gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારે હોબાળા બાદ આખરે વાહનચાલકોને રાહત! ‘KYV’ની પ્રક્રિયા વધુ સરળ બની, બ્લોક નહીં થાય ફાસ્ટેગ | NHAI …

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in INDIA
0 0
0
ભારે હોબાળા બાદ આખરે વાહનચાલકોને રાહત! ‘KYV’ની પ્રક્રિયા વધુ સરળ બની, બ્લોક નહીં થાય ફાસ્ટેગ | NHAI …
0
VIEWS
Share on FacebookShare on Twitter

FASTag KYV Process Relief: ટોલ પ્લાઝા પર FASTag બ્લોક થવાના અનેક બનાવો સામે આવ્યા બાદ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) હેઠળ કાર્યરત ઇન્ડિયન હાઇવે મેનેજમેન્ટ કંપની લિમિટેડ (IHMCL) દ્વારા FASTagની KYV (Know Your Vehicle) પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે. ઓગસ્ટ 2024માં શરૂ થયેલી આ ફરજિયાત પ્રક્રિયાના કડક અમલથી મુસાફરોને પડી રહેલી મુશ્કેલીઓ અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા હોબાળા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.

KYV પ્રક્રિયામાં કરાયેલા ફેરફારો

NHAI દ્વારા લેવાયેલા આ નિર્ણયોનો હેતું FASTagના દુરુપયોગ અને છેતરપિંડીને રોકવાનો તેમજ ગ્રાહકોની સુવિધા વધારવાનો છે. IHMCL દ્વારા જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા ગ્રાહકોને નોંધપાત્ર રાહત આપે છે, ખાસ કરીને દસ્તાવેજો અપલોડ કરવાની જટિલ પ્રક્રિયામાં. અગાઉ KYV માટે વાહનના વિવિધ ફોટોગ્રાફ્સ અપલોડ કરવા પડતા હતા. હવે કાર, જીપ અથવા વાન માટે માત્ર ફ્રન્ટ-વ્યૂ ફોટો અપલોડ કરવાની જરૂર પડશે, જેમાં નંબર પ્લેટ અને FASTag સ્ટીકર સ્પષ્ટપણે દેખાવા જોઈએ.

RC વિગતોનું ઓટોમેટિક વેરિફિકેશન

સૌથી મહત્ત્વપૂર્ણ અપડેટ છે, જેણે દસ્તાવેજો અપલોડ કરવાની મુશ્કેલી દૂર કરી છે. સિસ્ટમ હવે ‘વાહન’ પોર્ટલ પરથી RC (રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ)ની માહિતી આપોઆપ મેળવી લેશે. વાહનચાલકે ફક્ત વાહન નંબર, ચેસિસ નંબર અથવા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કરવાની જરૂર રહેશે. અગાઉ, ડિજીલોકર અથવા એમપરિવાહન એપ પરથી RCની ડિજિટલ નકલો અપલોડ કરવી ફરજિયાત હતી.

આ પણ વાંચો: 17 ફેબ્રુઆરીથી CBSE ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાના પેપરોમાં ફેરફાર: ફાઈનલ કાર્યક્રમ જાહેર

તાત્કાલિક FASTag બ્લોક નહીં થાય

અગાઉ KYV અપડેટ ન થવા પર FASTags તાત્કાલિક બ્લોક કે નિષ્ક્રિય થઈ જતા હતા, જેના કારણે અનેક ફરિયાદો ઊઠી હતી. જો કે,  IHMCLએ સ્પષ્ટતા કરી છે કે KYV અપડેટ ન હોય તેવા વાહનોની FASTag સેવાઓ તાત્કાલિક બંધ કરવામાં આવશે નહીં. યુઝર્સને પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પૂરતો સમય અને તક આપવામાં આવશે.

બેન્ક સહાય અને હેલ્પલાઇન સુવિધા

બેન્ક વાહનચાલકોને KYV વિશે યાદ અપાવવા માટે SMS મોકલશે. દસ્તાવેજો અપલોડ કરવામાં મુશ્કેલી પડનાર ગ્રાહકોનો બેન્ક સંપર્ક કરીને પ્રક્રિયા પૂર્ણ કરવામાં મદદ કરશે. કોઈ પણ સમસ્યાના નિરાકરણ માટે વાહનચાલકો નેશનલ હાઇવે હેલ્પલાઇન નંબર 1033 પર કોલ કરીને ફરિયાદ અથવા પ્રશ્ન નોંધાવી શકે છે.

KYV પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ કરવી?

•તમારી બેન્કની FASTag વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન ખોલો.

•KYV અપડેટ પર જાઓ.

•વાહન નંબર, ચેસીસ નંબર અથવા મોબાઇલ નંબર દાખલ કરો.

•નંબર પ્લેટ અને FASTag સ્ટીકર બંને સ્પષ્ટ રીતે દર્શાવતો સ્પષ્ટ આગળનો ફોટો અપલોડ કરો.

•RC માહિતી સિસ્ટમ દ્વારા આપમેળે જનરેટ થશે.

•’સબમિટ કરો’ પર ક્લિક કરો.

•તમને એક કન્ફર્મેશન મેસેજ મળશે કે તમારું KYV સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.

KYV (Know Your Vehicle) શું છે?

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા લાગુ કરાયેલી KYV પ્રક્રિયા હેઠળ, FASTag યુઝર્સે તેના વાહનના ફોટો અને RCની વિગતો અપલોડ કરવાની હોય છે. સરકારનો હેતુ ટેગના છેતરપિંડી અને દુરુપયોગને રોકવાનો છે. કારણ કે, એવું જોવા મળ્યું હતું કે ઘણાં લોકો અલગ અલગ વાહનો માટે એક જ ટેગનો ઉપયોગ કરે છે અથવા ખોટી વિગતો સાથે FASTags મેળવે છે. KYV દ્વારા આવી અનિયમિતતાઓને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મણિપુરમાં ફરી હિંસા : બદમાશોએ અનેક ઘરોને આગ ચાંપી, ફાયરિંગ કર્યું, લોકો ઘરો છોડી ભાગ્યા | Manipur Vi…
INDIA

મણિપુરમાં ફરી હિંસા : બદમાશોએ અનેક ઘરોને આગ ચાંપી, ફાયરિંગ કર્યું, લોકો ઘરો છોડી ભાગ્યા | Manipur Vi…

February 9, 2026
‘પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા’, રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન | Roh…
INDIA

‘પ્લેન ક્રેશમાં અજિત પવારના નિધન પર આશંકા’, રોહિત પવારના નિવેદનથી હડકંપ, કાલે આપશે પ્રેઝન્ટેશન | Roh…

February 9, 2026
મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…
INDIA

મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…

February 9, 2026
Next Post
સુરતમાં તાપી નદી કિનારે 500 વર્ષ કરતાં વધુ જુના ભરીમાતા મંદિરમાં આજે પણ સવા રૂપિયો ચઢાવવાની પ્રથા | …

સુરતમાં તાપી નદી કિનારે 500 વર્ષ કરતાં વધુ જુના ભરીમાતા મંદિરમાં આજે પણ સવા રૂપિયો ચઢાવવાની પ્રથા | ...

અમદાવાદના યુવકની સોમનાથથી પશુપતિનાથ સુધી 2200 કિ.મી. દોડ, યુવાનોને વ્યસનથી બચાવવાની હાકલ | Ahmedabad…

અમદાવાદના યુવકની સોમનાથથી પશુપતિનાથ સુધી 2200 કિ.મી. દોડ, યુવાનોને વ્યસનથી બચાવવાની હાકલ | Ahmedabad...

‘કોંગ્રેસના કારણે કાશ્મીર દાયકાઓ સુધી સળગતું રહ્યું’, કેવડિયામાં એકતા પરેડ બાદ PM મોદીનું સંબોધન | /…

'કોંગ્રેસના કારણે કાશ્મીર દાયકાઓ સુધી સળગતું રહ્યું', કેવડિયામાં એકતા પરેડ બાદ PM મોદીનું સંબોધન | /...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ફક્ત ગરબા જ રમાડો, અંગ્રેજી અને બોલિવૂડ સોંગ ન વગાડવા જોઈએ’, VHPએ વાંધો ઉઠાવ્યો | vhp bans english …

‘ફક્ત ગરબા જ રમાડો, અંગ્રેજી અને બોલિવૂડ સોંગ ન વગાડવા જોઈએ’, VHPએ વાંધો ઉઠાવ્યો | vhp bans english …

5 months ago
સુરતના કતારગામની કુંજ ગલીમાં પરંપરાગત ગરબાનું અનેરું આકર્ષણ, ડીજે નહીં પણ સૂરીલા સૂર | Surat’s Uniqu…

સુરતના કતારગામની કુંજ ગલીમાં પરંપરાગત ગરબાનું અનેરું આકર્ષણ, ડીજે નહીં પણ સૂરીલા સૂર | Surat’s Uniqu…

5 months ago
રાજ્યના 5 જિલ્લામાં પાક નુકશાન થતા 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરાયુ | Agricultural relief pac…

રાજ્યના 5 જિલ્લામાં પાક નુકશાન થતા 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરાયુ | Agricultural relief pac…

4 months ago
પોર નજીક બામણ ગામ પાસેની ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી | Vadodara: fi…

પોર નજીક બામણ ગામ પાસેની ટેકનોબીટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી.કંપનીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી | Vadodara: fi…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News