gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મતદાર યાદીમાં સુધારો કરવાનો ચૂંટણી પંચને અબાધિત અધિકાર : સુપ્રીમ | Election Commission has unlimited…

G METRO NEWS by G METRO NEWS
August 13, 2025
in INDIA
0 0
0
મતદાર યાદીમાં સુધારો કરવાનો ચૂંટણી પંચને અબાધિત અધિકાર : સુપ્રીમ | Election Commission has unlimited…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આધાર કાર્ડ નાગરિકતાનું પ્રમાણ નથી, ચૂંટણી પંચ સાચું : સુપ્રીમ

– ગેરરીતિ સાબિત થાય તો મતદારોનું વેરિફિકેશન રદ કરીશું, વિશ્વાસમાં ખામીનો મામલો જણાય છે : સુપ્રીમ

નવી દિલ્હી : ચૂંટણી પંચ દ્વારા બિહારમાં મતદારોનું વેરિફિકેશન કરાયું અને નવી યાદી જાહેર કરાઇ, જેને લઇને સંસદની અંદર અને બહાર તો વિવાદ ચાલી જ રહ્યો છે હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે સુનાવણી કરી હતી અને મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું હતું કે જો આ મતદાર વેરિફિકેશન પ્રક્રિયામાં કોઇ ગડબડ કે ગેરરિતી સાબિત થાય તો વેરિફિકેશનના જે પરિણામ જાહેર કરાયા છે તેને રદ કરી શકાય. પરંતુ આ સાથે જ સુપ્રીમે એમ પણ કહ્યું હતું કે દેશના નાગરિકો, બિન-નાગરિકોને મતદાર યાદીમાં સામેલ કરવા કે બહાર રાખવા તે ચૂંટણી પંચના અધિકાર ક્ષેત્રમાં આવે છે.

અગાઉ ચૂંટણી પંચે આધાર, ચૂંટણી અને રાશન કાર્ડને નાગરિકતાનું પ્રમાણ માનવાની સુપ્રીમમાં ના પાડી દીધી હતી, આ મુદ્દે મંગળવારે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે ચૂંટણી પંચ સાચુ કહી રહ્યું છે કે આધાર કાર્ડને નાગરિકતાના નિર્ણાયક પ્રમાણ તરીકે ના સ્વીકારી શકાય. આધાર માત્ર કોઇની ઓળખનો આધાર હોઇ શકે. જ્યારે સુનાવણી ચાલી રહી હતી ત્યારે પક્ષકાર યોગેન્દ્ર યાદવે સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સામે બે એવા મતદારોને હાજર કર્યા હતા કે જેઓને ચૂંટણી પંચની નવી યાદીમાં મૃત જાહેર કરી દેવાયા છે. જેના પર જવાબ આપતા ચૂંટણી પંચે કહ્યું હતું કે આ નાટક ટીવી સ્ટૂડિયોમાં ચાલી શકે, જો ખરેખર જીવિત વ્યક્તિને મૃત દેખાડવામાં આવી હોય તો ફોર્મ ભરીને સુધારા કરાવી શકાય. બાદમાં ન્યાયાધીશ સુર્યકાંતની અધ્યક્ષતાવાળી સુપ્રીમની બેંચે કહ્યું હતું કે અમને એ વાતનું ગૌરવ છે કે આ દેશના નાગરિક પોતાની વાત રજુ કરવા માટે આ કોર્ટમાં આવી રહ્યા છે. 

બિહારની આ મતદાર વેરિફિકેશન પ્રક્રિયા એટલે કે એસઆઇઆર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ થઇ છે, જેમાંથી એક અરજદાર તરફથી હાજર વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે બિહારમાં મતદારોના વેરિફિકેશન દરમિયાન ૭.૨૪ કરોડ લોકોએ ફોર્મ જમા કરાવ્યા, જ્યારે ૬૫ લાખ લોકોના નામ કોઇ પણ પ્રકારની તપાસ કર્યા વગર જ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. ચૂંટણી પંચે આ માટે કોઇ સરવે પણ નથી કરાવ્યો. જાણકારી મુજબ ૧૨ લોકો એવા છે કે જે જીવીત હોવા છતા તેમને મૃત જાહેર કરી દેવાયા છે. જવાબમાં ચૂંટણી પંચે કહ્યું હતું કે આ માત્ર ડ્રાફ્ટ છે તેમાં સુધારા કરવાની તમામ લોકોને તક અપાઇ રહી છે. સુપ્રીમે કહ્યું હતું કે કેટલા લોકોની મૃતક તરીકે ઓળખ કરાઇ છે. તમારા અધિકારીઓએ કેટલુક કામ કર્યું હશે. સુપ્રીમે સાથે એમ પણ કહ્યું કે ચૂંટણી પંચ સાચુ કહી રહ્યું છે કે આ માત્ર ડ્રાફ્ટ છે જેમાં સુધારા થઇ શકે છે. વકીલ ગોપાલ શંકર નારાયણે કહ્યું હતું કે ૬૫ લાખ મતદારોને બહાર કરી દેવાયા, જેના પર સુપ્રીમે કહ્યું હતું કે અમે આ અંગે તપાસ કરીશું, ખરેખર વેરિફિકેશન પ્રક્રિયા યોગ્ય રીતે હાથ ધરાઇ છે કે કેમ તેની કાયદેસર માન્યતા પર પણ વિચાર કરીશું. 

આ દરમિયાન મતદારોના વેરિફિકેશનમાં દસ્તાવેજોની ખરાઇ મુદ્દે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને મહત્વનો સવાલ પૂછ્યો હતો અને કહ્યું હતું કે માની લો કે એક વ્યક્તિ ૧.૧.૨૦૦૩માં મતદાર છે અને જીવિત છે, હવે તેના પુત્ર ૧૮ વર્ષના છે, શું તેમના માતા પિતાએ દસ્તાવેજો દેખાડવા પડશે? જવાબમાં ચૂંટણી પંચના વકીલે કહ્યું હતું કે ના દસ્તાવેજો દેખાડવાની જરૂર નહીં રહે, તેમણે માત્ર એટલુ જણાવવાનું રહેશે કે તેમના પિતા ૨૦૦૩થી મતદાર યાદીમાં છે. બાદમાં સુપ્રીમના ન્યાયાધીશ સુર્યકાંતે કહ્યું હતું કે આ ખરેખર વિશ્વાસની ખામીનો મામલો છે. અંતે સુપ્રીમે કહ્યું હતું કે જો મતદાર વેરિફિકેશનની આ સમગ્ર પ્રક્રિયામાં સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં અરજદારો કોઇ પણ પ્રકારની ગેરરીતિ સાબિત કરવામાં સફળ રહ્યા તો પુરી પ્રક્રિયા જ રદ થઇ શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ
INDIA

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

March 29, 2026
ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…
INDIA

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

March 29, 2026
ભારત પર આતંકી હુમલાઓની પાક.માં તૈયારીઓ | Preparations in Pakistan for terrorist attacks on India
INDIA

ભારત પર આતંકી હુમલાઓની પાક.માં તૈયારીઓ | Preparations in Pakistan for terrorist attacks on India

March 29, 2026
Next Post
વઢવાણના ડાંગસીયાવાડ વિસ્તારની મહિલાઓનો પાણીના સંપ પર હોબાળો | Women of Dangsiawad area of Wadhwan pr…

વઢવાણના ડાંગસીયાવાડ વિસ્તારની મહિલાઓનો પાણીના સંપ પર હોબાળો | Women of Dangsiawad area of Wadhwan pr...

ટેરિફની અપ્રત્યક્ષ અસર : એફોર્ડેબલ હાઉસિંગના વેચાણમાં ઘટાડો થવાની વકી | Indirect impact of tariffs: …

ટેરિફની અપ્રત્યક્ષ અસર : એફોર્ડેબલ હાઉસિંગના વેચાણમાં ઘટાડો થવાની વકી | Indirect impact of tariffs: ...

સુરેન્દ્રનગર અને વઢવાણ જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓ શરૃ | Preparations begin for Surendranagar and…

સુરેન્દ્રનગર અને વઢવાણ જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓ શરૃ | Preparations begin for Surendranagar and...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોરબીમાં 500 ગાંડા અને હું 501મો ગાંડો…. ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું ઈટાલિયા સમક્ષ ચોંકાવનારુ…

મોરબીમાં 500 ગાંડા અને હું 501મો ગાંડો…. ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું ઈટાલિયા સમક્ષ ચોંકાવનારુ…

8 months ago
સુરત: પાલિકાના એન્જિનિયર અને પત્રકાર સામે 15 લાખની લાંચ કેસમાં ગુનો નોંધાયો, ACBએ ગોઠવ્યું હતું છટકુ…

સુરત: પાલિકાના એન્જિનિયર અને પત્રકાર સામે 15 લાખની લાંચ કેસમાં ગુનો નોંધાયો, ACBએ ગોઠવ્યું હતું છટકુ…

1 month ago
ટ્યુશન ફી મુદ્દે શાળાઓ મનફાવે ઉઘરાણી કરે છે, પરિપત્ર કરો: ફી કમિટીએ જ સરકારને પત્ર લખવો પડ્યો | Scho…

ટ્યુશન ફી મુદ્દે શાળાઓ મનફાવે ઉઘરાણી કરે છે, પરિપત્ર કરો: ફી કમિટીએ જ સરકારને પત્ર લખવો પડ્યો | Scho…

6 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 79622 થી 81222 વચ્ચે અથડાશે | Sensex will hit between 79622 and 81222 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 79622 થી 81222 વચ્ચે અથડાશે | Sensex will hit between 79622 and 81222 in the…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News