gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં માત્ર એક વર્ષમાં એકાદ કરોડનું ડ્રગ્સ પકડાયું | Drugs worth Rs 1 crore seized in Rajkot in …

G METRO NEWS by G METRO NEWS
January 26, 2026
in GUJARAT
0 0
0
રાજકોટમાં માત્ર એક વર્ષમાં એકાદ કરોડનું ડ્રગ્સ પકડાયું | Drugs worth Rs 1 crore seized in Rajkot in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

એસઓજીએ 27 કેસો કરી 38 આરોપીઓની ધરપકડ કરી

યુવા વર્ગમાં એમ.ડી. ડ્રગ્સનું જ્યારે શ્રમિક વર્ગમાં ગાંજાનું વધતું જતું ચલણ ચિંતાજનક

રાજકોટ: ગુજરાત હાલ ડ્રગ્સ મુદ્દે ચર્ચામાં છે, જેમાંથી રાજકોટ પણ બાકાત નથી. રાજકોટમાં ગત વર્ષે એકલા એસઓજીએ જ એકાદ કરોડનું ડ્રગ્સ પકડી પાડયું હતું. તેના પરથી સ્પષ્ટ થાય છે કે શહેરમાં ડ્રગ્સનું દૂષણ ચિંતાજનક રીતે વધી ગયું છે. તેમાં પણ ખાસ કરીને યુવાવર્ગમાં વધતુ જતુ ડ્રગ્સનું દૂષણ વાલીઓની ચિંતા વધારે તેવું છે.

૨૦૨૫ની સાલમાં એસઓજીએ ૭૪૮.૫૫ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ પકડી પાડયું હતું. જેની બજાર કિંમત રૂા.૬૨.૩૦ લાખ છે. મેફેડ્રોનનાં ૧૨ કેસો કરી કુલ ૧૭ આરોપીઓની ધરપકડ કરાઇ હતી. રેલનગર વિસ્તારમાં એક દુકાનમાં ખુલ્લેઆમ એમ.ડી. ડ્રગ્સ વેંચાતું હતું. જ્યાંથી ૩૦૦ ગ્રામનો રેકોર્ડબ્રેક જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.

યુવા વર્ગ, હાયર અને લોઅર મિડલ ક્લાસમાં જ્યાં એમ.ડી. ડ્રગ્સનું ચલણ વધુ છે ત્યા શ્રમિક વર્ગમાં ગાંજાનું ચલણ ચિંતાજનક રીતે વધ્યું છે. ૨૦૨૫ની સાલમાં એસઓજીએ ૧૧૪.૧૯ કિલો ગાંજો કબજે કર્યો હતો. જેની કિંમત રૂા.૧૩.૫૭ લાખ છે. ગાંજાનાં ૧૩ કેસોમાં કુલ ૧૮ આરોપીઓની ધરપકડ કરાઇ હતી. શહેરમાંથી ૨૦૨૫ની સાલમાં હેરોઇનનાં બે કેસો એસઓજીએ કરી રૂા.૨૧.૮૨ લાખનો ૪૩૬.૪૭ ગ્રામ જથ્થો કબજે કર્યો હતો. 

એસઓજીનાં પી.આઇ. સંજયસિંહ જાડેજાએ જણાવ્યું કે, ૨૦૨૫ની સાલમાં ડ્રગ્સ પેડલરો ઉપર અભિયાનનાં ભાગરૂપે ધોંસ બોલાવવામાં આવી હતી. ડ્રગ્સ સિન્ડીકેટને તોડી નાખવા માટે પૂરતા પ્રયાસો કરાયા છે. આજ કારણ છે કે હાલમાં મોટી ક્વોન્ટીટીમાં જથ્થો પકડાઇ રહ્યો નથી. રાજકોટ શહેર અને આસપાસનાં વિસ્તારોમાં ગાંજાનાં વાવેતરો ઉપર પણ મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા છે.

– છ સાત કેમિકલનાં મિશ્રણથી બનતું એમડી ડ્રગ ખૂબ હાનિકર્તા

હાલમાં યુવાનોમાં એમ.ડી. ડ્રગ્સનું ચલણ વધી ગયું છે. સિંન્થેટીક ડ્રગ્સની વ્યાખ્યામાં આવતું એમ.ડી. ડ્રગ્સ ૬ થી ૭ કેમિકલના મિશ્રણથી બનાવવામાં આવે છે. આ ડ્રગ્સ આમ પણ ખુબ જ હાનીકારક છે. પરંતુ તેમાં જો કેમિકલની માત્રામાં ગરબડ થાય તો મગજ અને બીજા અવયવોને ગંભીર ક્ષતિ પહોંચાડે  છે. કૂકર કે બોઇલરમાં આ ડ્રગ્સ ૨ દિવસનાં અંતે તૈયાર થાય છે. 

– મોટાભાગના પેડલર્સ જેલહવાલે, કેટલાક સામે ગુજસીટોક

મોટાભાગના પેડલરો હાલ જેલહવાલે છે. ખાસ કરીને ડ્રગ્સ માટે અવારનવાર ચર્ચામાં આવતા  જંગલેશ્વર વિસ્તારમાં ડ્રગ્સનાં વેપલા સાથે સીધી કે આડકતરી રીતે સંડોવાયેલા શખ્સો ગુજસીટોક અને બીજા ગુનાઓમાં જેલહવાલે થઇ ગયા છે. શહેરમાં આવેલી ચારેક હાઉસિંગ કોલોનીઓ કે જ્યાં પડીકીઓનું વેચાણ થતુ હતું ત્યાં પોલીસ હવે નિયમિત તપાસ કરે છે. એટલુ જ નહીં ડ્રગ્સ બાબતે જનજાગૃતિ ફેલાવવા માટે એસઓજીએ ૨૦૨૫ની સાલમાં ૨૯ અવેરનેસનાં કાર્યક્રમો યોજ્યા હતા. 

– ડ્રગ્સમાં થતી ધૂમ કમાણીને લીધે નવા પેડલર્સનો ઉમેરો

પોલીસનો દાવો છે કે હાલ શહેરમાં ડ્રગ્સની અછત છે. આમ છતાં ડ્રગ્સમાં થતી ધૂમ કમાણીને કારણે તેમાં નવા-નવા પેડલરોનાં પ્રવેશની બાબત ચિંતાજનક છે. જો એસઓજીએ એક વર્ષમાં એકાદ કરોડ જેટલું ડ્રગ્સ પકડી પાડયુ હતું તો પછી કેટલા રૂપિયાનું ડ્રગ્સ પિવાઇ ગયું હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. આ સ્થિતિમાં પોલીસ એકાદ કરોડનું ડ્રગ્સ પકડી સંતોષ માની બેસી રહેવાને બદલે આ દીશામાં સતત કામગીરી અને ધોંસ ચાલુ રાખે તો જ નશાનો કાળો કારોબાર અટકશે.

2025માં ડ્રગ્સનાં થયેલા કેસો

ડ્રગ્સ

જથ્થો

કિંમત

આરોપીઓ

મેફેડ્રોન

૭૪૮.૫૫ ગ્રામ

રૂા.૬૨.૩૦ લાખ

૧૭

હેરોઇન

૪૩૬.૭૪ ગ્રામ

રૂા.૨૧.૮૨ લાખ

૩

ગાંજો

૧૧૪.૧૯ કિ.ગ્રામ

રૂા.૧૩.૫૭ લાખ

૧૮

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઝુંડાલ-વૈષ્ણોદેવી રોડ પર નોંધણી કરાવ્યા વગરનું સ્પા પકડાયું : મહિલા સામે ગુનો | Unregistered spa cau…
GUJARAT

ઝુંડાલ-વૈષ્ણોદેવી રોડ પર નોંધણી કરાવ્યા વગરનું સ્પા પકડાયું : મહિલા સામે ગુનો | Unregistered spa cau…

February 13, 2026
સરકારી કર્મચારીની ગાડીના કાચ ફોડી તસ્કરો ૫.૧૫ લાખની મતા ચોરી ગયાં | Smugglers stole votes worth Rs 5…
GUJARAT

સરકારી કર્મચારીની ગાડીના કાચ ફોડી તસ્કરો ૫.૧૫ લાખની મતા ચોરી ગયાં | Smugglers stole votes worth Rs 5…

February 13, 2026
બુલેટના ચાલકે ટક્કર મારતા બાઇક પર સવાર બે પિતરાઇ ભાઇના મૃત્યુ | Two cousins ​​on bike killed after b…
GUJARAT

બુલેટના ચાલકે ટક્કર મારતા બાઇક પર સવાર બે પિતરાઇ ભાઇના મૃત્યુ | Two cousins ​​on bike killed after b…

February 13, 2026
Next Post
વઢવાણ- લીંમડી રોડ પર આધેડનો મૃતદેહ મળી આવ્યો | Body of middle aged man found on Wadhwan Limdi road

વઢવાણ- લીંમડી રોડ પર આધેડનો મૃતદેહ મળી આવ્યો | Body of middle aged man found on Wadhwan Limdi road

નારી નજીક કાર અડફેટે આવી જતા યાત્રીનું મોત | Passenger dies after being hit by car near Nari

નારી નજીક કાર અડફેટે આવી જતા યાત્રીનું મોત | Passenger dies after being hit by car near Nari

સુરેન્દ્રનગરમાં આજે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે | District level Republic Day will…

સુરેન્દ્રનગરમાં આજે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે | District level Republic Day will...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપમાં કે. અન્નામલાઈને મળી શકે છે મોટી જવાબદારી, રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી બાદ કરાશે જાહેરાત | K A…

ભાજપમાં કે. અન્નામલાઈને મળી શકે છે મોટી જવાબદારી, રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી બાદ કરાશે જાહેરાત | K A…

7 months ago
GSTના અધિકારીઓને નાણાં મંત્રીની ચેતવણી: GST મેં ગલત કિયા તો ખેર નહિ, સહી કિયા તો વૈર નહિ | FM on GST…

GSTના અધિકારીઓને નાણાં મંત્રીની ચેતવણી: GST મેં ગલત કિયા તો ખેર નહિ, સહી કિયા તો વૈર નહિ | FM on GST…

4 months ago
ચેન્નાઇમાં ૧૩ વર્ષની કિશોરી પર ૧૨ લોકોનો બળાત્કાર | 12 people rape on 13 year old girl in chennai

ચેન્નાઇમાં ૧૩ વર્ષની કિશોરી પર ૧૨ લોકોનો બળાત્કાર | 12 people rape on 13 year old girl in chennai

9 months ago
સોલડી ગામે દારૂની 1420 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested with 1420 bottles of liquor in …

સોલડી ગામે દારૂની 1420 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested with 1420 bottles of liquor in …

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News