gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મેસી સાથે પ્લેનમાં સવાર થઈ ગયો હતો કોલકાતાનો આરોપી, એક ફોન કૉલથી ખેલ બગડ્યો | Kolkata Accused Boarde…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in INDIA
0 0
0
મેસી સાથે પ્લેનમાં સવાર થઈ ગયો હતો કોલકાતાનો આરોપી, એક ફોન કૉલથી ખેલ બગડ્યો | Kolkata Accused Boarde…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Lionel Messi Event Chaos: કોલકાતાના સૉલ્ટ લેક સ્ટેડિયમમાં લિયોનેલ મેસીના કાર્યક્રમ દરમિયાન જોવા મળેલી અવ્યવસ્થાના કારણે મચેલી અફરાતફરીએ લોકોને પરેશાન કરી દીધા હતા. હકીકતમાં ‘GOAT ઇન્ડિયા ટૂર 2025’ના પહેલાં તબક્કામાં થયેલા આ હોબાળા બાદ કાર્યક્રમના આયોજકો સતાદ્રુ દત્તા સવાલોના ઘેરામાં છે. ગોવામાં આગવાળા નાઇટ ક્લબના માલિક સૌરવ અને ગૌરવ લૂથરની જેમ દત્તા પણ આ કાંડ બાદ કોલકાતાથી ભાગવાની તૈયારીમાં હતા. દત્તા તો મેસીની સાથે ચાર્ટર્ડ પ્લેનમાં પણ બેસી ગયા હતા. આ ચાર્ટર્ડ પ્લેન હૈદરાબાદ માટે ઉડાન ભરવાનું જ હતું, પરંતુ ત્યારે જ અચાનક એક કૉલ આવ્યો અને આખો પ્લાન બગડી ગયો. 

એક કૉલે બગાડ્યો પ્લાન? 

કોલકાતામાં સૉલ્ટ લેક સ્ટેડિયમમાં  અવ્યવસ્થા વચ્ચે મેસી અને ઇન્ટર મિયામી ટીમના સાથી લુઈ સુઆરેજ અને રોદ્રિગો ડી પૉલ ટૂરના બીજા તબક્કા માટે હૈદરાબાદ રવાના થવાના હતા. આયોજક સતાદ્રુ દત્તા ખુદ મેસીને કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છોડવા માટે પહોંચ્યા. બપોરે 12:25 વાગ્યે તેઓ પહોંચ્યા અને સિક્યોરિટી ચેક પૂરી કર્યા બાદ 12:40 વાગ્યે ગલ્ફસ્ટ્રીમ પ્રાઇવેટ જેટમાં સવાર થયા. જોકે, આ દરમિયાન એરપોર્ટ પર હાજર અધિકારીઓ પાસે એક ફોન કૉલ આવ્યો હતો, જેમાં ડીજીપી રાજીવ કુમાર વાત કરી રહ્યા હતા. તેમણે દત્તાને તુરંત પ્લેનમાંથી નીચે ઉતારવાનો ઓર્ડર આપ્યો. આશરે 1 વાગ્યે તેમને ડી-બોર્ડ કરી લેવાયા અને ટારમૈક પર એક ગાડીમાં બેસાડી રાખવામાં આવ્યા. દત્તાએ અધિકારીઓને મૂર્ખ બનાવવાનો અનેક પ્રયાસ કર્યો. પહેલા તો તેમણે જવાબદારી લેવાનો જ ઇનકાર કરી દીધો. પરંતુ, બાદમાં દર્શકોને રિફન્ડ અને પર્સનલ બોન્ડ આપવાની રજૂઆત કરી. તેમણે કહ્યું કે, મેસી સાથે બાકીની ટૂર પર સાથે જવું જરૂરી છે. પરંતુ, પોલીસે તેનો સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો. 

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટ પાસેથી રામમંદિરના પુરાવા કેમ પાછા માગ્યા રામજન્મભૂમિ ટ્રસ્ટે, અચાનક કેમ નિર્ણય લીધો?

પોલીસે કરી ધરપકડ

આખરે, પાઇલટે વધુ રાહ ન જોવાનો નિર્ણય લઈને જેટ બપોરે 2:34 વાગ્યે 8 ની બદલે 7 પેસેન્જર્સ સાથે હૈદરાબાદ જવા રવાના થયું. સતાદ્રુ દત્તા પોલીસ કસ્ટડીના કારણે પાછળ રહી ગયા. બાદમાં ડીજીપી જાવેદ શમીમે પુષ્ટિ કરી કે, દત્તાની ધરપકડ કરવામાં આવી છે. 

લૂથરા બ્રધર્સ જેમ ભાગવાનો પ્રયાસ

આ ઘટના ગોવાના લૂથરા બ્રધર્સની યાદ તાજી કરાવે છે, જે હાલમાં જ નાઇટ ક્લબ ‘બિર્ચ બાય રોમિયો લેન’માં આગ લાગ્યા બાદ થાઇલેન્ડ ભાગી ગયા હતા. આ અકસ્માતમાં 25 લોકોને મૃત્યુના થોડા કલાકો બાદ તે ફ્લાઇટ પકડીને ફુકેટ નીકળી ગયા હતા. પરંતુ, બાદમાં થાઇ પોલીસે તેમને પકડીને ડિપોર્ટેશનની પ્રક્રિયા શરૂ કરી છે. ઠીક આ જ પ્રકારે સતાદ્રુ દત્તા પણ ભાગવાની તૈયારીમાં હતા. પરંતુ, એક કૉલે બધું જ બદલી નાંખ્યું. 

આ પણ વાંચોઃ દોડાવી-દોડાવીને બેલ્ટ વડે ફટકાર્યા… યુપીના જોનપુરમાં સાધુઓ સાથે નિર્દયતાપૂર્વક મારપીટ

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અવ્યવસ્થા, છેતરપિંડી અને સુરક્ષા ચૂકના આરોપમાં સતાદ્રુ પર ગુનો દાખલ થવાની સંભાવના છે. તેમણે પહેલા પેલે અને મારાડોના જેવા દિગ્ગજોને ભારત લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પરંતુ, આ વખતે તેમની આ પહેલ વિવાદોનું કારણ બની છે. દર્શકોને રિફન્ડનું વચન આપવામાં આવ્યું છે, તેમ છતાં તેમનો ગુસ્સો શાંત થયો નથી. 

કેમ ભડક્યા મેસીના ચાહકો? 

સાલ્ટ લેક સ્ટેડિયમમાં કલાકો રાહ જોઈ રહેલા દર્શકોને સ્ટેન્ડથી મેસીનો ચહેરો પણ જોવા મળ્યો નહતો. ફક્ત 20-22 મિનિટમાં મેસીને સુરક્ષાના કારણોસર બહાર નીકળી જવું પડ્યું. જેના કારણે દર્શકોની ધીરજ ખૂટી અને તેમણે સ્ટેડિયમની અંદર હોબાળો શરૂ કરી દીધો. રોષે ભરાયેલા દર્શકોએ ખુરશીઓ ઉખાડી દીધી, બોટલ ફેંકી, ખાવાના પેકેટ અને પ્લાસ્ટિકની બોટલ મેદાન પર ઉછાળવાનું શરૂ કરી દીધું. લોકોએ સ્ટેડિયમમાં તોડફોડ કરવાનું શરૂ કરી દીધું, જેને કાબૂમાં લાવવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. એક દર્શક સૌમ્યાદીપ ઘોષે કહ્યું કે, ’16 હજારની ટિકિટ લીધી હતી, મેસીનો ચહેરો પણ જોવા ન મળ્યો. અમને છેતરાયા હોવાની અનુભૂતિ થઈ રહી છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ એશિયા સંકટ: PM મોદીની અધ્યક્ષતામાં ત્રણ કલાક ચાલી CCS બેઠક, મંત્રીઓ-સચિવોને મોટા નિર્દેશ | We…
INDIA

પશ્ચિમ એશિયા સંકટ: PM મોદીની અધ્યક્ષતામાં ત્રણ કલાક ચાલી CCS બેઠક, મંત્રીઓ-સચિવોને મોટા નિર્દેશ | We…

March 22, 2026
મધ્ય-પૂર્વમાં યુદ્ધથી એર ઈન્ડિયાની મુશ્કેલીમાં, 2500 ફ્લાઈટ કેન્સલ, માત્ર 30% ઓપરેશન ચલાવવા મજબૂર | …
INDIA

મધ્ય-પૂર્વમાં યુદ્ધથી એર ઈન્ડિયાની મુશ્કેલીમાં, 2500 ફ્લાઈટ કેન્સલ, માત્ર 30% ઓપરેશન ચલાવવા મજબૂર | …

March 22, 2026
LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U…
INDIA

LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર, અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું | India LPG Supply U…

March 22, 2026
Next Post
કોંગ્રેસ નેતા પ્રગતિ આહીર સહિત 25 લોકો સામે FIR, જસદણ નિર્ભયાકાંડના પીડિત પરિવારની ઓળખ છતી કરતાં ગુન…

કોંગ્રેસ નેતા પ્રગતિ આહીર સહિત 25 લોકો સામે FIR, જસદણ નિર્ભયાકાંડના પીડિત પરિવારની ઓળખ છતી કરતાં ગુન...

સલામત એસટીમાં દારૂની હેરાફેરી!: જૂનાગઢમાં ઉનાથી પોરબંદર જતી બસમાંથી 122 બોટલ મળી | 122 liquor bottle…

સલામત એસટીમાં દારૂની હેરાફેરી!: જૂનાગઢમાં ઉનાથી પોરબંદર જતી બસમાંથી 122 બોટલ મળી | 122 liquor bottle...

સુરતમાં ફળિયામાં રમતા 2 વર્ષના માસૂમનું સાપે ડંખ મારતા મોત, ગામલોકોએ 6 ફૂટ લાંબા ક્રોબાનું રેસ્ક્યુ …

સુરતમાં ફળિયામાં રમતા 2 વર્ષના માસૂમનું સાપે ડંખ મારતા મોત, ગામલોકોએ 6 ફૂટ લાંબા ક્રોબાનું રેસ્ક્યુ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓનલાઇન ટાસ્કના ચક્કરમાં ફસાયેલા પોલીસ કર્મીએ 21.90 લાખ ગૂમાવ્યા | Policeman cheated of Rs 21 lakh in…

ઓનલાઇન ટાસ્કના ચક્કરમાં ફસાયેલા પોલીસ કર્મીએ 21.90 લાખ ગૂમાવ્યા | Policeman cheated of Rs 21 lakh in…

12 months ago
2000 સાપનું રેસ્ક્યુ કરનારા શિનોરના યુવકનું સર્પદંશથી મોત, સમયસર સારવાર ન મળ્યાનો આક્ષેપ | Rescuer f…

2000 સાપનું રેસ્ક્યુ કરનારા શિનોરના યુવકનું સર્પદંશથી મોત, સમયસર સારવાર ન મળ્યાનો આક્ષેપ | Rescuer f…

8 months ago
જામનગર શહેર જિલ્લામાં જુગાર અંગે છ સ્થળે દરોડા : પાંચ મહિલા સહિત 20 જુગારીઓ પકડાયા | 20 gamblers inc…

જામનગર શહેર જિલ્લામાં જુગાર અંગે છ સ્થળે દરોડા : પાંચ મહિલા સહિત 20 જુગારીઓ પકડાયા | 20 gamblers inc…

4 months ago
પક્ષી સાથે અથડાયા બાદ ઈન્ડિગોનું વિમાન નુકસાનગ્રસ્ત, ઋષિકેશમાં સર્જાઈ દુર્ઘટના

પક્ષી સાથે અથડાયા બાદ ઈન્ડિગોનું વિમાન નુકસાનગ્રસ્ત, ઋષિકેશમાં સર્જાઈ દુર્ઘટના

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News