![]()
અમદાવાદ,બુધવાર,5
નવેમ્બર,2025
અમદાવાદના રાયપુર દરવાજાથી કાંકરિયા તળાવ સુધી આવેલા રસ્તા
ઉપર ટ્રાફિકની સમસ્યા વધતી જોવા મળી રહી છે.આ રોડ ઉપર ૧૦ એકર મોલથી વોરાના રોજા
સુધી બોટલ-નેક થતા વન વે રોડ ઉપરના હાલના ૧૫.૨૫ મીટર પહોળા સ્તાને ૨૪.૩૮ મીટર સુધી
પહોળો કરાશે.રોડ પહોળો થવાથી આ રોડ ઉપર આવેલા ઓટો ગેરેજ,ટ્રાન્સપોર્ટના
યુનિટો સહિત ૩૧ કોમર્શિયલ,૭
રહેણાંત,સંકટ
મોચન હનુમાનજી દેરી સહીત કુલ ૪૧ મિલકતને રોડ કપાતના અમલથી અસર પહોંચશે.
આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાયેલી દરખાસ્તમાં
રીડીપી મુજબ આ રોડ પહોળો કરવો જરૃરી હોવાનુ કારણ આપવામા આવ્યુ છે.અમદાવાદના પશ્ચિમ
વિસ્તારને પૂર્વ વિસ્તાર સાથે જોડતો આ મુખ્ય રસ્તો છે.આ કારણથી દિવસના સમયે
ટ્રાફિકની ખુબ સમસ્યા જોવા મળે છે.રાયપુર દરવાજાથી ૧૦ એકર મોલ સુધી ૨૪.૩૮ મીટર
પહોળો રસ્તો છે.જયારે ૧૦ એકર મોલથી વોરાના રોજા સુધીના વનવે રોડ ૧૫.૨૫ મીટર પહોળો
છે.વોરાના રોજાથી કાંકરિયા સુધી ૩૦.૫૦ મીટરનો રોડ અનઈવન છે.આ રોડ ૨૪.૩૮ મીટર સુધી
પહોળો કરવા કોર્પોરેશન તરફથી જાહેર નોટિસ
આપી વાંધા-સુચન મંગાવવામા આવતા મધ્યઝોન એસ્ટેટ વિભાગને એકપણ વાંધા અરજી મળી
નહતી.રોડ પહોળો કરવાની કામગીરી દરમિયાન જે મિલકતોને અસર પહોંચશે તે મિલકતોને
કોર્પોરેશન તરફથી કયા પ્રકારનુ વળતર આપવુ તે નિર્ણય સ્ટેન્ડિંગ કમિટી કરશે.










