![]()
Gujarat Farmers: સમૃદ્ધ ખેડૂત-સમૃદ્ધ ગુજરાતના સૂત્રો પોકારવામાં આવી રહ્યાં છે. એટલુ જ નહીં ખેડૂતોની આવક બમણી થશે, તેવુ રાજ્ય અને કેન્દ્ર સરકાર ડિંગો હાંકી રહી છે, ત્યારે ખેતી બચાવવા ખેડૂતો દેવું કરવા મજબૂર બન્યાં છે. ખુદ કેન્દ્ર સરકારે જ ઘટસ્ફોટ કર્યો છે કે, ગુજરાતમાં ખેડૂતોએ 21મી જુલાઈ 2025 સુધીમાં 1,44,330 કરોડ રૂપિયાની બેન્ક લોન લીધી છે. આ પરથી એ વાત પ્રસ્થાપિત થઈ છે કે, જગતનો તાત દેવાના ડૂંગર તળે દબાઈ રહ્યો છે.
છેલ્લા 5 વર્ષમાં લોનમાં રૂ. 47,હજાર કરોડથી વધુનો વધારો
ગુજરાતમાં ખેડૂતોની આર્થિક રીતે બેહાલ થયાં છે કેમ કે, હવે ખેતી કરવી મોંઘી બની છે. ખાતર, જંતુનાશક દવાથી માંડીને ખેતમજૂરીના ભાવો વધ્યાં છે. સિઝનમાં અથાગ મહેનત કર્યા પછી પણ જે પાક ઉત્પાદન થાય તે બજાર કે એપીએમસીમાં પહોંચે ત્યારે ખેડૂતોને પુરતા ભાવ સુદ્ધા મળતા નથી. ખેડૂતોની એવી દશા છે કે, ખેતી ખાતર બચાવવા બેન્કો પાસેથી લોન લેવી પડે છે. પરિસ્થિતી એવી નિર્માણ થઈ છે કે, ખેતી ખર્ચ વધ્યો છે, પરંતુ ખેત ઉત્પાદનના ભાવ વધ્યાં નથી. તેમાંય ચોમાસામાં ભારે વરસાદથી ખેતીને મોટાપાયે નુકશાન થાય તે અલગ.
આ પણ વાંચો: ગુજરાતમાં ધો.3થી 12માં નવરાત્રી પછી લેવાશે પહેલી પ્રથમ પરીક્ષા, જાણો નવી તારીખ
લોકસભામાં રજૂ થયેલાં રિપોર્ટ અનુસાર, બમણી આવકની ડિંગો હાંકવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતમાં 55 લાખ ખેડૂતોએ બેન્ક લોન લીધી છે. વર્ષ 2025-26માં ખેડૂતોએ કુલ 1.44,330 કરોડ રૂપિયાની લોન મેળવી છે. વર્ષ 2020-21માં ગુજરાતી ખેડૂતોની બેન્ક લોન 96,963 કરોડ રૂપિયા હતી તે વર્ષ 2025-26માં વધીને 1,44, 330 કરોડ રૂપિયા સુધી પહોંચી હતી. પાંચ વર્ષમાં ખેડૂતોની બેન્ કલોનમાં 47,367 કરોડ રૂપિયાનો વધારો નોંધાયો હતો. ટૂંકમાં ગુજરાતના ખેડૂતોની બેન્ક લોનનો આંકડો વધતો જ જાય છે. કેન્દ્ર સરકારના મતે પ્રત્યેક ખેડૂતના માથે 56 હજાર રૂપિયાનું દેવું છે. મહત્ત્વની વાત છે કે, ખેડૂતો માટે અનેક કૃષિલક્ષી યોજનાઓ અમલમાં છે, તેમ છતાંય ખેડૂતોની સ્થિતિમાં સુધારો થઈ શક્યો નથી. ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર ભલે દાવો કરે પણ કડવી વાસ્તવિકતા છે કે, ખેડૂતો દેવાદાર બન્યાં છે.










