![]()
અમદાવાદ,સોમવાર,10
નવેમ્બર,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના શીલજ, સાયન્સસીટી રોડ
સહિતના વધુ ૧૩ રહેણાંક તથા કોમર્શિયલ પ્લોટ વેચવાનો નિર્ણય કરાયો છે.સિંધુભવન રોડ
ઉપર રુપિયા ૩૩૩ કરોડની કિંમતના બે કોમર્શિયલ પ્લોટ વેચવા કોર્પોરેશને એક વર્ષમાં
ત્રણ વખત પ્રયાસ કર્યા હતા. આમ છતાં આ બે પ્લોટ લેવા કોઈ બિલ્ડર તૈયાર નથી. ૨૭ અને
૨૮ નવેમ્બરના રોજ આ તેર પ્લોટ વેચવા ઓનલાઈન હરાજી કરવામાં આવશે.આ પ્લોટના વેચાણથી રુપિયા
૧૨૦૦ કરોડની આવક થવાની સંભાવના વ્યકત કરાઈ છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા બે વર્ષમાં ૧૭ રહેણાંક
તથા કોમર્શિયલ પ્લોટનુ વેચાણ કરી રુપિયા ૧૩૦૦ કરોડની આવક ઉભી કરવામાં આવી
હતી.પ્લોટના વેચાણ માટે જે યાદી નકકી કરાઈ હતી તે પૈકીના દસ પ્લોટ હજુ સુધી વેચાયા
નથી.આ વર્ષે પણ શીલજ, આંબલી,મોટેરા,થલતેજ,ગોતા સહિતના
પ્લોટ વેચવા કોર્પોરેશને બીડરો પાસેથી ઓફર મંગાવી છે.સિંધુભવન રોડ ઉપર મેંગો
હોટલની પાછળ આવેલા એક જ ટી.પી.સ્કીમ બે
ફાઈનલ પ્લોટ આવેલા છે.પ્રતિ ચોરસમીટર રુપિયા ૨.૫૨ લાખનો ભાવ રાખવામાં આવ્યો છે.આ
ઉપરાંત ચાંદખેડા અને મોટેરામાં ત્રણ તથા નિકોલ અને વટવાના પ્લોટ વેચાણ માટે
મુકવામા આવ્યા છે.૨૪ નવેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરી બીડ ભરી શકાશે.
કયા પ્લોટની હરાજી કરાશે
વોર્ડ પ્લોટ
એરીયા(સ્કે.મી.) અપસેટ વેલ્યુ(સ્કે.મી.)
મોટેરા ૧૬૦૬૮ ૧,૦૧,૦૦૦
બોડકદેવ ૮૧૬૭ ૨,૫૨,૦૦૦
બોડકદેવ ૫૦૫૮ ૨,૫૨,૦૦૦
થલતેજ ૪૦૬૨ ૨,૭૫,૦૦૦
શીલજ ૯૭૬૫ ૧,૭૦,૦૦૦
વટવા ૬૫૫૮ ૪૦,૦૦૦
નિકોલ ૧૦૮૫ ૭૫,૦૦૦
બોડકદેવ ૧૮૨૧ ૩,૧૦,૦૦૦
ચાંદખેડા ૧૬૧૫ ૧,૯૮,૦૦૦
ગોતા ૬૪૯૫ ૧,૬૧,૦૦૦
સા.સીટી ૩૯૭૪ ૧,૭૫,૦૦૦
સા.સીટી ૩૮૧૯ ૧,૭૫,૦૦૦
વસ્ત્રાલ ૫૯૦૦ ૮૬,૦૦૦










