![]()
પોલીસે બંને જૂથને અલગ કરી મામલો થાળે પાડયો
રાજેશભાઈના માણસો સહી કરવા દેતા ન હોવાનો ગણપત રાઠોડનો દાવો ઃ ભાજપના બળવાખોર ચંદ્રસિંહ પરમારે કોંગ્રેસીઓ સાથે આવી હુમલો કર્યો ઃ રાજેશ પાઠક
ડાકોર: અમૂલ ડેરીની ચૂંટણીમાં બાલાસિનોર બેઠક પર ફોર્મ ભરવા આવેલા ભાજપ અને અપક્ષના કાર્યકરો સામસામે આવી ગયા હતા. બંને જૂથો વચ્ચે ધક્કામૂક્કી અને ઝપાઝપી થઈ હતી. પોલીસે મામલો થાળે પાડયો હતો.
અમૂલ ડેરીની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે બાલાસિનોર બેઠક પરથી ગણપતભાઈ જીવાભાઈ રાઠોડ અપક્ષમાં ઉમેદવારીપત્ર ભરવા ટેકેદારો સાથે પ્રાંત કચેરીએ બપોરના અરસામાં પહોંચ્યા હતા. ત્યારે અમૂલના પૂર્વ ડિરેક્ટર રાજેશભાઈ ગજાનંદ પાઠક (પપ્પુભાઈ)ના કાર્યકરો અને સમર્થકો સામસામે આવી ગયા હતા. બંને જૂથોએ ધક્કામૂક્કી, ઝપાઝપી અને અપશબ્દો સાથે બોલાચાલી કરી હતી. સમગ્ર મામલે પોલીસ અને નાગરિકોએ વચ્ચે પડી બંને જૂથોને અલગ પાડી મામલો થાળે પાડયો હતો.
આ અંગે ગણપતભાઈ જીવાભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, હું ઉમેદવારી નોંધાવવા ટેકેદારો સાથે આવ્યો ત્યારે પપ્પુભાઈના માણસોએ હુલ્લડ કર્યું હતુ અને ટેકેદારોને સહી કરવા દેતા ન હતા. દરેક સભ્યને રૂા.૭ લાખ પપ્પુભાઈએ ચેરમેનદીઠ આપ્યા હોવાથી ગણપતભાઈના ટેકેદારો અને દરખાસ્ત કરનારને દબાણ કરવા સાથે માર માર્યાનો આક્ષેપ કર્યો હતો.
આ અંગે અમૂલ ડેરીના પૂર્વ ડિરેક્ટર રાજેશભાઈ (પપ્પુભાઈ) પાઠકે જણાવ્યું હતું કે, બાલાસિનોર બેઠક પરથી ફોર્મ ભરી હું પરત જતો હતો. ત્યારે કોંગ્રેસના આગેવાનો ગાડીમાં બાલાસિનોર ભાજપના બળવાખોર ચંદ્રસિંહ રામસિંહ પરમારને લઈને આવ્યા. તેમણે બીભત્સ કોમેન્ટ કરતા વિવાદ વકર્યો હતો. કોંગ્રેસના એક આગેવાને નાણાંનું બંડલ બતાવી અમારા કાર્યકર્તાઓને પ્રલોભન આપવાનો પ્રયાસ કર્યો હતો. અમારા બળવાખોર ઉમેદવાર ચંદ્રસિંહ પરમારને ટિકિટ ન મળતા ભાજપના કાર્યકર્તા ઉપર હુમલો કરવાની કોશિષ કરી હતી.
આણંદ શહેર પોલીસ મથકના પીઆઈ એન.બી. ડોડીયાએ જણાવ્યું હતું કે, ફોર્મ ભરવા બાબતે બે ઉમેદવારો વચ્ચે બોલાચાલી થઈ હતી. ફરજ ઉપર હાજર પોલીસે દોડી જઈ ઉમેદવારો તથા સમર્થકોને છૂટા પાડયા










