gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મિડલ ઈસ્ટના યુદ્ધને કારણે અમદાવાદની સ્ટીલ ઈન્ડસ્ટ્રી સંકટમાં, મહિને 600 કરોડનો ફટકો | ahmedabad stee…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2026
in GUJARAT
0 0
0
મિડલ ઈસ્ટના યુદ્ધને કારણે અમદાવાદની સ્ટીલ ઈન્ડસ્ટ્રી સંકટમાં, મહિને 600 કરોડનો ફટકો | ahmedabad stee…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અમદાવાદની ઈન્ડસ્ટ્રી પર મોટી અસર જોવા મળી રહી છે. નાના-મોટા પ્રમાણમાં સ્ટીલ સ્ક્રેપમાંથી પ્રોડક્શન કરતી ઈન્ડસ્ટ્રી, સ્ટીલ મેન્યુફેક્ચરિંગ, ફાઉન્ડ્રી, પાઈપ ઉત્પાદન સહિતના નાના-મોટા એકમોને કોમર્શિયલ ગેસ, રો-મટીરિયલ્સની અછત સાથે ભાવમાં 20 થી 25 ટકાનો વધારો થવાથી સ્ટીલ ઉત્પાદન એકમોએ ઘણું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. સ્ટીલ ઈન્ડસ્ટ્રી સાથે ઉત્પાદકોના મત મુજબ શહેર અને આસપાસના તમામ એકમો દ્વારા એક મહિનાનું રૂ. 1000 કરોડનું ઉત્પાદન થતું હતું પણ હાલ યુદ્ધની વિકટ સ્થિતિને લીધે ઘટીને રૂ. 400 કરોડનું થયું છે. આ યુદ્ધ વધારે લાંબો સમય ચાલશે તો ઈન્ડસ્ટ્રી બંધ થવાની શક્યતા પણ વધી રહી છે.

ભાવ વધારાથી સ્ટીલ ઇન્ડસ્ટ્રી બંધ થવાની ભીતિ

કોમર્શિયલ એલપીજી ગેસ, ઇન્ડસ્ટ્રીયલ ગેસ તેમજ આર્ગન ગેસની અછતને લીધે 50 ટકા જેટલું પ્રોડક્શન ઘટી ગયું છે. વિકટ સ્થિતિને લીધે એક્સપોર્ટ પણ ઘણું ઓછું થઈ ગયું છે. દરમાં ભાવ વધારાથી ઇન્ડસ્ટ્રી બંધ થઈ જાય તેવી સ્થિતિ સર્જાય છે.

હજુ યુદ્ધ 15 દિવસ ચાલશે તો મજૂરો વતન જતા રહેશે

35 દિવસથી ચાલી રહેલા યુદ્ધને લીધે સામાન લાઈન પર આવતા જહાજો પૂરતા પ્રમાણમાં આવી રહ્યા નથી. હજુ યુદ્ધ 15 દિવસ ચાલશે તો મજૂરો વતનમાં જતા રહેવાની સંભાવના વધી રહી છે.

યુદ્ધની અસ્થિરતાથી નવા નાણાકીય વર્ષના પહેલા ત્રણ મહિના વેપાર થવાની શક્યતા ઘટી

નવા નાણાકીય વર્ષના પહેલા ત્રણ મહિના સારા વેપારની આશા હોય છે પણ તે શક્યતા ઘટી ગઈ છે. અમારે સારા ઓર્ડરની આશા હોય છે. યુદ્ધને લીધે ભાવની અસ્થિરતાથી નવા ઓર્ડર લેવા કે ન લેવા તે મૂંઝવણ થાય છે. દરરોજ રો-મટીરિયલમાં ભાવ વધી રહ્યો છે જેથી એક સાથે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

યુદ્ધથી મહિનાના પ્રોડક્શનમાં 17 થી 20 ટકા સુધીનો ઘટાડો થયો

યુદ્ધની અસરને લીધે સ્ટીલ સ્ક્રેપમાંથી થતા પ્રોડક્શન પર ઘણી અસર થઈ છે. દર સપ્તાહે ગેસ, રો-મટીરિયલના ભાવમાં અંદાજિત પાંચ ટકા જેટલો વધારો થઈ રહ્યો છે. યુદ્ધથી મહિનાના પ્રોડક્શનમાં 17 થી 20 ટકા સુધીનો ઘટાડો થયો છે.

ઇમ્પોર્ટ સ્ટીલ સ્ક્રેપ ન આવવાથી લોકલ સ્ક્રેપમાં 40 ટકા ભાવ વધ્યો

ઇમ્પોર્ટ સ્ટીલ સ્ક્રેપ મોટા પ્રમાણમાં આવતો હતો. ઇમ્પોર્ટ સ્ટીલ સ્ક્રેપ ન આવવાથી લોકલ સ્ક્રેપના ભાવમાં 30 થી 40 ટકા ભાવ વધ્યા છે તેમ છતાં વેપારીઓએ ઘણું નુકસાન વેઠીને પણ જૂના ઓર્ડર પૂર્ણ કર્યા છે.

સ્ટીલ મેન્યુફેક્ચરર અને વેપારીઓ શું કહે છે?

સ્ટીલમાં ટને 15 ટકા ભાવ વધ્યો છે: ગેસ અને ફ્યુઅલના ભાવ વધતા સ્ટીલમાં એક ટને 15 ટકાથી વધુ ભાવ વધારો થયો છે. અમારે વેરહાઉસ સહિતના અન્ય શેડ બનાવવાનું કામ છે. યુદ્ધ લાંબુ ચાલશે તો ઘણી વિકટ સ્થિતિ સર્જાય તેવી શક્યતા સેવાઈ રહી છે.” – પથિક પટવારી

કોમર્શિયલ ગેસની અછતને લીધે હાલ પુરતું પ્રોડક્શન થઈ શકતું નથી: “અમે સ્ટીલ સ્ક્રેપમાંથી ફિનિશ જોબનું કામ કરીએ છીએ. અમને કોમર્શિયલ એલપીજી ગેસ પૂરતા પ્રમાણમાં ન મળતા પ્રોડક્શન થતું નથી. આ સામે ઇમ્પોર્ટમાં સ્ટીલ સ્ક્રેપના ભાવ વધવાથી રો-મટીરિયલ્સના ભાવ 30 થી 40 ટકા વધ્યા છે.” – પરેશ પટેલ

ભાવ વધવાથી જૂના ઓર્ડર નુકસાન વેઠીને પણ પૂરા કરવા પડી રહ્યા છે: “અમારે સ્ટીલ પ્રોસેસ માટે કોમર્શિયલ એલપીજી ગેસની નિયમિત જરૂરિયાત 12 બોટલ હતી તેની સામે હાલ બે થી ત્રણ બોટલ મળે છે, જેથી 30 ટકા કામ ઘટી ગયું છે. જૂના ઓર્ડર નુકસાન વેઠીને પૂરા કરીએ છીએ.” – સાગર શાહ

ડિમાન્ડની સામે ભાવ વધારાને લીધે ખર્ચ વધ્યો: “યુદ્ધથી સ્ટીલ અને લોખંડમાં 30 ટકા જ્યારે એલ્યુમિનિયમના મટીરિયલ્સમાં 40 ટકા ભાવ વધારો થયો છે. ડિમાન્ડ સામે ભાવની વધઘટને લીધે ઓર્ડર પણ થઈ શકતા નથી. પ્રોડક્શન ખર્ચ વધતો હોવાથી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.” – તારાચંદ જૈન

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે ઉમેદવારી પત્ર ભર્યું, CMની હાજરીમાં ભવ્ય શ…
GUJARAT

ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે ઉમેદવારી પત્ર ભર્યું, CMની હાજરીમાં ભવ્ય શ…

April 4, 2026
વડોદરા કોર્ટમાં સતત ગેરહાજર રહેનાર SRP જવાનને બે મહિનાની કેદની સજા | SRP jawan sentenced to two mont…
GUJARAT

વડોદરા કોર્ટમાં સતત ગેરહાજર રહેનાર SRP જવાનને બે મહિનાની કેદની સજા | SRP jawan sentenced to two mont…

April 4, 2026
ગુજકેટ-2026ની પ્રોવિઝનલ આન્સર-કી જાહેર: પ્રશ્નો સામે વાંધા રજૂ કરવા 8 એપ્રિલ સુધીનો સમય | GUJCET 202…
GUJARAT

ગુજકેટ-2026ની પ્રોવિઝનલ આન્સર-કી જાહેર: પ્રશ્નો સામે વાંધા રજૂ કરવા 8 એપ્રિલ સુધીનો સમય | GUJCET 202…

April 4, 2026
Next Post
નસવાડી: નેશનલ હાઈવે 56ની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે કેનાલો તોડી નાખતા ખેડૂતો પાયમાલ, ઊભો મોલ સુકાઈ જવા…

નસવાડી: નેશનલ હાઈવે 56ની કામગીરીમાં કોન્ટ્રાક્ટરે કેનાલો તોડી નાખતા ખેડૂતો પાયમાલ, ઊભો મોલ સુકાઈ જવા...

વડોદરામાં ગોત્રી હોસ્પિટલથી હરિ નગર અને નટુભાઈ સર્કલ સુધી ભારે ટ્રાફિક જામની સમસ્યા | Heavy traffic …

વડોદરામાં ગોત્રી હોસ્પિટલથી હરિ નગર અને નટુભાઈ સર્કલ સુધી ભારે ટ્રાફિક જામની સમસ્યા | Heavy traffic ...

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ : માર્જિનની જગ્યામાં બનેલા 25 ઓટલા, 15 શેડનો સફાયો | encroachment Relief…

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ : માર્જિનની જગ્યામાં બનેલા 25 ઓટલા, 15 શેડનો સફાયો | encroachment Relief...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દારૂ વેચાણનો વીડિયો ઉતાર્યાંની દાઝે પિતા-પુત્રને માર મારી ધમકી આપી | Father and son threatened with …

દારૂ વેચાણનો વીડિયો ઉતાર્યાંની દાઝે પિતા-પુત્રને માર મારી ધમકી આપી | Father and son threatened with …

2 weeks ago
સત્તા વગરના સરપંચ! સંખેડાની ઇન્દ્રાલ ગામમાં વહીવટદારની નિમણૂક, માથું ચકરાઈ જાય તેવો કિસ્સો | Chhota …

સત્તા વગરના સરપંચ! સંખેડાની ઇન્દ્રાલ ગામમાં વહીવટદારની નિમણૂક, માથું ચકરાઈ જાય તેવો કિસ્સો | Chhota …

3 months ago
સદીઓથી માતાજીની ભક્તિનો મહિમા, વડોદરા મ્યુઝિયમમાં પાંચમી સદીની ચામુંડા માતાની મૂર્તિ | fifth century…

સદીઓથી માતાજીની ભક્તિનો મહિમા, વડોદરા મ્યુઝિયમમાં પાંચમી સદીની ચામુંડા માતાની મૂર્તિ | fifth century…

6 months ago
અમેરિકા-ચીને ટેરિફ ઘટાડતા બિટકોઈન 1,05,000 ડોલર | Bitcoin hits 105 000 as US China reduce tariffs

અમેરિકા-ચીને ટેરિફ ઘટાડતા બિટકોઈન 1,05,000 ડોલર | Bitcoin hits 105 000 as US China reduce tariffs

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News