![]()
વડોદરાઃ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કારણે અકોટાનો સોલાર બ્રિજ ૧૩ દિવસ સુધી બંધ રાખવામાં આવનાર છે.
વડોદરામાં બુલેટ ટ્રેન માટે કામગીરી ચાલતી હોવાથી જુદાજુદા બ્રિજની અવર જવર બંધ રાખવામાં આવતી હોય છે.જે દરમિયાન હવે અકોટાના સોલાર બ્રિજ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
પોલીસ કમિશનરના જાહેરનામામાં જણાવાયું છે કે,આગામી તા.૨૭મી માર્ચથી અકોટા-દાંડિયા બજાર બ્રિજ બંધ કરી દેવામાં આવશે.તા.૮મી એપ્રિલે કામગીરી પૂર્ણ થતાં ફરી રાબેતા મુજબ અવરજવર થઇ શકશે.










