
– ઝુકરબર્ગના શ્રેષ્ઠ મેટા સુપર ઈન્ટેલિજન્સ લેબ બનાવવાના સપનાને ફટકો
– એઆઈ ઉદ્યોગમાં મેટા, ગૂગલ બ્રેન અને ડીપમાઈન્ડમાં કામ કર્યા પછી હવે નવા પડકારનો સામના કરવાનો સમય : ઋષભ
– સુપર ઈન્ટેલિજન્સ લેબમાંથી અવિ વર્મા-એથન નાઈટ થોડા મહિનામાં જ ઓપન એઆઈમાં પાછા ફરી ગયા
નવી દિલ્હી: ગૂગલ અને મેટા જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કરોડો રૂપિયાના પેકેજથી કામ કરવું એ કોઈપણ યુવાન પ્રોફેશનલ્સનું સપનું હોય છે. જોકે, એઆઈ વૈજ્ઞાાનિક ઋષભ અગ્રવાલે વાર્ષિક રૂ. ૮ કરોડના પેકેજથી મેટાની સુપરઈન્ટેલિજન્સ લેબમાં જોડાયા પછી પાંચ જ મહિનામાં નોકરી છોડી દીધી છે.










