
– કોઇ પણ દસ્તાવેજની નકલ થઇ શકે : સુપ્રીમ
– વેરિફિકેશનમાં આધાર અને ચૂંટણી કાર્ડનો પણ સમાવેશ કરવા ચૂંટણી પંચને સુપ્રીમની સલાહ, આજે જવાબ આપવો પડશે
પટણા : બિહારમાં ચૂંટણી પંચ દ્વારા મતદારોનું વેરિફિકેશન ચાલી રહ્યું છે, આ પ્રક્રિયાને અટકાવવાની માગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી થઇ હતી. જોકે સુપ્રીમે આ માગણી ફગાવી હતી પરંતુ ચૂંટણી પંચને એવી સલાહ આપી હતી કે વેરિફિકેશનની પ્રક્રિયા દરમિયાન મતદારોના આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડને પણ ધ્યાનમાં લેવામાં આવે.
બિહારમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે, જે પહેલા ચૂંટણી પંચ દ્વારા ઘરે ઘરે જઇને તમામ મતદારોનું વેરિફિકેશન કરાઇ રહ્યું છે જોકે તેમાં આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ તેમજ રાશન કાર્ડને પુરાવા તરીકે સામેલ નથી કરાઇ રહ્યા તેવા દાવા સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.










