
– સર્વરના ધાંધિયાના કારણે ખેડૂતોના સ્લોટ જ બુક થતાં નથી
– વેપારીઓ બહારગામથી આવતા ખેડૂતો પાસેથી કપાસ ખરીદી ટેકાના ભાવે વેચાણ કરતા હોવાની રાવ
લખતર : લખતર તાલુકામાં સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે કપાસની ખરીદીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, પરંતુ આ વ્યવસ્થામાં અનેક ક્ષતિઓ અને મોટાપાયે ગેરરીતિ થતી હોવાની ફરિયાદો ઉઠતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત ખેડૂત એકતા મંચ દ્વારા આ મામલે લખતર મામલતદારને લેખિત રજૂઆત કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, ખેડૂતોએ મહિનાઓ પહેલા રજિસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં સ્લોટ બુકિંગ થતું નથી.










