gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રૂપિયાની મજબૂતાઈ પાછળ સોનામાં સ્થિરતા, મુંબઈ ચાંદી રૂ. 4000 તૂટી | Gold stabilizes on strength of ru…

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in Business
0 0
0
રૂપિયાની મજબૂતાઈ પાછળ સોનામાં સ્થિરતા, મુંબઈ ચાંદી રૂ. 4000 તૂટી | Gold stabilizes on strength of ru…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકામાં શટ ડાઉન લાંબુ ચાલવાના સંકેત, ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર તાણમાં વધારો, ડોલરમાં નબળાઈ તથા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની વધી રહેલી શકયતાને પરિણામે  વિશ્વ બજારમાં સોનાચાંદીએ નવા વિક્રમી ભાવ દર્શાવ્યા હતા અને તેજીની આગેકૂચ જારી રહી હતી. 

સોનાએ ૪૨૦૦ ડોલરની સપાટી પાર કરી હતી જ્યારે ચાંદી ૫૩ ડોલરને આંબીને  પાછી ફરી  હતી. ઘરઆંગણે ડોલર સામે રૂપિયામાં મજબૂતાઈને પરિણામે સોનાના ભાવ ઊંચા મથાળે સ્થિર રહેવા પામ્યા હતા. જો કે મુંબઈ ચાંદી  રૂપિયા ૪૦૦૦ તૂટી હતી.  વિશ્વ બજારમાં અન્ય કિંમતી ધાતુમાં સુધારો આગળ ધપ્યો હતો. અનિશ્ચિત આર્થિક વાતાવરણ વચ્ચે ક્રુડ તેલમાં ટકેલુ વાતાવરણ રહ્યું હતું.  

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૨૬,૭૧૪ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા એટલે કે રૂપિયા ૧,૩૦,૫૧૫ મુકાતા હતા. ૯૯.૫૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૨૬,૨૦૭ મુકાતા હતા.  જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર ભાવ મંગળવારની સરખામણીએ રૂપિયા ૪૦૦૦ તૂટી રૂપિયા ૧,૭૪,૦૦૦ બોલાતા હતા. જીએસટી સાથે ચાંદી રૂપિયા ૧,૭૯,૨૨૦ કવોટ થતી હતી.

અમદાવાદ બજારમાં ૯૯.૯૦ સોનુ પ્રતિ દસ  ગ્રામ રૂપિયા ૧,૩૧,૫૦૦ જ્યારે ૯૯.૫૦ સોનાના દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા ૧,૩૧,૨૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૮૦,૦૦૦ સ્થિર રહ્યા હતા. 

વિશ્વ બજારમાં સોનુ પ્રતિ ઔંસ ઉપરમાં ૪૨૧૮ ડોલર અને નીચામાં ૪૧૪૦ ડોલર થઈ મોડી સાંજે ૪૧૯૦ ડોલર કવોટ થતું હતું. ચાંદી ઔંસ દીઠ ઉપરમાં ૫૩.૦૯ ડોલર અને નીચામાં ૫૧.૩૯ ડોલર થઈ મોડી સાંજે ૫૨.૫૮ ડોલર મુકાતી હતી. 

અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ૧૬૫૭ ડોલર અને પેલેડિયમ  પ્રતિ ઔંસ ૧૫૪૫ ડોલર મુકાતુ હતું.  ચીન દ્વારા અમેરિકાના સોયાબીનની ખરીદી અટકાવી દેવાયા બાદ ઊભી થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખી અમેરિકા દ્વારા ચીનને અપાયેલી ચીમકીથી બન્ને દેશો વચ્ચે વેપાર તાણ વધવાના સંકેત મળી રહ્યા છે, જેને પરિણામે સોનામાં સેફહેવન માગ વધી છે. આ ઉપરાંત અન્ય પરિબળો પણ કામ કરી રહ્યા છે. 

ચીન તથા અમેરિકા વચ્ચેની વેપાર તાણથી માગ ઘટવાની શકયતા  તથા વધુ પડતા પૂરવઠાની ચિંતાએ ક્રુડ તેલમાં ભાવ સ્થિર રહ્યા હતા. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ  ક્રુડ તેલ પ્રતિ બેરલ  ૫૯.૧૩  ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૬૩ ડોલરની અંદર રહીને પ્રતિ બેરલ ૬૨.૭૯ડોલર મુકાતું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

3 સંકેત જે સોમવારે શેરબજારમાં ભૂકંપ લાવી શકે… અમેરિકાનું માર્કેટ પણ તૂટ્યું, ક્રૂડ ઓઈલમાં ભડકો | G…
Business

3 સંકેત જે સોમવારે શેરબજારમાં ભૂકંપ લાવી શકે… અમેરિકાનું માર્કેટ પણ તૂટ્યું, ક્રૂડ ઓઈલમાં ભડકો | G…

March 28, 2026
સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધુનો વધારો, નિષ્ણાતોએ જણાવ્યું આગળ શું થશે? | Gold …
Business

સોનું મજબૂત સપોર્ટ પર, એક સપ્તાહમાં રૂ. 7,800થી વધુનો વધારો, નિષ્ણાતોએ જણાવ્યું આગળ શું થશે? | Gold …

March 28, 2026
ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…
Business

ગોલ્ડમેને ભારતીય શેરબજારનું રેટિંગ ઘટાડયું, નિફ્ટીના ટાર્ગેટમાં ઘટાડો | Goldman downgrades Indian st…

March 28, 2026
Next Post
લખતરમાં ભૂગર્ભ ગટર લાઈન લીકેજ થતાં રસ્તા પર ગંદા પાણી ફરી વળ્યા | Underground sewer line leaks in La…

લખતરમાં ભૂગર્ભ ગટર લાઈન લીકેજ થતાં રસ્તા પર ગંદા પાણી ફરી વળ્યા | Underground sewer line leaks in La...

EU ટેરિફ ભારતીય સ્ટીલ ઉત્પાદકો માટે બેવડા ફટકાનું કારણ બનશે | EU tariffs will cause a double blow fo…

EU ટેરિફ ભારતીય સ્ટીલ ઉત્પાદકો માટે બેવડા ફટકાનું કારણ બનશે | EU tariffs will cause a double blow fo...

પતિ સાથે વિડીયોકોલમાં વાત કર્યા બાદ પરિણીતાનો આપઘાત | Wife commits suicide after talking to husband …

પતિ સાથે વિડીયોકોલમાં વાત કર્યા બાદ પરિણીતાનો આપઘાત | Wife commits suicide after talking to husband ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહોબ્બતની દુકાનવાળા મારી કબર ખોદવા માગે છે : મોદી | Love shop owners want to dig my grave: Modi

મહોબ્બતની દુકાનવાળા મારી કબર ખોદવા માગે છે : મોદી | Love shop owners want to dig my grave: Modi

2 months ago
દેશની પહેલી ‘વિસ્ટાડોમ જંગલ સફારી’ ટ્રેનની ઉત્તર પ્રદેશમાં શરુઆત, માત્ર 275માં રુ. જંગલ સફરનો આનંદ

દેશની પહેલી ‘વિસ્ટાડોમ જંગલ સફારી’ ટ્રેનની ઉત્તર પ્રદેશમાં શરુઆત, માત્ર 275માં રુ. જંગલ સફરનો આનંદ

10 months ago
અમદાવાદમાં લસણ-ડુંગળીના કારણે પતિ-પત્નીના છૂટાછેડા, 11 વર્ષના લગ્નજીવનનો આવ્યો અંત | Ahmedabad News …

અમદાવાદમાં લસણ-ડુંગળીના કારણે પતિ-પત્નીના છૂટાછેડા, 11 વર્ષના લગ્નજીવનનો આવ્યો અંત | Ahmedabad News …

4 months ago
અમરેલી જિલ્લામાં હત્યા નિપજાવી  દાગીના લૂંટતી ત્રિપુટી પકડાઈ

અમરેલી જિલ્લામાં હત્યા નિપજાવી દાગીના લૂંટતી ત્રિપુટી પકડાઈ

6 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News