![]()
Vikram Sood on USA Trump: રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના ભૂતપૂર્વ વડા વિક્રમ સૂદે જણાવ્યું હતું કે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે વર્તમાન દિવસોમાં મજબૂત સંબંધો સ્થાપિત થવા પાછળનું કારણ ભારત દ્વારા ઓપરેશન સિંદૂર દરમિયાન સંઘર્ષ વિરામમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભૂમિકાના દાવાનો અસ્વીકાર છે. સુદે અમેરિકાના ડીપ સ્ટેટની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.
સુદે કહ્યું કે, આ બળ ભારતની આર્થિક પ્રગતિમાં સૌથી મોટો અવરોધ બની રહ્યું છે. આ બધું ટ્રમ્પની વ્યક્તિગત નારાજગીથી શરૂ થયું હતું. જ્યારે ભારતે તેમને કથિત યુદ્ધવિરામ માટે શ્રેય આપવાનો ઇનકાર કર્યો હતો. સુદે ટ્રમ્પની આ નારાજગી પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, પાકિસ્તાની નેતા ઘૂંટણિયે પડી ગયા અને કહ્યું, ‘આભાર, મારા સ્વામી. તમે નોબેલ પુરસ્કારને પાત્ર છો.’ આ ડીપ સ્ટેટનો ભ્રામક ખેલ છે. તેઓ ક્યારેય ઇચ્છતા નથી કે ભારત આર્થિક રીતે મજબૂત બને.
ભારતના આર્થિક વિકાસથી અમેરિકાના પેટમાં દુખાવો
સુદે વધુમાં જણાવ્યું હતું કે ભારત અને ચીન હવે વિશ્વની બે સૌથી મોટી આર્થિક મહાસત્તા બની ગયા છે, તેથી અમેરિકા ભારતની ઝડપથી વિકસી રહેલી આર્થિક વૃદ્ધિ અંગે ખૂબ ચિંતિત છે. તેમણે ભાર મૂક્યો હતો કે આ પાછળ કોઈ રાષ્ટ્રવાદી હેતુ નથી. જ્યારે આપણે રાષ્ટ્રવાદની ચર્ચા કરીએ છીએ, ત્યારે તેઓ તેને હિન્દુ રાષ્ટ્રવાદ તરીકે ફગાવી દે છે. વાસ્તવિક ભય એ છે કે ચીન એક મોટી આર્થિક શક્તિ છે અને ભારત બીજા ક્રમે છે. અમેરિકાએ ચીનના ઉદાહરણમાંથી બોધપાઠ લીધો છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મંગળવારે ટ્રમ્પે ફરી એકવાર પાકિસ્તાની નેતૃત્વની પ્રશંસા કરી અને અસીમ મુનીરને ‘ખૂબ જ મહત્વપૂર્ણ વ્યક્તિ’ ગણાવ્યા હતાં.
ડીપ સ્ટેટ: પડદા પાછળનું ષડયંત્ર
ભારતના પડોશી દેશોમાં ડીપ સ્ટેટ અને રાજકીય અસ્થિરતાના મુદ્દે સૂદે સમજાવ્યું કે આ શબ્દનો ઉપયોગ સૌપ્રથમ તૂર્કિયેમાં થયો હતો, જ્યાં ગુપ્તચર એજન્સીઓ, સૈન્ય અને એક અગ્રણી અધિકારીનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. એક ડ્રગ ટ્રાફિકર જે રોકડ, માદક દ્રવ્યો અને શસ્ત્રોનો ભંડાર લઈ જતો હતો, તે પણ તેમની સાથે હતો. તે સ્પષ્ટપણે દર્શાવે છે કે ડીપ સ્ટેટ સમાન જોડાણો દ્વારા કાર્ય કરે છે. ડીપ સ્ટેટનો અર્થ હવે કોર્પોરેટ જગત, લશ્કરી-ગુપ્તચર ઉપકરણ અને અન્ય પ્રભાવશાળી જૂથોનો સમાવેશ કરવા માટે વિકસિત થયો છે જે ગુપ્ત રીતે સત્તાના કબજાને નિયંત્રિત કરે છે. સમય જતાં તેનો અર્થ બદલાઈ ગયો છે. શક્તિશાળી લોકો (કોર્પોરેટ, લશ્કરી, ગુપ્તચર) કે, જે પડદા પાછળથી બધું નિયંત્રિત કરે છે.
આ સંદર્ભમાં સૂદે વ્હાઇટ હાઉસ ઉપરાંત શસ્ત્રો બનાવતી કંપનીઓની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો. અમેરિકાની વિદેશ નીતિ ફક્ત વ્હાઇટ હાઉસ કે કોંગ્રેસ દ્વારા નક્કી થતી નથી. શસ્ત્રો બનાવતી કંપનીઓ રાજ્ય સ્તરે નિર્ણયોને પણ પ્રભાવિત કરે છે. તેઓ તેમના કાયદા ઘડનારાઓ પર દબાણ કરે છે કે તેઓ સરકારને શસ્ત્રોનું વેચાણ સુનિશ્ચિત કરવા દબાણ કરે, પછી ભલે તે ઇઝરાયલ, પાકિસ્તાન કે ભારત સાથે સંબંધિત હોય.
પાકિસ્તાનઃ બનાના રિપબ્લિક અને જિહાદી જનરલ
સૂદે પાકિસ્તાનને ‘બનાના રિપબ્લિક’ ગણાવ્યું અને તેના સેના પ્રમુખને ‘જેહાદી જનરલ’ કહ્યા છે. તેમણે કહ્યું કે પાકિસ્તાની સેના એવા વૈચારિક અધિકારીઓથી ભરેલી છે જે બીજાઓ પર શાસન કરવા માટે ઝંખે છે. આસીમ મુનીર એક ઇસ્લામિક જેહાદી જનરલ છે. હિન્દુઓ અને મુસ્લિમો સાથે રહી શકતા ન હોવાની જાહેરાત આસીમ મુનીરે કરી. આવું નિવેદન કોઈ ભારતીય અધિકારી કરી શકે નહીં. અમારા અધિકારીઓ પ્રોફેશનલ છે, વૈચારિક નહીં. તેમની વિચારધારા શાસન-કેન્દ્રિત છે, તેમના માટે સફળતા અને નિષ્ફળતાની વ્યાખ્યા અલગ છે.










