
આથી ઇસ્ટર્ન ફ્રન્ટ ઉપર યુક્રેન ઝડપથી સેના મોકલી શકશે નહીં કે ટેન્કો કે મોબાઈલગન્સ પણ મોકલી શકશે નહીં: યુક્રેને ફરી નાટોની સહાય માગી
નવી દિલ્હી: રશિયાએ છેલ્લાં એક સપ્તાહમાં તે યુક્રેન ઉપર ભારે બોમ્બવર્ષા સાથે અસામાન્ય લશ્કરી કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. આના પગલે પૂર્વ યુક્રેનમાં આવેલી નેપ્રો પેટ્રોવસ્કમાં નદી પરનો પુલ તોડી નાખ્યો છે. આ પુલ યુક્રેની દળોએ પૂર્વ તરફ લઇ જવા માટે તેમજ તેની અન્ય શસ્ત્ર સામગ્રી જેવી કે ટેન્કો, મોબાઈલગન્સ, બખ્તરિયાં વાહનો વગેરે લઇ જવા માટે ઘણો જ ઉપયોગ હતો તે તૂટી જતાં પૂર્વ વિસ્તારમાં રહેલાં તેનાં સૈન્ય માટેની સપ્લાઇ લાઈન તૂટી ગઈ છે.
પ્રાપ્ય માહિતી પ્રમાણે રશિયન એરફોર્સે ચોક્કસ નિશાન લઇ કરેલા મિસાઇલ હુમલાને લીધે તેમા કાર્ય કરી શક્યા છે.










