gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટના આટકોટમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને ફાંસીની સજાનું એલાન | Death penalty anno…

G METRO NEWS by G METRO NEWS
January 17, 2026
in GUJARAT
0 0
0
રાજકોટના આટકોટમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને ફાંસીની સજાનું એલાન | Death penalty anno…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Atkot Case Verdict: રાજકોટ જિલ્લાના આટકોટ તાલુકામાં સાત વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મ કેસમાં આરોપીને કોર્ટે દોષિત ઠેરવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી 11 દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી, ઘરપકડ બાદ 34 દિવસમાં કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો હતો અને હવે આજે કોર્ટે તેને 45મા દિવસે ફાંસીની સજાનું એલાન કરી દીધું. 

શું છે સમગ્ર ઘટના?

4 ડિસેમ્બર 2025ના રોજ જસદણના આટકોટમાં કાનપર ગામે એક શ્રમિક પરિવારની 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ થયું હતું, જેણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. આરોપી રેમસીંગ તેરસીંગે હેવાનિયતની હદ વટાવતા ઝાડ નીચે દુષ્કર્મ આચરી બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો ઘુસાડી દીધો હતો અને તેને ગંભીર ઇજા પહોંચાડી ક્રૂરતા આચરી હતી. બાળકીએ બૂમાબૂમ કરતાં ગંભીર હાલતમાં બાળકીને છોડીને આરોપી નાસી ગયો હતો. જો કે બાળકીને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવતા તેનો બચાવ થયો હતો.

ધારિયાથી પોલીસ પર કર્યો હતો હુમલો

આ ઘટના બાદ તા.08.12.2025ના રોજ આરોપી રેમસીંગ તેરસીંગને શંકાના આધારે ઝડપી લેવામાં આવ્યો હતો. નામદાર કોર્ટે 15 ડિસેમ્બર 2025ના સાંજે 5 વાગ્યા સુધી આરોપી રેમસીંગ તેરસીંગના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે બાદ ગુનામાં વપરાયેલા લોખંડના સળિયાને એકત્ર કરવા અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા આરોપીને સાથે રાખીને પોલીસ ખેતરમાં તેમજ આરોપીના ઘરે પહોંચી હતી. જ્યાં ઘરમાં રાખેલા ધારિયા વડે આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હતો. જેના જવાબમાં પોલીસે આરોપી પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આરોપીને બંને પગે ઇજા થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે કરેલી કાર્યવાહીના પગલે આરોપીએ કણસતા અવાજે કહ્યું હતું કે, ‘મારી ભૂલ થઈ ગઈ. હું ક્યારેય ગુજરાત સામે જોઈશ નહીં. હું કયારેય ગુજરાતમાં આવીશ નહીં.’ 

11 દિવસમાં આરોપી સામે ચાર્જશીટ ફાઈલ

તપાસ કરનાર અધિકારીએ દુષ્કર્મ કેસની ગંભીરતાની નોંધ લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, મોબાઈલ ફોન જપ્ત કરી સી.ડી.આર. મેળવતા આરોપીની હાજરી કાનપર ગામમાં મળી આવી હતી. બનાવ સ્થળેથી લોખંડનો સળિયો પણ મળી આવ્યો હતો જેના પર બાળકીનું લોહી હતું તે પણ તપાસમાં પુરવાર થયું હતું. તે ઉપરાંત દુષ્કર્મના બનાવ સ્થળેથી માથાનો વાળ પણ મળી આવ્યો હતો જે આરોપી રેમસીંગ તેરસીંગનો હોવાનું ખૂલ્યું હતું.

પોલીસે ઝીણવટભરી તપાસ કરી ઘટનાના 11 દિવસમાં કોર્ટમાં આરોપી સામે ચાર્જશીટ ફાઈલ કરી હતી. જે બાદ કોર્ટમાં સુનાવણી દરમિયાન આરોપી તરફથી બચાવમાં અનેક વાતો ટાંકવામાં આવી હતી પણ જવાબમાં સરકાર તરફથી પણ મજબૂત પુરાવા સાથે કોર્ટ અપીલ કરવામાં આવી હતી. 12 ડિસેમ્બરના રોજ ઘટનાના 38 અને ઘરપકડના 34 દિવસ બાદ કોર્ટે આરોપી રેમસીંગ તેરસીંગને દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવ્યો હતો અને આજે સજાનું એલાન કરતાં તેને ફાંસીની સજા આપવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર સ્થિત સવારી ડિબ્બા મરામત કારખાનામાં રાજભાષા સંબંધિત નિરીક્ષણ અને હિન્દી કાર્યશાળાનું સફળ આયોજ…
GUJARAT

ભાવનગર સ્થિત સવારી ડિબ્બા મરામત કારખાનામાં રાજભાષા સંબંધિત નિરીક્ષણ અને હિન્દી કાર્યશાળાનું સફળ આયોજ…

April 1, 2026
માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…
GUJARAT

માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…

April 1, 2026
ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ: 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Guja…
GUJARAT

ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ: 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Guja…

April 1, 2026
Next Post
સાબરમતી જેલમાં હચમચાવતી ઘટના : બાથરુમમાં કેદીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી | Shocking incident in Sa…

સાબરમતી જેલમાં હચમચાવતી ઘટના : બાથરુમમાં કેદીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી | Shocking incident in Sa...

વડોદરાના હરણી-વારસિયા રિંગ રોડ પર વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી હુમલો કરી 1 લાખ રોકડા લઈને ચાર આર…

વડોદરાના હરણી-વારસિયા રિંગ રોડ પર વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી હુમલો કરી 1 લાખ રોકડા લઈને ચાર આર...

વડોદરામાં વગર વરસાદે ફરી માર્ગ પર ભુવો, અટલાદરા ચેકપોસ્ટ પાસે કાર ફસાઈ | car stuck near Atladra chec…

વડોદરામાં વગર વરસાદે ફરી માર્ગ પર ભુવો, અટલાદરા ચેકપોસ્ટ પાસે કાર ફસાઈ | car stuck near Atladra chec...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 7.08 લાખ કરોડની સીજીએસટી કરચોરી પકડાઈ

છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 7.08 લાખ કરોડની સીજીએસટી કરચોરી પકડાઈ

8 months ago
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને ChatGPT દુનિયાભરમાં થયું ડાઉન, હજારો યુઝર્સે કરી ફરિયાદ | Elon Musks …

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને ChatGPT દુનિયાભરમાં થયું ડાઉન, હજારો યુઝર્સે કરી ફરિયાદ | Elon Musks …

4 months ago
આખું ગામ આગના હવાલે, લૂંટફાટ, ઈન્ટરનેટ બંધ: ઓડિશામાં આદિવાસી મહિલાની હત્યા બાદ ભારેલો અગ્નિ

આખું ગામ આગના હવાલે, લૂંટફાટ, ઈન્ટરનેટ બંધ: ઓડિશામાં આદિવાસી મહિલાની હત્યા બાદ ભારેલો અગ્નિ

4 months ago
સતત ધોધમાર વરસાદ બાદ બેંગલુરુમાં પૂર જેવી પરિસ્થિતિ, 3ના મોત, 500થી વધુ ઘર ડૂબ્યા | bengaluru flood …

સતત ધોધમાર વરસાદ બાદ બેંગલુરુમાં પૂર જેવી પરિસ્થિતિ, 3ના મોત, 500થી વધુ ઘર ડૂબ્યા | bengaluru flood …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News