gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બેંકિંગ, કેપિટલ ગુડઝ, ઓટો, આઈટી શેરોમાં તેજી : સેન્સેક્સ 313 પોઈન્ટ વધીને 82694 | Banking capital go…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in Business
0 0
0
બેંકિંગ, કેપિટલ ગુડઝ, ઓટો, આઈટી શેરોમાં તેજી : સેન્સેક્સ 313 પોઈન્ટ વધીને 82694 | Banking capital go…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભારત સાથે તાજેતરમાં રશીયા મામલે ટ્રેડ વાટાઘાટ બંધ કરનાર અમેરિકા દ્વારા ભારતને ચીન અને રશીયાની વધુ નજીક જતું જોઈને ટ્રમ્પ સરકારે ભારત સરકાર સામે નમતું મૂક્યાના અને ભારત સાથે ટ્રેડ વાટાઘાટ ફરી શરૂ કરીને ઐતિહાસિક ડિલ કરવા તૈયાર થયાના અહેવાલ સાથે યુ.એસ. ફેડરલ રિઝર્વની રાત્રે મીટિંગ પૂર્વે રેટ કટની અપેક્ષા અને યુક્રેન મામલે રશીયાને સમજાવવા ભારતનો સાથ માંગ્યાના અહેવાલો વચ્ચે આજે ફંડોએ શેરોમાં તેજી આગળ વધારી હતી. વૈશ્વિક મોરચે એક તરફ નેપાળ અને યુરોપના દેશોમાં સત્તાપલટાના દેખાવોને લઈ અસ્થિરતા વ્યાપી રહી હોઈ અને બીજી તરફ ભારતનું વિશ્વમાં મહત્વ વધી રહ્યું હોઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ઝડપી આર્થિક વિકાસ કરવા કટિબદ્વ હોઈ વિદેશી ફંડો, રોકાણકારો ભારતમાં મોટાપાયે રોકાણ કરવા આતુર હોવાના સંકેતે સેન્ટીમેન્ટ સતત તેજીમય રહ્યું હતું. ભારતની ડિફેન્સ સહિતના ક્ષેત્રોમાં વધતી તાકત અને મેક ઈન ઈન્ડિયા સફળ બની રહ્યું હોઈ ફંડો સારા ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓમાં સતત ખરીદદાર રહ્યા હતા. આજે સ્ટેટ બેંક પાછળ બેંકિંગ-ફાઈનાન્સ, કેપિટલ ગુડઝ, ઓટોમોબાઈલ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો તેમ જ ઓઈલ-ગેસ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. સેન્સેક્સ  ૩૧૩.૦૨ પોઈન્ટ વધીને ૮૨૬૯૩.૭૧ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૯૧.૧૫ પોઈન્ટ વધીને ૨૫૩૩૦.૨૫ બંધ રહ્યા હતા.

યશ બેંકમાં હોલ્ડિંગ વેચતા સ્ટેટ બેંકની આગેવાનીએ બેંકિંગ શેરોમાં તેજી : બેંકેક્સ ૪૬૫ પોઈન્ટ ઉછળ્યો

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોની આજે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાનીએ તેજી થઈ હતી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ યશ બેંકમાં ૧૩.૪ ટકા હોલ્ડિંગ વેચવામાં સફળતા મેળવતાં આજે સ્ટેટ બેંક રૂ.૨૫.૧૫ વધીને રૂ.૮૫૬.૯૫ રહ્યો હતો. બેંક ઓફ બરોડા રૂ.૫.૨૫ વધીને રૂ.૨૪૫.૮૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૮.૯૦ વધીને રૂ.૨૦૫૦.૩૦, ફેડરલ બેંક રૂ.૨.૫૫ વધીને રૂ.૧૯૯ રહ્યા હતા. ફાઈનાન્સ શેરોમાં ધની રૂ.૫.૯૪૩ વધીને રૂ.૬૯.૪૧, આઈએફસીઆઈ રૂ.૨.૯૫ વધીને રૂ.૫૯.૦૩, સૂર્યોદય સ્મોલ રૂ.૫.૭૫ વધીને રૂ.૧૩૩, એમસીએક્સ રૂ.૨૬૮.૪૫ વધીને રૂ.૭૯૧૯.૪૫, પીએનબી રૂ.૩.૫૫ વધીને રૂ.૧૧૧.૯૫, કેમ્સ રૂ.૧૨૧.૩૫ વધીને રૂ.૪૦૧૧.૫૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ  ૪૬૫.૫૧ પોઈન્ટ વધીને ૬૨૪૨૭.૩૯ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ શેરોમાં તેજી : એલજી ઈક્વિપમેન્ટ, ઝેનટેક, કોચીન શિપ, અપાર, જયોતી સીએનસી વધ્યા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ ફંડોએ આજે સતત મોટી ખરીદી કરી હતી. ફંડો ભારતીય કંપનીઓની બિઝનેસ વૃદ્વિ અને વધતી તકોને લઈ કામગીરી મજબૂત રહેવાની અપેક્ષાએ શેરોમાં લેવાલ રહ્યા હતા.  એલજી ઈક્વિપમેન્ટ રૂ.૨૬.૮૫ વધીને રૂ.૪૯૪, ઝેનટેક રૂ.૭૩.૫૦ વધીને રૂ.૧૫૪૩.૭૫, કોચીન શિપ રૂ.૬૮.૩૦ વધીને રૂ.૧૮૮૯.૯૦, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૮૫.૪૫ વધીને રૂ.૮૯૧૦, ગ્રાઈન્ડવેલ રૂ.૪૩.૩૦ વધીને રૂ.૧૭૦૦, કિર્લોસ્કર એન્જિન રૂ.૨૧.૭૦ વધીને રૂ.૯૫૩, મઝગાંવ ડોક રૂ.૫૦.૭૫ વધીને રૂ.૨૯૯૭.૦૫, જયોતી સીએનસી રૂ.૧૫.૪૫ વધીને રૂ.૯૪૭.૦૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૭૬.૫૦ પોઈન્ટ વધીને ૭૧૪૧૪.૬૯ બંધ રહ્યો હતો.

ઓટોમોબાઈલ શેરોમાં ફરી વધતું આકર્ષણ : હ્યુન્ડાઈ રૂ.૪૯ વધી રૂ.૨૬૫૧ : બાલક્રિષ્ન ઈન્ડ., મારૂતી વધ્યા

ઓટોમોબાઈલ કંપનીઓ દ્વારા તહેવારોની સીઝનમાં નવા વાહનો લોન્ચ કરવા સાથે જીએસટીમાં ઘટાડાનો ફાયદો ગ્રાહકોને આપવાનું શરૂ કરાતાં અને અપેક્ષાથી વધુ ડિસ્કાઉન્ટ આપીને વેચાણ વૃદ્વિના પ્રયાસોએ આજે ઓટો શેરોમાં સતત આકર્ષણ વધતું જોવાયું હતું.  હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા રૂ.૪૯.૩૦ વધીને રૂ.૨૬૫૧.૪૫, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૫.૩૦ વધીને રૂ.૨૫૧૦.૭૫, મારૂતી સુઝુકી રૂ.૨૦૯.૬૦ વધીને રૂ.૧૫,૭૮૦.૯૫, હીરો મોટોકોર્પ રૂ.૪૧.૩૫ વધીને રૂ.૫૩૫૦, ટાટા મોટર્સ દ્વારા પેસેન્જર અને કમર્શિયલ વાહનોના એકમનું ડિમર્જર કરવાના ડેવલપમેન્ટે શેર રૂ.૫.૫૦ વધીને રૂ.૭૧૯.૧૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨૭.૪૫ વધીને રૂ.૩૬૩૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૨૪.૬૨ પોઈન્ટ વધીને ૬૦૯૪૮.૯૯ બંધ રહ્યો હતો.

આઈટી શેરોમાં ફંડોનું વેલ્યુબાઈંગ વધ્યું : રેટગેઈન, રામકો સિસ્ટમ, જેનેસીસ, ઓનવર્ડ ટેકનોલોજી વધ્યા

અમેરિકી શેર બજારોમાં નાસ્દાકમાં તેજી સાથે ભારત અને અમેરિકાના સંબંધો ફરી સુધરતાં ટ્રેડ ડિલની અપેક્ષાએ ફંડોની આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ખરીદી વધી હતી. ઓનવર્ડ ટેકનોલોજી રૂ.૧૬.૩૦ વધીને રૂ.૩૪૩, રેટગેઈન રૂ.૨૦.૨૦ વધીને રૂ.૪૮૩.૦૫, રામકો સિસ્ટમ રૂ.૮.૦૫ વધીને રૂ.૩૯૦.૭૫, જેનેસીસ ઈન્ટરનેશનલ રૂ.૧૧.૮૫ વધીને રૂ.૬૪૦.૨૫, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૧૬.૦૫ વધીને રૂ.૧૧૦૦.૯૫, ડાટામેટિક્સ રૂ.૬.૬૦ વધીને રૂ.૬૭૩.૭૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૫૫.૪૩ પોઈન્ટ વધીને ૩૫૭૮૯.૧૫ બંધ રહ્યો હતો.

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડો હળવા થયા : જિન્દાલ સ્ટીલ, નાલ્કો, વેદાન્તા, હિન્દાલ્કોમાં નરમાઈ

ફંડોએ આજે મેટલ-માઈનીંગ શેરોમાં તેજીનો વેપાર હળવો કર્યો હતો. વેદાન્તા એનસીએલટી સુનાવણી પાછી ઠેલાતાં શેર રૂ.૫.૩૦ ઘટીને રૂ.૪૫૬.૦૫ રહ્યો હતો. જિન્દાલ સ્ટીલ રૂ.૧૯.૨૦ ઘટીને રૂ.૧૦૩૩.૫૦, નાલ્કો રૂ.૩.૨૦ ઘટીને રૂ.૨૧૩.૨૫, હિન્દાલ્કો રૂ.૬.૧૦ ઘટીને રૂ.૭૪૯.૯૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૨.૯૦ ઘટીને રૂ.૪૫૯.૨૦ રહ્યા હતા.

એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડોનું ખરીદીનું આકર્ષણ જળવાયું : ૨૩૪૧ શેરો પોઝિટીવ બંધ

સેન્સેક્સ, નિફટીમાં સતત તેજી સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં ખરીદીનું આકર્ષણ જળવાતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૩૫  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૩૪૧  અને ઘટનારની સંખ્યા ૧૮૨૮  રહી હતી.

FPIs/FIIની રૂ.૧૧૨૫ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૨૨૯૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશમાં રૂ.૧૧૨૪.૫૪  કરોડની ચોખ્ખી વેચવાલી  થઈ હતી. કુલ રૂ.૧૧,૫૦૯.૪૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૬૩૩.૯૫ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૨૨૯૩.૫૩ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૩,૭૧૯.૪૮  કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૪૨૫.૯૫ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૯૨ લાખ કરોડ વધીને રૂ.૪૬૪.૭૯ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટી બેઝડ સતત તેજી સાથે ફંડોની  સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં આકર્ષણ જળવાતાં રોકાણકારોની સંપતિ પણ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૯૨  લાખ  કરોડ વધીને રૂ.૪૬૪.૭૯ લાખ કરોડ રહ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ચાંદી 12,000 અને સોનું 5,700 થી વધુ ઉછળ્યું, રોકાણકારો ખુશખુશાલ | Gold and Silver Pric…
Business

વાયદા બજારમાં ચાંદી 12,000 અને સોનું 5,700 થી વધુ ઉછળ્યું, રોકાણકારો ખુશખુશાલ | Gold and Silver Pric…

March 25, 2026
યુદ્ધ વચ્ચે પણ શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 1600 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,400 ને પાર | Sensex a…
Business

યુદ્ધ વચ્ચે પણ શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 1600 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,400 ને પાર | Sensex a…

March 25, 2026
વર્તમાન નાણાં વર્ષમાં યુપીઆઈ મારફત વ્યવહારની સંખ્યા 240 અબજ પહોંચશે | The number of transactions thr…
Business

વર્તમાન નાણાં વર્ષમાં યુપીઆઈ મારફત વ્યવહારની સંખ્યા 240 અબજ પહોંચશે | The number of transactions thr…

March 25, 2026
Next Post
લીંબડીના ધલવાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor arrested from Dhalwana village in Limbdi

લીંબડીના ધલવાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો | Fake doctor arrested from Dhalwana village in Limbdi

તલવણી ગામે રહેણાંક મકાનમાંથી રૃા.2.76 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 2 76 lakh seized from a re…

તલવણી ગામે રહેણાંક મકાનમાંથી રૃા.2.76 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 2 76 lakh seized from a re...

મનપામાં સમાવિષ્ટ 5 ગામોનું સીમાંકન | Demarcation of 5 villages included in the municipality

મનપામાં સમાવિષ્ટ 5 ગામોનું સીમાંકન | Demarcation of 5 villages included in the municipality

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રમાં ભાજપની લહેર, શરદ પવારના ગઢમાં ગાબડું, મોટાભાગના શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું | BJP wave…

મહારાષ્ટ્રમાં ભાજપની લહેર, શરદ પવારના ગઢમાં ગાબડું, મોટાભાગના શહેરોમાં ખાતું પણ ન ખુલ્યું | BJP wave…

2 months ago
મચ્છીપીઠના મકાનમાંથી રૂ.1.75 લાખના MD ડ્રગ્સ સાથે કેરિયર ઝડપાયો | Carrier caught with MD drugs worth…

મચ્છીપીઠના મકાનમાંથી રૂ.1.75 લાખના MD ડ્રગ્સ સાથે કેરિયર ઝડપાયો | Carrier caught with MD drugs worth…

4 months ago
અમદાવાદની હોસ્પિટલ એસોસિયેશન અને વીમા કંપનીઓ વચ્ચે ઘમસાણ, વીમા પાસ કરાવવામાં ધાંધિયા | Ahmedabad Hos…

અમદાવાદની હોસ્પિટલ એસોસિયેશન અને વીમા કંપનીઓ વચ્ચે ઘમસાણ, વીમા પાસ કરાવવામાં ધાંધિયા | Ahmedabad Hos…

12 months ago
ખેડા જિલ્લામાં જમીન કૌભાંડોના બોગસ આધારકાર્ડ તંત્ર માટે પડકાર | Bogus Aadhaar card system a challeng…

ખેડા જિલ્લામાં જમીન કૌભાંડોના બોગસ આધારકાર્ડ તંત્ર માટે પડકાર | Bogus Aadhaar card system a challeng…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News