
– કોલકાતા હાઇકોર્ટનો માર્ગદર્શકરૂપ ચુકાદો
– ભારતમાં લગ્ન કરી વિદેશમાં વસેલા દંપતીએ ત્યાંના નાગરિક હોવ કે ન હોવ પણ છૂટાછેડા માટે ભારત આવવું નહીં પડે
– 2018નાં લગ્નમાં છૂટાછેડાના કેસમાં કોર્ટના અધિકારક્ષેત્રને લઈને વિવાદ સર્જાતા કોલકાતા હાઈકોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો
કોલકાતા : કોલકાતા હાઇકોર્ટે અત્યંત મહત્ત્વનો ચુકાદો આપતા જણાવ્યું છે કે કોઈના લગ્ન ભારતમાં થયા હોય અને પછી દંપતી વિદેશમાં રહેતું હોય તો તે ભારતમાં થયેલા લગ્ન છતાં પણ વિદેશની કોર્ટમાં છૂટાછેડાના કેસની સુનાવણી કરી શકે છે. તેના માટે તેમણે ભારત આવવાની જરૂર નથી. આના લીધે ભારતમાં લગ્ન કરી વિદેશમાં સ્થાયી થયેલા ભારતીય દંપતીઓએ છૂટાછેડા માટે ભારત આવવું નહીં પડે.










