gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લંપટ શિક્ષકે મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું, ન્યૂડ ફોટા ઉતારી બ્લેકમેઇલિંગ પણ કર્યું | Lustful teacher …

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
લંપટ શિક્ષકે મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું, ન્યૂડ ફોટા ઉતારી બ્લેકમેઇલિંગ પણ કર્યું | Lustful teacher …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રાજકોટની ચોંકાવનારી ઘટના, લંપટ શિક્ષક ફરાર

– શિક્ષકને મદદગારી કરનાર શિક્ષિકાની ધરપકડ, શિક્ષક અને શિક્ષિકાએ મળી ભોગ બનનાર મહિલાના લગ્ન પણ ફોક કરાવ્યાં

– આરોપી શિક્ષકમાં  રીઢા ગુનેગાર જેવા તમામ લક્ષણો, બ્લેકમેઇલિંગ કરી રૂા. ૪.૨૫ લાખ પડાવ્યા

રાજકોટ: રાજકોટની માધાપર ચોકડી પાસે અતુલ્યમ આંગન એપાર્ટમેન્ટમાં રહેતા પડધરીના રોહીશાળાની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક મુકેશ રવજી સોલંકીએ શિક્ષણ જગતને લાંછન લાગે તેવું કૃત્ય કર્યું છે. તેણે પોતાની મિત્ર શિક્ષિકાની મદદથી એક મહિલાને ફસાવી તેની ઉપર દુષ્કર્મ ગુજારી તેના ન્યૂડ ફોટા પાડી અને વીડિયો ઉતારી તેને બ્લેકમેઇલ  પણ કરી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યાની  સાથોસાથ તેની પાસેથી રૂા. ૪.૨૫ લાખ પણ પડાવ્યા હતાં. આટલેથી નહીં અટકતા તેણે મહિલાના લગ્ન પણ ફોક કરાવ્યા હતાં. આખરે ગાંધીગ્રામ-૨ પોલીસ પાસે મામલો પહોંચતા પોલીસે ગુનો દાખલ કરી આ સમગ્ર કૃત્યમાં મદદગારી કરનાર મોરબી જિલ્લામાં પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતી પ્રિતિબેન ઘેટીયાની ધરપકડ કરી હતી.

પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટમાં રહેતી અંદાજે ૩૫ વર્ષની ભોગ બનનાર મહિલા સાધુ વાસવાણી રોડ પરના પાટીદાર ચોક પાસે રવિ એપાર્ટમેન્ટ-૨માં રહેતી શિક્ષિકા પ્રિતિની બહેનપણી હતી. પ્રિતિ મારફત તે શિક્ષક મુકેશના પરિચયમાં આવી હતી. પ્રિતિ અને મુકેશ શિક્ષક હોવાથી પહેલેથી જ એકબીજાને ઓળખતા હતાં. ૨૦૨૨ની સાલમાં ભોગ બનનાર મહિલા ઉપર શિક્ષક મુકેશે પ્રિતિના ફલેટમાં સૌ પ્રથમ વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. તે વખતે બંનેને પ્રિતિએ જ એકાંત પુરું પાડયું હતું. આ વખતે શિક્ષક મુકેશે ભોગ બનનાર મહિલાના ન્યૂડ ફોટા પાડી અને વીડિયો પણ ઉતારી લીધો હતો. 

ત્યાર પછી તેણે તેના આધારે ભોગ બનનાર મહિલા ઉપર અવારનવાર પ્રિતિના ફલેટમાં દુષ્કર્મ ગુજાર્યું હતું. એટલું જ નહીં, રૂા. ૪.૨૫ લાખ પણ કટકે-કટકે બળજબરીથી પડાવી લીધા હતાં. આખરે થોડા સમય પહેલાં ભોગ બનનાર મહિલાના લગ્ન નક્કી થયા હતાં. જેની જાણ થતાં મુકેશે લગ્ન ફોક કરાવ્યા હતા. આખરે ભોગ બનનાર મહિલાએ ગાંધીગ્રામ-૨ પોલીસ મથકનો સંપર્ક કરતાં તેના સ્ટાફે શિક્ષક મુકેશ અને શિક્ષિકા પ્રિતિ સામે દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો, જેમાંથી હાલ પ્રિતિની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે શિક્ષક મુકેશ હજુ હાથમાં આવ્યો નથી.

– શિક્ષિકા કેમ પરવર્ટ શિક્ષકની મદદ કરતી? પૂછતાછ થશે

પરવર્ટ શિક્ષક પરિણીત અને ૧૩ વર્ષની પુત્રીનો પિતા હોવાની માહિતી પોલીસને મળી છે. આ સમગ્ર કેસમાં આરોપી પ્રિતિ, આરોપી મુકેશને ક્યા કારણથી આટલી બધી મદદ કરતી હતી તે બાબતને લઇને પોલીસ પણ ચકરાવે ચડી છે. આ બાબત જાણવા માટે પોલીસ પ્રિતિની ઘનિષ્ઠ પૂછપરછ કરશે. 

– કારમાં માર માર્યો, લગ્નસ્થળે પહોંચીને પરિવારને ધમકી

આરોપી શિક્ષક હંમેશા ભોગ બનનાર મહિલાને તેના ન્યૂડ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલિંગ કરતો હતો. એક વખત તો તેણે ભોગ બનનાર મહિલાને પોતાની કારમાં ચાર્જિંગના વાયર અને કડાથી માર પણ માર્યો હતો. એટલું જ નહીં તે અને પ્રિતિ લગ્નના સ્થળે પણ પહોંચી ગયા હતાં અને ભોગ બનનાર મહિલાના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …
GUJARAT

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

March 25, 2026
VIDEO: ધારીના દેવળા ગામે બસ સ્ટેન્ડ પાસે બેઠેલા 6 લોકો પર મધમાખીના ઝુંડનો અચાનક હુમલો, તમામને હોસ્પિ…
GUJARAT

VIDEO: ધારીના દેવળા ગામે બસ સ્ટેન્ડ પાસે બેઠેલા 6 લોકો પર મધમાખીના ઝુંડનો અચાનક હુમલો, તમામને હોસ્પિ…

March 25, 2026
ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major tr…
GUJARAT

ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major tr…

March 25, 2026
Next Post
અમદાવાદમાં રેલવે સ્ટેશને વેઈટિંગ રુમમાં રોકાવા કલાકના 20 રૂપિયા ભાડું વસૂલાશે | ahmedabad railway wa…

અમદાવાદમાં રેલવે સ્ટેશને વેઈટિંગ રુમમાં રોકાવા કલાકના 20 રૂપિયા ભાડું વસૂલાશે | ahmedabad railway wa...

મોડાસામાં સરકારી ઈજનેરી કોલેજના પ્રોફેસરે વિદ્યાર્થિનીઓને બિભત્સ મેસેજ કરતાં હડકંપ | Students Demand…

મોડાસામાં સરકારી ઈજનેરી કોલેજના પ્રોફેસરે વિદ્યાર્થિનીઓને બિભત્સ મેસેજ કરતાં હડકંપ | Students Demand...

જનતા રેડના ડરથી દારુ-ડ્રગ્સના અડ્ડા બંધ, બુટલેગરો ભૂગર્ભમાં, મેવાણીને સમર્થન મળતાં સરકાર ભરાઇ | guja…

જનતા રેડના ડરથી દારુ-ડ્રગ્સના અડ્ડા બંધ, બુટલેગરો ભૂગર્ભમાં, મેવાણીને સમર્થન મળતાં સરકાર ભરાઇ | guja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘કામને ન્યાય ન મળતા…’ દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનું ભાજપમાંથી રાજીનામું | Former ML…

‘કામને ન્યાય ન મળતા…’ દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનું ભાજપમાંથી રાજીનામું | Former ML…

12 months ago
રૂપિયામાં કડાકો: ડોલર વધી ઉંચામાં  87 નજીક પહોંચ્યો : યુરોમાં આગેકૂચ

રૂપિયામાં કડાકો: ડોલર વધી ઉંચામાં 87 નજીક પહોંચ્યો : યુરોમાં આગેકૂચ

9 months ago
કોર્પોરેશનમાં વર્ષોથી ફરજ બજાવતા ૧૧૪ કર્મચારીઓને છૂટા કરી દેવાયા | 114 employees who had been servin…

કોર્પોરેશનમાં વર્ષોથી ફરજ બજાવતા ૧૧૪ કર્મચારીઓને છૂટા કરી દેવાયા | 114 employees who had been servin…

5 months ago
અમદાવાદ: ધો.12ની પરીક્ષામાં વિદ્યાર્થિની મોબાઈલ સાથે ઝડપાઈ, કૉપી કેસ નોંધાયો, ખંડ નિરીક્ષક સસ્પેન્ડ …

અમદાવાદ: ધો.12ની પરીક્ષામાં વિદ્યાર્થિની મોબાઈલ સાથે ઝડપાઈ, કૉપી કેસ નોંધાયો, ખંડ નિરીક્ષક સસ્પેન્ડ …

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News