦૯.૯૫ વધીને રૂ.૩૦૯૦.૮૫, ડાટાપેટર્ન રૂ.૮૭.૦૫ વધીને રૂ.૨૫૫૭.૪૫, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૧૪.૧૫ વધીને રૂ.૪૩૯.૧૦, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૧૪.૩૦ વધીને રૂ.૩૫૯૯.૭૫, પોલીકેબ રૂ.૧૯૨.૯૦ વધીને રૂ.૭૦૩૩.૯૫, કેઈઆઈ રૂ.૯૮.૫૫ વધીને રૂ.૪૦૭૭.૨૫, ભેલ રૂ.૬.૧૦ વધીને રૂ.૨૫૮.૦૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૦૦૪.૧૫ પોઈન્ટ વધીને ૬૫૬૫૯.૫૬ બંધ રહ્યો હતો.

મેટલ-માઈનીંગ શેરોમાં ઘટાડે સિલેક્ટિવ ફરી તેજી : હિન્દુસ્તાન ઝિંક, નાલ્કો, હિન્દાલ્કો, જિન્દાલ વધ્યા

સોના-ચાંદી અને નોન-ફેરસ મેટલના વિશ્વ બજારમાં ભાવોમાં તાજેતરના દિવસોમાં સતત કડાકા બાદ આજે ઓવરસોલ્ડ માર્કેટમાં ફંડોના કવરિંગ સાથે પસંદગીની ખરીદી રહી હતી. જિન્દાલ સ્ટેનલેસ રૂ.૨૨.૮૦ વધીને રૂ.૮૦૬, જિન્દાલ સ્ટીલ રૂ.૨૨.૦૫ વધીને રૂ.૧૦૨૩.૨૦, હિન્દાલ્કો રૂ.૧૪.૨૫ વધીને રૂ.૭૭૮.૫૦, સેઈલ રૂ.૧.૬૫ વધીને રૂ.૧૩૧.૯૦, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૫.૨૫ વધીને રૂ.૨૫૬૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૭૦૮.૭૩ પોઈન્ટ ઉછળીને ૩૮૦૫૮.૦૬ બંધ રહ્યો હતો.

ઓઈલ-ગેસ શેરોમાં રિલાયન્સની આગેવાનીએ તેજી : ઓઈલ ઈન્ડિયા રૂ.૪૨, ઓએનજીસી રૂ.૨૧ વધ્યા

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં કડાકો બોલાતા ભારતની ક્રુડ ઓઈલની આયાત સસ્તી થવાની અપેક્ષાએ આજે ફંડોએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આગેવાનીએ ઓઈલ-ગેસ શેરોમાં તેજી કરી હતી. ઓઈલ ઈન્ડિયા રૂ.૪૧.૯૦ વધીને રૂ.૪૯૦.૫૦, ઓએનજીસી રૂ.૨૦.૬૦ વધીને રૂ.૨૬૮.૬૫, ગેઈલ ઈન્ડિયા રૂ.૮.૧૦ વધીને રૂ.૧૬૮.૧૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૧૩.૦૫ વધીને રૂ.૨૯૦.૭૦, એચપીસીએલ રૂ.૧૩.૯૫ વધીને રૂ.૪૩૩.૪૫, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૩.૮૫ વધીને રૂ.૧૬૨.૮૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૬ વધીને રૂ.૧૩૯૭.૦૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૫૨૫.૫૯ પોઈન્ટ વધીને ૨૭૮૬૦.૬૬ બંધ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ છતાં ઘણા શેરોમાં ઓફલોડિંગ : ૨૩૮૪ શેરો નેગેટીવ બંધ

સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઘટાડે પસંદગીના શેરોમાં વેલ્યુબાઈંગ થયું હતું, પરંતુ ફંડોનું ફોક્સ હેવીવેઈટ, ફ્રન્ટલાઈન શેરો રહેતાં સાઈડ માર્કેટમાં મર્યાદિત ખરીદી સાથે ઘણા શેરોમાં ઓફલોડિંગ ચાલુ રહેતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૨૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૮૪ અને વધનારની સંખ્યા ૧૮૯૮ રહી હતી.

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં ફંડો વેચવાલ : એડીએસએલ, ઓનવર્ડ ટેકનો, ઈન્ટેલેક્ટ, નેટવેબ ઘટયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ ક્ષેત્રે બજેટમાં પ્રોત્સાહક જોગવાઈ છતાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે વધતાં વૈશ્વિક પડકારોને લઈ ઉદ્યોગમાં બિઝનેસ તકોને લઈ ચિંતાએ આઈટી કંપનીઓમાં કર્મચારીઓને હજારોની સંખ્યામાં છુટ્ટા કરવાના વધતા કિસ્સાને લઈ ફંડોની શેરોમાં વેચવાલી રહી હતી. એડીએસએલ રૂ.૧૨.૯૦ ઘટીને રૂ.૧૨૯.૬૦, ઓનવર્ટ ટેકનોલોજી રૂ.૨૩.૬૦ તૂટીને રૂ.૩૨૩.૮૦, ઈન્ટેલેક્ટ રૂ.૫૭.૧૦ ઘટીને રૂ.૮૨૫.૯૫, નેટવેબ રૂ.૧૦૮.૬૫ તૂટીને રૂ.૩૧૯૬.૯૦, મેપમાય ઈન્ડિયા રૂ.૩૪.૨૫ ઘટીને રૂ.૧૨૪૩ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈનડેક્સ ૨૫૨.૬૫ પોઈન્ટ તૂટીને ૩૬૬૦૫.૬૧ બંધ રહ્યો હતો.

એફએમસીજી શેરોમાં સિલેક્ટિવ તેજી : બજાજ કન્ઝયુમર, ગોદરેજ એગ્રો, ટાટા કન્ઝયુમર, નેસ્લે વધ્યા

એફએમસીજી શેરોમાં આજે ફંડોની સિલેક્ટિવ તેજી રહી હતી. બજેટમાં કૃષિ ક્ષેત્રે પ્રોત્સાહક જોગવાઈ અને બજેટ ફાળવણીમાં મોટી વૃદ્વિને લઈ ફંડોની એફએમસીજી શેરોમાં ઘટાડે ખરીદી રહી હતી. બજાજ કન્ઝયુમર રૂ.૩૩.૬૦ વધીને રૂ.૩૪૮.૦૫, ગોદરેજ એગ્રો રૂ.૩૪.૮૫ વધીને રૂ.૫૫૩.૮૫, ટાટા કન્ઝયુમર રૂ.૩૬.૬૦ વધીને રૂ.૧૧૨૫.૩૦, અવન્તી ફીડ રૂ.૨૧ વધીને રૂ.૮૦૦.૭૦, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૦૮.૫૫ વધીને રૂ.૪૪૧૧.૪૫, નેસ્લે ઈનડિયા રૂ.૩૧ વધીને રૂ.૧૩૦૭.૬૦, બ્રિટાનીયા રૂ.૧૨૬.૮૦ વધીને રૂ.૫૮૮૫.૧૦ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૧૮૦.૨૭ પોઈન્ટ વધીને ૧૮૫૧૧.૬૭ બંધ રહ્યો હતો.

FPIs/FIIની રૂ.૧૮૩૨ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૨૪૪૬ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે બજેટ કેશમાં રૂ.૧૮૩૨.૪૬  કરોડની ચોખ્ખી વેચવાલી રહી  હતી. કુલ રૂ.૧૫,૧૭૨.૫૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૭,૦૦૫.૦૧ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૨૪૪૬.૩૩ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૮,૬૨૬.૪૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૬,૧૮૦.૧૦ કરોડની વેચવાલી થઈ હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪.૪૨ લાખ કરોડ વધીને રૂ.૪૫૫.૦૩ લાખ કરોડ

શેરોમાં આજે ઘટાડે શોર્ટ કવરિંગ સાથે એ ગુ્રપ, સેન્સેક્સ, નિફટી બેઝડ બાઉન્સબેક થતાં ઘણા શેરોના  ભાવો ઉંચકાઈ આવતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪.૪૨ લાખ કરોડ વધીને રૂ.૪૫૫.૦૩ લાખ કરોડ પહોંચ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…
Business

યુદ્ધ અટકવાના સમાચારથી શેર બજારમાં તોફાની તેજી! સોના-ચાંદીના ભાવમાં આજે ફરી કડાકો | share market bou…

March 24, 2026
અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…
Business

અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે | new delhi…

March 24, 2026
શ્રીલંકામાં પેટ્રોલના ભાવ વધીને રૂ. 398 અને ડીઝલના 382 પ્રતિ લિટર | Petrol prices in Sri Lanka rise …
Business

શ્રીલંકામાં પેટ્રોલના ભાવ વધીને રૂ. 398 અને ડીઝલના 382 પ્રતિ લિટર | Petrol prices in Sri Lanka rise …

March 24, 2026
Next Post
ડોમ સ્ટ્રક્ચરના લોખંડના સામાનની ચોરી કરનાર 2 આરોપી ઝડપાયા | 2 accused arrested for stealing iron goo…

ડોમ સ્ટ્રક્ચરના લોખંડના સામાનની ચોરી કરનાર 2 આરોપી ઝડપાયા | 2 accused arrested for stealing iron goo...

મોટા કેરાળામાં માલિકીની જમીનમાંથી ગેરકદાયદે ખનન ઝડપાયું, | Illegal mining caught on owned land in Ke…

મોટા કેરાળામાં માલિકીની જમીનમાંથી ગેરકદાયદે ખનન ઝડપાયું, | Illegal mining caught on owned land in Ke...

ખેડાના પરીએજ વેટલેન્ડને ‘રામસર સાઈટ’નો વૈશ્વિક દરજ્જો અપાવવા તંત્રના ચક્રો ગતિમાન | system are in mo…

ખેડાના પરીએજ વેટલેન્ડને 'રામસર સાઈટ'નો વૈશ્વિક દરજ્જો અપાવવા તંત્રના ચક્રો ગતિમાન | system are in mo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અખિયાણા ગામે રામદેવ હોટલ પાસેથી 74.59 લાખનો દારૂ જપ્ત | Liquor worth Rs 74 59 lakh seized from Ramde…

અખિયાણા ગામે રામદેવ હોટલ પાસેથી 74.59 લાખનો દારૂ જપ્ત | Liquor worth Rs 74 59 lakh seized from Ramde…

2 months ago
ગાયને અડફેટમાં લેનાર કારચાલકનો ઘર સુધી પીછો કરી હુમલો કર્યો | Driver who accidentally hit cow chased…

ગાયને અડફેટમાં લેનાર કારચાલકનો ઘર સુધી પીછો કરી હુમલો કર્યો | Driver who accidentally hit cow chased…

7 months ago
અમદાવાદ-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત: લોડિંગ ટેમ્પો પલટી જતાં પોલીસ અધિકારીનું મોત | police offic…

અમદાવાદ-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત: લોડિંગ ટેમ્પો પલટી જતાં પોલીસ અધિકારીનું મોત | police offic…

5 months ago
શહેરીજનોને 31 માર્ચ સુધીમાં બાકીનો મિલકત વેરો, વ્યવસાય વેરો તથા પાણી વેરાની ભરપાઈ કરવા તાકીદ | Citiz…

શહેરીજનોને 31 માર્ચ સુધીમાં બાકીનો મિલકત વેરો, વ્યવસાય વેરો તથા પાણી વેરાની ભરપાઈ કરવા તાકીદ | Citiz…

4 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News