![]()
Vadodara Fraud Case : વડોદરાના તાંદલજા વિસ્તારની એક મહિલા સાથે બુટ ચંપલના ધંધાના નામે છેતરપિંડી કરનાર દંપતિ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
તાંદલજા નવરોજમાં રહેતા જીનલબેન કહારે પોલીસને કહ્યું છે કે, મારે કોઈ વ્યવસાય કરવો હોવાથી રાવપુરામાં વેપાર કરતા અમારા પરિચિત ભાવિનભાઈ શાહ વાત કરી હતી. તેમણે બુટ ચંપલના ધંધામાં રોકાણ કરવાના નામે જુદા જુદા સમયે કુલ રૂ.4.44 લાખ લીધા હતા.
ભાવિન સાહેબ રૂ.1.74 લાખ પરત કર્યા હતા. પરંતુ ત્યારબાદ બાકીના 2.70 લાખ પરત કરતા ન હતા. તેની પત્ની અર્પિતા શાહને વાત કરતા તેણે પતિ ભાવિન પર ભરોસો રાખો પૈસા ચૂકવી દેશે તેમ કહ્યું હતું. ભાવિન શાહએ આપેલો ચેક પણ રિટર્ન થયો હતો. ત્યારબાદ તેણે થાય તે કરી લેજો તેમ કહી ધમકી આપી હતી. આ ફરિયાદને આધારે જેપી રોડ પોલીસે પતિ પત્ની સામે ગુનો દાખલ કર્યો છે.










