![]()
વડોદરાઃ કારેલીબાગ વિસ્તારમાં બપોરના સમયે એક ગંભીર અકસ્માતનો બનાવ બનતાં રહી ગયો હતો.જેમાં કારને નુકસાન થયું હતું પરંતુ તેમાં બેઠેલા વેપારીનો બચાવ થયો હતો.
ન્યુ સમારોડ પુરુષોત્તમ નગરમાં રહેતા વેપારી ઋષિ પ્રજાપતિએ પોલીસને કહ્યું છે કે,ગઇકાલે બપોરે હું ધંધાના કામ માટે કારમાં ન્યુ સમાથી ભાયલી જતો હતો ત્યારે એલએન્ડટી સર્કલના સિગ્નલ પાસે કાર ઉભી રાખી હતી.
આ વખતે મારી કાર પાસે એક ટ્રક ઉભી હતી અને તેના ડ્રાઇવરે એકાએક ટ્રક દોડાવી દેતાં તેના એન્ગલમાં કાર ભરાઇ ગઇ હતી અને આઠેક ફૂટ જેટલી ઢસડાઇ હતી.જેથી બૂમરાણ થતાં ટ્રકના ડ્રાઇવરે ટ્રક રોકી હતી અને ત્યારબાદ ટ્રક છોડીને ફરાર થઇ ગયો હતો.










