
Panipat Psycho Lady Drown 4 Children: હરિયાણાના પાણીપતની પૂનમ નામની મહિલાએ સુંદર બાળકો પ્રત્યેની ઈર્ષ્યાને કારણે એક ભયાનક ષડયંત્ર રચ્યું હતું. પોલીસ પૂછપરછમાં તેણે કબૂલ્યું કે, તેને કોઈ બાળક તેના કે તેની દીકરી કરતાં વધુ સુંદર હોય તે સહન થતું નહોતું. આ ઈર્ષ્યાને કારણે, આ ‘કિલર મહિલા’એ પોતાના ત્રણ વર્ષના દીકરા સહિત કુલ ચાર માસૂમ બાળકોની હત્યા કરી નાખી.
સુંદરતાની ઈર્ષ્યા હત્યાનું કારણ
આ મહિલાએ હત્યાની શરૂઆત વર્ષ 2023માં સોનીપતના બોહડ ગામમાં કરી, જ્યાં તેણે પોતાની નણંદની નાની દીકરીને બાથરૂમમાં લઈ જઈને પાણીમાં ડૂબાડી દીધી.










