gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મુઝફ્ફરનગરમાં ફી ન ભરી એટલે પરીક્ષામાં બેસવા ન દીધો, વિદ્યાર્થીએ આત્મવિલોપન કર્યું | principal insul…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in INDIA
0 0
0
મુઝફ્ફરનગરમાં ફી ન ભરી એટલે પરીક્ષામાં બેસવા ન દીધો, વિદ્યાર્થીએ આત્મવિલોપન કર્યું | principal insul…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Muzaffarnagar Student Self Destruction: ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરના બુઢાણા સ્થિત ડીએવી કોલેજમાં બી.એ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતા 22 વર્ષીય વિદ્યાર્થી ઉજ્જવલ રાણા, જે બાગપત જિલ્લાના ભડલનો રહેવાસી છે, તેને કોલેજની પાંચ હજાર રૂપિયાની ફી માટે આચાર્યએ માર માર્યો. ત્યાર બાદ પોલીસે પણ તેની સાથે ગેરવર્તણૂક પણ કરી. ત્યારે આ અપમાનથી વ્યથિત થઈને વિદ્યાર્થીએ કૉલેજના ક્લાસરૂમમાં જ પેટ્રોલ છાંટીને આગ લગાવીને આત્મહત્યા કરી લીધી.

ઉજ્જવલને ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં દિલ્હી ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જેમાં રવિવારે રાત્રે તેનું મોત થઈ ગયું છે. આ દુર્ઘટનાથી ગુસ્સે ભરાયેલા અન્ય વિદ્યાર્થીઓએ કોલેજના ગેટ પર વિરોધ પ્રદર્શન કર્યું. મેરઠના સરધનાના રહેવાસી આચાર્ય પ્રદીપ કુમાર વિરુદ્ધ આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આગ લગાવતા પહેલા વીડિયોમાં ઉજ્જવલના ગંભીર આરોપો

બુઢાણાના મોહલ્લા ખાકરોબાનમાં પરિવાર સાથે રહેતા ઉજ્જવલે આગ લગાવતા પહેલા જાહેર કરેલા વીડિયોમાં આરોપ લગાવ્યો કે 7 નવેમ્બરે આચાર્ય પ્રદીપ કુમારે તેને પોતાની ઓફિસમાં બોલાવ્યો અને યુનિવર્સિટી ફીના નામે પાંચ હજાર રૂપિયા જમા કરાવવાની વાત કરી.

ઉજ્જવલે આચાર્યને જણાવ્યું કે, તે પરીક્ષા ફી યુનિવર્સિટીમાં ઓનલાઈન જમા કરાવી ચૂક્યો છે અને એક અઠવાડિયામાં શેરડીનું પેમેન્ટ મળતાં જ કોલેજની ફી પણ જમા કરાવી દેશે. આના પર, આચાર્યએ પહેલા પોતાની ઓફિસમાં ગાળાગાળી કરીને માર માર્યો અને ત્યારબાદ કોલેજના ગેટ પર લાવીને પણ તેની પીટાઈ કરી.

પોલીસે પણ તેની સાથે ગેરવર્તણૂક કરી

આ મામલે ઉજ્જવલે મુખ્યમંત્રી, એસડીએમ અને પોલીસને ફરિયાદ કરી. કોલેજ પહોંચેલી પોલીસે પણ તેની સાથે ગેરવર્તણૂક કરી. બીજા દિવસે શનિવારે ઉજ્જવલ કોલેજ પહોંચ્યો અને સવારે લગભગ 11 વાગ્યે પોતાના પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી.

સાથી વિદ્યાર્થીઓએ કોઈક રીતે આગ બુઝાવી અને લગભગ 80 ટકા દાઝેલા ઉજ્જવલને ગંભીર હાલતમાં પહેલા સીએચસીથી મેરઠ અને પછી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

વાળ ખેંચ્યા, ગાળ આપી અને માર માર્યો

ઉજ્જવલ રાણાએ વીડિયોમાં કહ્યું કે, ‘મારી સાથે એવી ઘટના બની, જેણે મને તોડી નાખ્યો છે. આચાર્ય પ્રદીપ કુમારે મારી સાથે અપમાનજનક વ્યવહાર કર્યો. મને ગાળ આપી, મારા વાળ ખેંચ્યા અને મારી પીટાઈ કરી. મેં માત્ર એવા ગરીબ અને અસહાય વિદ્યાર્થીઓ માટે અવાજ ઉઠાવ્યો હતો જેઓ ફી ન હોવાને કારણે પરીક્ષા ફોર્મ જમા કરાવી શકતા નહોતા.’

આ પણ વાંચો: હવામાં ચાલુ ઉડાન વચ્ચે સ્પાઈસજેટના વિમાનનું એન્જિન ફેલ, કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ

ઉજ્જવલે કહ્યું કે, ‘આની સજા મને અપમાન કરીને અને ડરાવી-ધમકાવીને આપવામાં આવી. મેં ન્યાયની વાત કરી તો કોલેજમાં પોલીસ બોલાવવામાં આવી. પોલીસકર્મી ધર્મવીર, નંદ કિશોર અને વિનીત, જેમની પાસેથી મને મદદની અપેક્ષા હતી, તેમણે પણ મને ગાળો આપી. મને ડરાવવાનો-ધમકાવવાનો પ્રયાસ કર્યો. આ બધાના શબ્દોએ મારી આત્માને ઊંડી ઠેસ પહોંચાડી છે.’

ઉજ્જવલે વધુમાં કહ્યું કે, ‘તેમણે મને તોડી દીધો. ઈમાનદારી અને કાયદા પ્રત્યેની સચ્ચાઈની કડી તૂટી ગઈ છે. હું ખુદને જ સવાલ પૂછવા લાગ્યો છું કે શું સચ્ચાઈ માટે અવાજ ઉઠાવવો ખોટું છે. હું દર્દમાંથી પસાર થઈ રહ્યો છું પણ ડરીશ નહીં. જો હું આત્મહત્યા કરું છું, તો તેનો દોષ આચાર્ય, પોલીસકર્મી નંદ કિશોર, ધર્મવીર અને વિનીત પર હશે.’

મુઝફ્ફરનગરમાં ફી ન ભરી એટલે પરીક્ષામાં બેસવા ન દીધો, વિદ્યાર્થીએ આત્મવિલોપન કર્યું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમેરિકા સાથે ટ્રેડ ડીલમાં કેન્દ્રએ ભારત માતાને વેચી દીધા : રાહુલ | Centre sold out Mother India in t…
INDIA

અમેરિકા સાથે ટ્રેડ ડીલમાં કેન્દ્રએ ભારત માતાને વેચી દીધા : રાહુલ | Centre sold out Mother India in t…

February 12, 2026
હવેથી જન ગણ મન પહેલા સંપૂર્ણ વંદે માતરમ ગાવા કેન્દ્રનો આદેશ | From now on the Centre has ordered tha…
INDIA

હવેથી જન ગણ મન પહેલા સંપૂર્ણ વંદે માતરમ ગાવા કેન્દ્રનો આદેશ | From now on the Centre has ordered tha…

February 12, 2026
કેન્દ્રની નીતિઓ વિરુદ્ધ આજે ટ્રેડ યુનિયનોની આજે દેશવ્યાપી હડતાળ, 30 કરોડ કર્મચારી જોડાશે | Nationwid…
INDIA

કેન્દ્રની નીતિઓ વિરુદ્ધ આજે ટ્રેડ યુનિયનોની આજે દેશવ્યાપી હડતાળ, 30 કરોડ કર્મચારી જોડાશે | Nationwid…

February 12, 2026
Next Post
ભોપાલમાં કરુણાંતિકા, ટ્રકે બાઈકને મારી ટક્કર, એશિયા કપના ગોલ્ડ મેડાલિસ્ટ સહિત નેવીના બે જવાનોના મોત …

ભોપાલમાં કરુણાંતિકા, ટ્રકે બાઈકને મારી ટક્કર, એશિયા કપના ગોલ્ડ મેડાલિસ્ટ સહિત નેવીના બે જવાનોના મોત ...

હવામાં ચાલુ ઉડાન વચ્ચે સ્પાઈસજેટના વિમાનનું એન્જિન ફેલ, કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ | SpiceJet Mumb…

હવામાં ચાલુ ઉડાન વચ્ચે સ્પાઈસજેટના વિમાનનું એન્જિન ફેલ, કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ | SpiceJet Mumb...

પટણામાં મોટી દુર્ઘટના, મકાનની છત ધરાશાયી, એક જ પરિવારના 5 સભ્યોને કાળ ભરખી ગયો | Bihar: Parents Thre…

પટણામાં મોટી દુર્ઘટના, મકાનની છત ધરાશાયી, એક જ પરિવારના 5 સભ્યોને કાળ ભરખી ગયો | Bihar: Parents Thre...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

ઉ.પ્રદેશના ચાર જિલ્લામાં હાઈ એલર્ટ, બરેલીમાં 48 કલાક ઈન્ટરનેટ સેવા બંધ

4 months ago
શેરબજારમાં અચાનક તેજી કેમ? રોકાણકારોને 1 જ દિવસમાં રૂ. 6 લાખ કરોડની કમાણી | Indian Stock Market Rall…

શેરબજારમાં અચાનક તેજી કેમ? રોકાણકારોને 1 જ દિવસમાં રૂ. 6 લાખ કરોડની કમાણી | Indian Stock Market Rall…

2 weeks ago
‘મેં સીટ ખાલી કરી એટલે મારો આભાર માનો…’, સ્વરૂપજીનું સન્માન કરવા પહોંચેલા ગેનીબેન ઠાકોરે કરી મજાક …

‘મેં સીટ ખાલી કરી એટલે મારો આભાર માનો…’, સ્વરૂપજીનું સન્માન કરવા પહોંચેલા ગેનીબેન ઠાકોરે કરી મજાક …

4 months ago
જામનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 15 કરોડ 26 લાખના વિકાસકામોની દરખાસ્તો મંજૂર | 15 26 crore…

જામનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 15 કરોડ 26 લાખના વિકાસકામોની દરખાસ્તો મંજૂર | 15 26 crore…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News