gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મારી પાસે ન તો કપડા છે ન તો પૈસા..’ પાકિસ્તાનમાં ફસાયેલી ભારતીય યુવતીની દેશવાપસી માટે અપીલ | sarabj…

G METRO NEWS by G METRO NEWS
January 16, 2026
in INDIA
0 0
0
‘મારી પાસે ન તો કપડા છે ન તો પૈસા..’ પાકિસ્તાનમાં ફસાયેલી ભારતીય યુવતીની દેશવાપસી માટે અપીલ | sarabj…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sarabjeet Kaur Emotional Audio Clip: પાકિસ્તાન ગયેલી ભારતીય શીખ મહિલા સરબજીત કૌરનો કિસ્સો હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક ભાવુક ઓડિયો ક્લિપને કારણે ફરી ચર્ચામાં આવ્યો છે. પંજાબના કપૂરથલા જિલ્લાના અમનપુરી ગામની રહેવાસી સરબજીત કૌર ગયા વર્ષે ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વ નિમિત્તે શ્રદ્ધાળુઓના ગ્રુપ સાથે પાકિસ્તાન ગઈ હતી, પરંતુ ત્યાંથી તે પરત ફરી નહોતી. પાકિસ્તાન રોકાઈને તેણે નાસિર હુસૈન નામના યુવક સાથે લગ્ન કરી લીધા હતા, પરંતુ હવે તેની હાલત અત્યંત દયનીય હોવાનું સામે આવ્યું છે.

વાઇરલ ઓડિયોમાં પૂર્વ પતિ પાસે ભારત પરત આવવા માટે વિનંતી

વાઇરલ ઓડિયો ક્લિપમાં સરબજીત કૌર રડતી અને પોતાના પૂર્વ પતિ પાસે ભારત પરત આવવા માટે વિનંતી કરતી સંભળાય છે. તે દાવો કરી રહી છે કે પાકિસ્તાનમાં તેનું સતત શોષણ થઈ રહ્યું છે અને તેની પાસે પહેરવા માટે ગરમ કપડાં કે જૂતા પણ નથી. તે ભાવુક થઈને કહે છે કે, ‘મેં મારા બાળકો અને પતિ માટે આલીશાન ઘર બનાવ્યું હતું, પણ આજે મારી પાસે કંઈ જ બચ્યું નથી. મને ભારત પાછી લઈ જાઓ અને મને વઢશો નહીં, કારણ કે હું અંદરથી સાવ તૂટી ગઈ છું.’ તેને ડર છે કે જો તેને ભારત પાછી લઈ જવામાં નહીં આવે તો તેની જાનને ખતરો છે.

શું છે આખો મામલો?

પાકિસ્તાન પહોંચ્યાના બીજા જ દિવસે સરબજીતે મુસ્લિમ યુવક નાસિર હુસૈન સાથે નિકાહ કરી લીધા હતા અને પોતાનું નામ બદલીને ‘નૂર’ રાખ્યું હતું. જોકે, આ લગ્ન બાદ તેને પાકિસ્તાની પોલીસ દ્વારા અટકાયતમાં લેવામાં આવી હતી અને લાહોરના એક સરકારી શેલ્ટર હોમ(દારુલ અમાન)માં મોકલી દેવામાં આવી હતી. નાસિર અને સરબજીતે પોલીસ હેરાનગતિ વિરુદ્ધ લાહોર હાઈકોર્ટમાં અરજી પણ કરી હતી, પરંતુ અદાલતના આદેશ છતાં પોલીસ કાર્યવાહી ચાલુ રહી હતી. હાલમાં નાસિર જેલમાં છે અને સરબજીત શેલ્ટર હોમમાં છે.

પાકિસ્તાનમાં સરબજીતના રોકાણને લઈ સુરક્ષા એજન્સીઓ સતર્ક

સરબજીત કૌરના પાકિસ્તાનમાં રોકાવા પાછળ સુરક્ષાના પ્રશ્નો પણ ઊભા થયા છે. પાકિસ્તાન વિધાનસભાના પૂર્વ સભ્ય મહિન્દર પાલ સિંહે હાઈકોર્ટમાં અરજી કરીને આશંકા વ્યક્ત કરી છે કે તે ભારતીય જાસૂસ હોઈ શકે છે. બીજી તરફ, પાકિસ્તાની સત્તાવાળાઓ તેને ભારત ડિપોટ(પરત મોકલવા) કરવા માંગે છે. અગાઉ પણ તેને પરત મોકલવાનો પ્રયાસ થયો હતો, પરંતુ અટારી-વાઘા બોર્ડર બંધ હોવાને કારણે તે શક્ય બન્યું ન હતું.

આ પણ વાંચો: સ્કૂલો લાયક શિક્ષકોની માહિતી જાહેર કરે, 30 વિદ્યાર્થીએ એક શિક્ષકનો રેશિયો જાળવે : CBSE

પાકિસ્તાનમાં લઘુમતીઓની સુરક્ષા પર ફરી એકવાર ગંભીર ચર્ચા

હાલમાં સરબજીતની આજીજી અને તેની ખરાબ હાલતના સમાચારથી ભારતમાં રહેલા તેના પરિવારમાં ચિંતાનો માહોલ છે. 13 નવેમ્બરે જ્યારે શીખ શ્રદ્ધાળુઓનું ગ્રુપ ભારત પરત ફર્યું ત્યારે સરબજીત પાછી ન આવતા આ સમગ્ર મામલો રહસ્યમય બન્યો હતો. હવે આ વાઇરલ ઓડિયોએ પાકિસ્તાનમાં લઘુમતી કે વિદેશી મહિલાઓની સુરક્ષા અને તેમના ધર્મ પરિવર્તન બાદ થતી દુર્દશા પર ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે.

'મારી પાસે ન તો કપડા છે ન તો પૈસા..' પાકિસ્તાનમાં ફસાયેલી ભારતીય યુવતીની દેશવાપસી માટે અપીલ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO : યુપીમાં ભયાનક અકસ્માત : ટેન્કર સાથે અથડાતા SUVના ફુરચા ઉડ્યા, બાઈક પણ ફંગોળાઈ, 5ના મોત, 3ને …
INDIA

VIDEO : યુપીમાં ભયાનક અકસ્માત : ટેન્કર સાથે અથડાતા SUVના ફુરચા ઉડ્યા, બાઈક પણ ફંગોળાઈ, 5ના મોત, 3ને …

April 5, 2026
અશોક ખરાતની ‘કૉલ ડિટેલ લીક’ થતા મહારાષ્ટ્રમાં હડકંપ, CM ફડણવીસે આપ્યા તપાસના આદેશ | Maharashtra Nash…
INDIA

અશોક ખરાતની ‘કૉલ ડિટેલ લીક’ થતા મહારાષ્ટ્રમાં હડકંપ, CM ફડણવીસે આપ્યા તપાસના આદેશ | Maharashtra Nash…

April 5, 2026
PM મોદીથી લઈને કંગના રણૌત સુધી… ભાજપે બંગાળ ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી | BJP West…
INDIA

PM મોદીથી લઈને કંગના રણૌત સુધી… ભાજપે બંગાળ ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી | BJP West…

April 5, 2026
Next Post
સ્કૂલો લાયક શિક્ષકોની માહિતી જાહેર કરે, 30 વિદ્યાર્થીએ એક શિક્ષકનો રેશિયો જાળવે : CBSE | cbse new ru…

સ્કૂલો લાયક શિક્ષકોની માહિતી જાહેર કરે, 30 વિદ્યાર્થીએ એક શિક્ષકનો રેશિયો જાળવે : CBSE | cbse new ru...

77મા પ્રજાસત્તાક દિવસે કોણ બનશે મુખ્ય અતિથિ? વિદેશ મંત્રાલયે બે હસ્તીના નામ સૂચવ્યાં | republic day …

77મા પ્રજાસત્તાક દિવસે કોણ બનશે મુખ્ય અતિથિ? વિદેશ મંત્રાલયે બે હસ્તીના નામ સૂચવ્યાં | republic day ...

જામનગરના દિનેશ લગારીયાને સેના મેડલથી સન્માનિત કરાયા: આતંકી ઠેકાણા ધ્વસ્ત કરવા બદલ મળ્યું સન્માન | ja…

જામનગરના દિનેશ લગારીયાને સેના મેડલથી સન્માનિત કરાયા: આતંકી ઠેકાણા ધ્વસ્ત કરવા બદલ મળ્યું સન્માન | ja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો-આતંકવાદીઓ વચ્ચે અથડામણ, આડેધડ ગોળીબાર, જંગલમાં ભાગ્યા આતંકીઓ

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો-આતંકવાદીઓ વચ્ચે અથડામણ, આડેધડ ગોળીબાર, જંગલમાં ભાગ્યા આતંકીઓ

12 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

નોકરી-વ્યવસાય કરતી મહીલાઓ માટે સરખેજમાં વર્કીંગવુમન હોસ્ટેલ બનાવવા રુપિયા બાર કરોડ ખર્ચાશે

8 months ago
સુરતના વિવિધ વિસ્તારમાં 42 કરોડના ખર્ચે 14 શાળા માટે 9 ભવન બનાવવા ખાત મુહૂર્ત | Khat Muhurat to cons…

સુરતના વિવિધ વિસ્તારમાં 42 કરોડના ખર્ચે 14 શાળા માટે 9 ભવન બનાવવા ખાત મુહૂર્ત | Khat Muhurat to cons…

12 months ago
ગુજરાત સરકારનું નાણાકીય મેનેજમેન્ટ અત્યંત કંગાળ હોવાનો કેગનો ખુલાસો, વિધાનસભામાં રિપોર્ટ રજૂ | gujar…

ગુજરાત સરકારનું નાણાકીય મેનેજમેન્ટ અત્યંત કંગાળ હોવાનો કેગનો ખુલાસો, વિધાનસભામાં રિપોર્ટ રજૂ | gujar…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News