gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતના 55 શહેરો પર પાક.ના નિષ્ફળ હુમલા | Pakistan’s failed attacks on 55 cities in India

G METRO NEWS by G METRO NEWS
May 10, 2025
in INDIA
0 0
0
ભારતના 55 શહેરો પર પાક.ના નિષ્ફળ હુમલા | Pakistan’s failed attacks on 55 cities in India
0
VIEWS
Share on FacebookShare on Twitter

– તૂર્કીયેથી પાકે. આયાત કરેલા બારૂદ વગરના 400 ડ્રોનનો ‘ઓપરેશન સિંદૂર’એ ભૂક્કો બોલાવ્યો

– સરહદે યુદ્ધના છમકલા

– ચીન, રશિયા અને અમેરિકાએ પાક.ને મદદ કરવાનું ટાળ્યું : ભારતની તાકાતનો પરચો મળતા એકપક્ષીય ‘યુદ્ધ વિરામ’ની શક્યતા !!!

– પાકિસ્તાને તેના એરપોર્ટ અને પેસેન્જર ફ્લાઈટ્સને બંધ કર્યા નથી અને ભારત પર હુમલા સમયે તેમનો ઢાલ તરીકે ઉપયોગ કર્યો હતો

નવી દિલ્હી : ભારતના ઓપરેશન સિંદૂરની સફળતાથી રઘવાયા બની ગયેલા પાકિસ્તાને ગુરૂવારે ભારતના ૩૫ અને શુક્રવારે જમ્મુ-કાશ્મીર અને પંજાબના ૨૦ શહેરો પર કુલ ૬૦૦થી વધુ ડ્રોનથી હુમલો કર્યો હતો, પરંતુ ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦એ મોટાભાગના ડ્રોન્સનો સફાયો કરી દીધો હતો. આ સિવાય પાકિસ્તાને ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવા માટે તેના નાગરિક વિમાનોનો ઢાલ તરીકે ઉપયોગ કરીને ભારત પર હુમલો કર્યો હતો. જોકે, ભારતે સચોટ રીતે માત્ર પાકિસ્તાનના ડ્રોન્સને તોડી પાડયા હતા. બીજીબાજુ ભારતના હુમલાથી ગભરાઈ ગયેલા પાકિસ્તાને ચીન, અમેરિકા, રશિયા સહિતના દેશો સમક્ષ મદદ માગી હતી, પરંતુ બધા દેશોએ પાકિસ્તાનને મદદ કરવાનું ટાળ્યું છે.

ભારતના ઓપરેશન સિંદૂર પછી રઘવાયા બનેલા પાકિસ્તાને ગુરુવારે રાતે ઉત્તરીય અને પશ્ચિમી ભારતના ૩૫ જેટલા શહેરોમાં અનેક સૈન્ય સ્થળો પર ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા હતા, પરંતુ ભારતની એર ડિફેન્સ સિસ્ટમ એસ-૪૦૦એ બધા જ હુમલાને નિષ્ફળ બનાવી દીધા હતા. આ ઘટના પછી વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિક્રમ મિસરી, કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે શુક્રવારે સાંજે ૫.૦૦ કલાકે ઔપચારિક પ્રેસ બ્રિફિંગ કર્યું હતું.

કર્નલ સોફિયા કુરેશીએ એક તસવીર દર્શાવીને પાકિસ્તાનની પોલ ખોલી હતી. તેમણે કહ્યું કે, પાકિસ્તાન હુમલાના સમયે પેસેન્જર વિમાનોનો ઢાલ તરીકે ઊપયોગ કરી રહ્યું છે. પાકિસ્તાનમાં પ્રવાસી વિમાનો માટે એરસ્પેસ બંધ કરી દેવામાં આવી હોવા છતાં હુમલાઓ વચ્ચે પ્રવાસી વિમાનોનું ટેકઓફ અને લેન્ડિંગ કરાવવામાં આવી રહ્યું છે. પ્રવાસી વિમાનો વચ્ચેથી પાકિસ્તાન મિસાઈલ અને ડ્રોન હુમલા કરી રહ્યું છે. ભારતે પાકિસ્તાનને આ પ્રકારના કાયરતાપૂર્ણ કૃત્યો માટે ચેતવણી આપી છે.

વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે જણાવ્યું કે, પાકિસ્તાને ગુરુવારે મિસાઈલ અને ડ્રોન મારફત ભારતના ૩૫ સ્થળોને નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે શુક્રવારે સાંજે જમ્મુ-કાશ્મીર અને પંજાબના ૨૦ શહેરો પર ડ્રોન ઝીંક્યા હતા, જો કે આ તમામ ડ્રોનને ભારતીય ડિફેન્સ સિસ્ટમે તોડી પાડયા હતા. પાકિસ્તાને આ હુમલામાં મોટાભાગે તુર્કીયેમાં બનેલા ડ્રોનનો ઉપયોગ કર્યો. પ્રારંભિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે પાકિસ્તાને તુર્કીયેમાં બનેલા એસિસગાર્ડ સોનગાર ડ્રોનનો ઉપયોગ કર્યો છે. ભારતીય એરફોર્સે આ હુમલાનો તાત્કાલિક જવાબ આપતા એક ડ્રોન કાઉન્ટર એટેક કર્યો, જેમાં પાકિસ્તાનની સર્વેલન્સ રડાર વ્યવસ્થાનો નાશ કરી દેવાયો હતો. પાકિસ્તાની સેનાને આ જવાબી કાર્યવાહીથી ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત પાકિસ્તાને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમની ક્ષમતા ચકાસવા માટે દારૂગોળા વિનાના ડ્રોનથી હુમલો કર્યો હતો. આ ઉપરાંત પાકિસ્તાનનો આશય લોકોમાં ભય ફેલાવાવનો તેમજ ભારતીય સૈન્ય સ્થળો અંગે માહિતી એકત્ર કરવાનો હતો. જોકે, ભારતે તેના બધા જ ડ્રોનને તોડી પાડયા હતા. પાકિસ્તાનના હુમલાના જવાબમાં ભારતે ચાર પાકિસ્તાની એર ડિફેન્સ સાઈટ્સ પર હુમલો કરી એક એર ડિફેન્સ રડારનો નાશ કર્યો હતો.

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાને ગુરુવારે ભારતમાં ધાર્મિક સ્થળો પર હુમલા કર્યા હતા અને તેનો દોષ ભારતીય આર્મ્ડ ફોર્સીસ પર ઢોળવાનો ‘હાસ્યાસ્પદ’ દાવો કર્યો હતો. પાકિસ્તાને અમૃતસરમાં એક ગુરુદ્વારા પર હુમલો કર્યો હતો અને આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ એવો દાવો કર્યો કે ભારતે પોતે જ પોતાના શહેરોમાં ધાર્મિક સ્થળો પર હુમલા કર્યા છે. આવો દાવો ‘વિકૃત કલ્પના’થી વિશેષ કશું જ નથી અને તે પણ માત્ર પાકિસ્તાન જ કરી શકે તેમ છે. વિદેશ સચિવે કહ્યું કે, પાકિસ્તાને ૭ મેના રોજ પૂંછ, રાજૌરી, તંગધાર અને ઉરી જેવા ક્ષેત્રોમાં ભારે ગોળીબાર કર્યો હતો, જેમાં કેટલાક જવાનોને ઈજા પહોંચી છે. પાકિસ્તાને રહેણાંક વિસ્તારોમાં વિશેષરૂપે પૂંછના એક ગુરુદ્વારાને નિશાન બનાવ્યું હતું. પૂંછમાં એક કોન્વેન્ટ સ્કૂલ પર હુમલો કર્યો, જેમાં બે વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલાઓએ નાગરિકોમાં ભય પેદા કરી દીધો છે. અનેક પરિવારોએ સુરક્ષિત સ્થળોમાં પલાયન કર્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બ્રહ્મપુત્રા નદીના પેટાળમાં દોડશે ટ્રેન અને ગાડી : ભારતની પ્રથમ અંડરવોટર રોડ-કમ-રેલ ટનલને મળી મંજૂરી…
INDIA

બ્રહ્મપુત્રા નદીના પેટાળમાં દોડશે ટ્રેન અને ગાડી : ભારતની પ્રથમ અંડરવોટર રોડ-કમ-રેલ ટનલને મળી મંજૂરી…

February 14, 2026
‘ટ્રેડ ડીલે ટેક્સટાઇલ ઉદ્યોગને ખતમ કરી દીધો’, અમેરિકા સાથે વેપાર કરાર પર રાહુલ ગાંધીએ ફરી કર્યા પ્રહ…
INDIA

‘ટ્રેડ ડીલે ટેક્સટાઇલ ઉદ્યોગને ખતમ કરી દીધો’, અમેરિકા સાથે વેપાર કરાર પર રાહુલ ગાંધીએ ફરી કર્યા પ્રહ…

February 14, 2026
કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના આ હાઇવે અંગે મોટો નિર્ણય, શહેરો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત | union …
INDIA

કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના આ હાઇવે અંગે મોટો નિર્ણય, શહેરો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત | union …

February 14, 2026
Next Post
ભારતમાં EV ઉત્પાદકો સામે નવો પડકાર | New challenge for EV manufacturers in India

ભારતમાં EV ઉત્પાદકો સામે નવો પડકાર | New challenge for EV manufacturers in India

યુકે-અમેરિકા વચ્ચે વેપાર કરારને પગલે બિટકોઈન ફરી એક લાખ ડોલરને પાર | Bitcoin crosses 100 000 again f…

યુકે-અમેરિકા વચ્ચે વેપાર કરારને પગલે બિટકોઈન ફરી એક લાખ ડોલરને પાર | Bitcoin crosses 100 000 again f...

ઈક્વિટી ફંડોમાં રોકાણ પ્રવાહમાં એપ્રિલમાં નજીવો ઘટાડો જોવા મળ્યો | Investment flows into equity fund…

ઈક્વિટી ફંડોમાં રોકાણ પ્રવાહમાં એપ્રિલમાં નજીવો ઘટાડો જોવા મળ્યો | Investment flows into equity fund...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જસ્ટિસ સૂર્યકાંત 53મા સીજેઆઇ બન્યા બે કલાકમાં જ 17 કેસ સાંભળ્યા | Justice Suryakant became the 53rd …

જસ્ટિસ સૂર્યકાંત 53મા સીજેઆઇ બન્યા બે કલાકમાં જ 17 કેસ સાંભળ્યા | Justice Suryakant became the 53rd …

3 months ago
મેક્સિકોના 50 ટકા ટેરિફથી ભારતની રૂ. 80 હજાર કરોડની નિકાસ જોખમમાં | India’s exports worth Rs 80 000 …

મેક્સિકોના 50 ટકા ટેરિફથી ભારતની રૂ. 80 હજાર કરોડની નિકાસ જોખમમાં | India’s exports worth Rs 80 000 …

2 months ago
ભારતે બાંગ્લાદેશને અપાતી ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા બંધ કરી | India stops trans shipment facility to Ba…

ભારતે બાંગ્લાદેશને અપાતી ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા બંધ કરી | India stops trans shipment facility to Ba…

10 months ago
VIDEO : ‘સરકાર દેશમાં નફરત અને ડરનો માહોલ ઊભો કરી રહી છે’, રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર | Rahul Gand…

VIDEO : ‘સરકાર દેશમાં નફરત અને ડરનો માહોલ ઊભો કરી રહી છે’, રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર | Rahul Gand…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News