gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

માર્ગ અકસ્માત રોકવા નીતિન ગડકરીનો માસ્ટર પ્લાન, વાહનો વચ્ચે ‘V2V’ ટેક્નિક પર કામ શરૂ | nitin gadkari…

G METRO NEWS by G METRO NEWS
January 9, 2026
in INDIA
0 0
0
માર્ગ અકસ્માત રોકવા નીતિન ગડકરીનો માસ્ટર પ્લાન, વાહનો વચ્ચે ‘V2V’ ટેક્નિક પર કામ શરૂ | nitin gadkari…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vehicle to Vehicle Technology: દેશમાં વધી રહેલા માર્ગ અકસ્માતોને રોકવા માટે કેન્દ્ર સરકાર હવે એક અત્યાધુનિક ટેકનોલોજી લાવવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે જાહેરાત કરી કે સરકાર વાહન-થી-વાહન(V2V) સંચાર માટે વાયરલેસ ટેકનોલોજી લાવવા પર કામ કરી રહી છે, જે અકસ્માતોને રોકવામાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.

શું છે આ વાયરલેસ ટેકનોલોજી અને કેવી રીતે કરશે કામ?

આ V2V(વ્હીકલ-ટુ-વ્હીકલ) સંચાર ટેકનોલોજીની મદદથી, રસ્તા પર ચાલતા વાહનો એકબીજા સાથે સીધો સંવાદ કરી શકશે. આનાથી ડ્રાઇવરને આસપાસના અન્ય વાહનોની ગતિ, સ્થિતિ, બ્રેક લગાવવાની માહિતી અને ખાસ કરીને અચાનક નજર ન આવતી જગ્યા(બ્લાઇન્ડ સ્પોટ) પર રહેલા વાહનો વિશે રીઅલ-ટાઇમ એલર્ટ મળશે. આ એલર્ટ મળતા જ ડ્રાઇવર સમયસર જરૂરી પગલાં લઈ શકશે, જેનાથી અકસ્માતોની આશંકા નોંધપાત્ર રીતે ઘટશે.

આ ટેકનોલોજી સિમ કાર્ડ જેવી ચિપ દ્વારા કામ કરશે, જેને વાહનોમાં લગાવવામાં આવશે. જ્યારે કોઈ વાહનની ખૂબ નજીક અન્ય કોઈ વાહન આવશે, ત્યારે તરત જ એલર્ટ મળશે. આ ટેકનોલોજી ગાઢ ધુમ્મસ દરમિયાન એકબીજા સાથે અથડાતા વાહનો અને ઉભેલા વાહનો સાથે પાછળથી થતી ટક્કરને રોકવામાં અત્યંત અસરકારક સાબિત થશે.

સરકારની તૈયારીઓ અને અમલીકરણ

નીતિન ગડકરીએ જણાવ્યું કે આ ઉદ્દેશ્ય માટે દૂરસંચાર વિભાગ સાથે એક સંયુક્ત કાર્યદળની રચના કરવામાં આવી છે. દૂરસંચાર વિભાગે V2V સંચાર માટે 30 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ(5.875-5.905 ગીગાહર્ટ્ઝ)ના ઉપયોગને સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી છે. મંત્રાલયના સચિવ વી. ઉમાશંકરે જણાવ્યું કે આ ટેકનોલોજી હાલમાં અમુક જ દેશોમાં ઉપયોગમાં લેવાઈ રહી છે અને તેના પર લગભગ ₹5,000 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. શરૂઆતમાં, આ ટેકનોલોજીથી સજ્જ ઉપકરણો નવા વાહનોમાં લગાવવામાં આવશે અને ત્યારબાદ તબક્કાવાર રીતે તમામ વાહનોમાં તેને સામેલ કરવામાં આવશે.

અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવાર યોજના

ગડકરીએ જાહેરાત કરી કે પીએમ મોદી ટૂંક સમયમાં જ સમગ્ર ભારતમાં માર્ગ અકસ્માતના પીડિતો માટે કેશલેસ સારવાર યોજના શરૂ કરશે. આ યોજના હેઠળ, પીડિતોને અકસ્માતની તારીખથી મહત્તમ સાત દિવસના સમયગાળા માટે, પ્રતિ પીડિત પ્રતિ અકસ્માત ₹1.5 લાખ સુધીની કેશલેસ સારવાર મેળવવાનો અધિકાર હશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સમયસર તબીબી સારવારના અભાવે થતા મૃત્યુની સંખ્યા ઘટાડવાનો છે.

આ પણ વાંચો: ઈડીના દરોડામાં આઈ-પેક ઓફિસમાંથી મમતા ફાઈલો લઈ જતા રહેતા હોબાળો

સ્લીપર બસોમાં આગની ઘટનાઓ રોકવા કડક નિયમો

સ્લીપર કોચ બસોમાં આગ લાગવાની વધતી જતી ઘટનાઓને રોકવા માટે, સરકારે નિર્ણય કર્યો છે કે હવેથી સ્લીપર કોચ બસોનું નિર્માણ માત્ર ઓટોમોબાઈલ કંપનીઓ અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કેન્દ્રોમાં જ કરવામાં આવશે. આ ઉપરાંત, હાલની સ્લીપર કોચ બસોમાં ફાયર ડિટેક્શન સિસ્ટમ, હથોડી સાથે ઈમરજન્સી એક્ઝિટ, ઈમરજન્સી લાઈટિંગ અને ડ્રાઈવરને ઊંઘ આવવાના સંકેત આપતા ઉપકરણો લગાવવા ફરજિયાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા છ મહિનામાં સ્લીપર કોચમાં આગ લાગવાના છ મોટા અકસ્માતોમાં 145 લોકોએ જીવ ગુમાવ્યા છે.

આ ઉપરાંત, સરકાર આગામી બજેટ સત્રમાં મોટર વાહન અધિનિયમમાં 61 જેટલા સુધારા લાવવાની પણ તૈયારી કરી રહી છે, જેનો ઉદ્દેશ્ય માર્ગ સુરક્ષામાં સુધારો, નાગરિક સેવાઓને બહેતર બનાવવા અને કાયદાઓને વૈશ્વિક ધોરણોને અનુરૂપ બનાવવાનો છે.

માર્ગ અકસ્માત રોકવા નીતિન ગડકરીનો માસ્ટર પ્લાન, વાહનો વચ્ચે 'V2V' ટેક્નિક પર કામ શરૂ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અજીત પવાર પ્લેન ક્રેશ: એક મહિના બાદ AAIBનો તપાસ રિપોર્ટ જાહેર, બે ખામીઓ સામે આવી | Ajit Pawar plane …
INDIA

અજીત પવાર પ્લેન ક્રેશ: એક મહિના બાદ AAIBનો તપાસ રિપોર્ટ જાહેર, બે ખામીઓ સામે આવી | Ajit Pawar plane …

February 28, 2026
ઈરાન-ઇઝરાયલ યુદ્ધ મુદ્દે ભારત સરકારની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- ‘તમામ પક્ષ સંયમ રાખે’ | ministry of…
INDIA

ઈરાન-ઇઝરાયલ યુદ્ધ મુદ્દે ભારત સરકારની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- ‘તમામ પક્ષ સંયમ રાખે’ | ministry of…

February 28, 2026
‘ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો ઇઝરાયલનો ટાર્ગેટ’, NITI આયોગના પૂર્વ CEOનું મોટું નિવેદન | israel tar…
INDIA

‘ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો ઇઝરાયલનો ટાર્ગેટ’, NITI આયોગના પૂર્વ CEOનું મોટું નિવેદન | israel tar…

February 28, 2026
Next Post
શિક્ષકો પાસે બિન શૈક્ષણિક કામ ન લેવું જોઈએ: તખુભાઈ સાંડસુર

શિક્ષકો પાસે બિન શૈક્ષણિક કામ ન લેવું જોઈએ: તખુભાઈ સાંડસુર

‘જય કનૈયાલાલ કી’ પારિવારિક મનોરંજન સાથે લાગણીઓ અને હાસ્યનો અનોખો સંગમ

‘જય કનૈયાલાલ કી’ પારિવારિક મનોરંજન સાથે લાગણીઓ અને હાસ્યનો અનોખો સંગમ

વડોદરામાં 14 વર્ષની સગીરાને 3 કલાક ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ આચર્યું, બેની ધરપકડ | Minor Girl from…

વડોદરામાં 14 વર્ષની સગીરાને 3 કલાક ગોંધી રાખી સામૂહિક દુષ્કર્મ આચર્યું, બેની ધરપકડ | Minor Girl from...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોરવા અને કારેલીબાગના બે મકાનોમાં ચોરી,કેમેરાનું ડીવીઆર પણ લઇગયા | two incidents of theft in gorwa a…

ગોરવા અને કારેલીબાગના બે મકાનોમાં ચોરી,કેમેરાનું ડીવીઆર પણ લઇગયા | two incidents of theft in gorwa a…

2 months ago
હળવદમાં શ્રાવણ માસના અંતિમ દિવસે શિવાલયોમાં ભીડ | Crowds at Shiva temples on the last day of Shravan…

હળવદમાં શ્રાવણ માસના અંતિમ દિવસે શિવાલયોમાં ભીડ | Crowds at Shiva temples on the last day of Shravan…

6 months ago
આણંદના એનઆરઆઈને અમદાવાદમાં હનીટ્રેફમાં ફસાવી રૂ. 20 લાખ પડાવ્યા | An NRI from Anand trapped in a hon…

આણંદના એનઆરઆઈને અમદાવાદમાં હનીટ્રેફમાં ફસાવી રૂ. 20 લાખ પડાવ્યા | An NRI from Anand trapped in a hon…

1 week ago
શંભુ બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોને કેમ હટાવાયા? AAP સાંસદે આપ્યો જવાબ, કેન્દ્ર સરકાર પર કર્યો …

શંભુ બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોને કેમ હટાવાયા? AAP સાંસદે આપ્યો જવાબ, કેન્દ્ર સરકાર પર કર્યો …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News